Abtak Media Google News

ઝેરી દવા પી લેતા યુવાનનું હૃદયબંધ પડી ગયા બાદ સઘન સારવારથી ફરી ધબકતું કર્યુ

જૂનાગઢના સરકારી  સિવિલ હોસ્પિટલના આઇ.સી.યું. યુનિટની તબીબી ત્રિપુટીએ અથાગ મહેનત અને પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાના કારણે એક યુવાન દર્દીને મોતના મુખમાંથી બચાવી લઇ નવજીવન આપતાં તેના પરીવારજનોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

6.Saturday 1

જૂનાગઢની સરકારી સિવિલ હોસ્પિટલમાં દોલત  પરા વિસ્તારનો એક યુવક કપાસમાં નાખવાની દવા પી લેતા સારવાર માં આવ્યા બાદ તેનો સારવાર દરમિયાન હૃદય બંધ પડી ગયું હતું પરંતુ હોસ્પિટલના તબીબ ડો ચિંતન યાદવ, ડો. રાહુલ હુંબલ, અને ડો જતીન સોલંકીના અથાગ પ્રયત્નો અને મેળવેલ મેડિકલ જ્ઞાન અને અનુભવના ફલ સ્વરૂપે તબીબોએ કૃતિમાં ધબકારાથી યુવાનનું હ્યદય ફરી ધબકતું કર્યું હતું અને તબીબોએ ૨૨ દિવસની ભારે જહેમત બાદ યુવાનને નવજીવન આપ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ છગનભાઈ (ઉ. વ. ૨૭) કપાસમાં નાખવાની દવા પી લેતાં તેને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને આઈસીસી વોર્ડ નંબર ૩૦૧ દાખલ કરવામાં આવ્યા હતા અને દાખલ થતાની સાથે જ ડો. ચિંતન યાદવ, ડો. રાહુલ હુંબલ, ડો. જતીન સોલંકી દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને આ યુવાન ચાર દિવસ કોમામાં વેન્ટિલેટર સપોર્ટ સાથે રહ્યો હતો.

જો કે તબીબી સારવાર દરમ્યાન યુવાનનુ  સાતમાં દિવસે હૃદય બંધ પડી ગયું હતું, ત્યારે ડોક્ટરોએ કૃતિમ ધબકારા આપી હૃદયને ફરી ચાલુ કરવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા અને તેમાં તબીબી ત્રિપુટીને સફળતા મળી હતી, દરમિયાન નવમા દિવસે આ યુવાનના ગળામાં કાણું પાડી, ટોટી નાખી વેંતીલેટર સપોર્ટ અપાયો હતો અને ૨૨ દિવસની તબીબોની અથાગ જહેમત, મેડિકલ અભ્યાસ અને અનુભવ ના કારણે દર્દીની સ્થિતિમાં ખૂબ જ સારો એવો સુધારો જણાતાં તબીબોએ વેન્ટિલેટર દૂર કર્યું હતું અને પાંચ દિવસ સુધી આ યુવાનને ઓબઝરવર પર રાખ્યો હતો,જો કે એ યુવાનની જિંદગી અને ડોક્ટરોની ભારે જહેમત કારગત નીવડી હતી, અને ૨૫ દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને રજા આપવામાં આવી હતી અને આ યુવાન પોતાના પગે ચાલીને ઘરે જતા, પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ, અને આનંદની લાગણી છવાઈ હતી. અને યુવક સહિત તેના પરિવારજનોએ સરકારી હોસ્પિટલની આઇ.સી.યુ. યુનિટની તબીબી ત્રિપુટી ડો. ચિંતન યાદવ, ડો. રાહુલ હુંબલ, ડો. જતીન સોલંકીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

આજે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં તબીબો દર્દીઓને પૂરતું ધ્યાન આપતા નથી તેવી લાંછન સારાએ ગુજરાતમાં છે, ત્યારે જૂનાગઢની તબીબી ત્રિપુટીએ સતત ૨૨ દિવસ સુધી અથાગ પ્રયત્નો અને ખાસ કરીને પોતાના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા અને ફરજને સેવા ગણી કરેલ સારવાર દરમિયાન હૃદય બંધ પડી ગયેલા યુવકને કૃત્રિમ ધબકારાથી ફરી રદય ધબકતું કરી એક નવજીવન આપતા સરકારી હોસ્પિટલના તબીબો પર લાગેલા દાગને આ તબીબ ત્રિપુટીએ હટાવી દીધી હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.