Abtak Media Google News

સ્થાનીક ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર દ્વારા મુસદ્દો તૈયાર

રાષ્ટ્રીય તબીબી ઉપકરણોની યોજના માટે મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે મુજબ ભાવ નિયમન હેઠળ મોટાભાગના તબીબી ઉપકરણો પર ભાવ નિયંત્રણ લાગુ થશે. જેના કારણે સ્થાનિક ઉપકરણોના ઉત્પાનના પ્રોત્સાહન માટે પણ પગલાઓની ‚પરેખા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ રાષ્ટ્રીય સ્તરે મુસદ્દો તૈયાર કર્યા બાદ આ દરખાસ્ત ટુંક સમયમાં આવી જશે ખાનગી ક્ષેત્ર દ્વારા ઉચ્ચ સારવાર અને હોસ્૫િટલના ખર્ચને ઘ્યાનમાં લઇને તબીબી સંભાળના ખર્ચ અને વીમા કંપનીના ચુકવણામાં નિયંત્રણ કરવા માટે સરકાર સક્રીય રીતે કાર્યરત છે. જેમાં જટિલ તબીબી ઉપકરણોનો સમાવશે પરોક્ષ રીતે ભાવ નિયંત્રણ હેઠળ કરવામાં આવ્યો છે. જેમાંથી ૮૦ ટકા જેટલા ઉત્૫ાદનો આયાત કરવામાં આવે છે. જે સરકાર માટે પડકાર જનક છે. હાર્ટ માટેના સ્ટેન્ટ અને ઘુટણની તકલીફ માટેના ઉપકરણોને પસંદ કરી તેના પર ભાવનિયમન માટે આયાતની કિંમતને આધારે ગણતરી કરવામાં આવી છે.

આ મુસદ્દો સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહીત કરવા માટે જુદી જ રીતે ભાવ નિર્ધારિત કરી રાષ્ટ્રીય ઉપકરણોનું કિંમત નિયમન કરવામાં આવે છે. જે માટે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત નિર્ધારણ અધિકારી (એનપીપીએ) હેઠળના એક વિભાગને રાષ્ટ્રીય તબીબી ઉપકરણોના નિર્માણ માટે ભલામણ કરવામાં આવી છે. તેમજ વધુમાં આ મુસદ્દા મુજબ સરકાર દ્વારા અલગ અલગ નીતીઓ જાહેર કરી શકે છે કે જેણે તબીબી ઉપકરણોની કિંમતોના નિયમન માટે અને અલગ તબીબી સાધનોના ભાવ અંકુશ માટે અધિકૃતતા બાદ અમલી બનાવાશે આ અંગે આ મુસદ્દો તૈયાર કરતીવખતે ડીઓપી અને જાહેર આરોગ્ય સમુહોને બાકાત રાખી ઘડવામાં આવ્યો હોવાનો સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપ કરાયો હતો. તેમજ વધુમાં આ નીતીમાં દર્દીઓના હિત ઘ્યાને રાખવામાં આવ્યા ન હોવાનું પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.