Abtak Media Google News

દેશના વિકાસ અને વૃધ્ધી અર્થે મોદી સરકારની જેમ રૂપાણી સરકાર પણ અગ્રેસર છે. રાજયમાં વધુ સાત મેડીકલ કોલેજો ઉભી કરવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી દીધી છે. જયારે મુખ્યમંત્રી વિજયરૂપાણી અબતકની મુલાકાતે આવ્યા હતા ત્યારે અબતક સાથે ખાસ વાતચીત કરતા ઘણા મહત્વના મુદાઓ પર ચર્ચા કરી હતી. જેમાનો એક મહત્વનો મુદો રાજયભરમાં હોસ્પિટલોની સવલતો ઉભી કરવા મેડીકલ કોલેજો પ્રસ્થાપિત કરવાનો હતો.

મુખ્યમંત્રી વિજયરૂપાણી જીલ્લા કક્ષાએ મેડિકલ સુવિધા વિકસાવી જન જન સુધી હોસ્પિટલની સેવાઓ પહોચાડવાનું લક્ષ્ય સેવીને સરકારમા આવ્યા હતા જીલ્લા કક્ષાએ મેડીકલો કોલેજોને હોસ્પિટલ સાથે સંલગ્ન કરવાની વાત મુખ્યમંત્રીએ અબતક સાથે ખાસ વાતચીતમાં છેડી હતી જયારે હાલતે વાતચીત યથાર્થ ઠરી રહી હોય તેમ અમરેલી સહિતના સ્થળોએ સાત મેડીકલ કોલેજો ઉભી કરવાના પ્રસ્તાવનેરૂપાણી સરકારે લીલીઝંડી આપી છે.

સરકારી હોસ્પિટલોને મેડીકલ કોલેજોમાં ફેર બદલ માટેના (બ્રાઉનફીલ્ડ) પાંચ અને હોસ્પિટલોમાં મેડીકલ કોલેજોની (ગ્રીફફીલ્ડ) સ્થાપનાના બે એમ કુલ સાત પ્રસ્તાવોને મંજૂરી મળી ગઈ છે. ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવનારી મેડીકલ કોલેજોમાં સરકારી હોસ્પિટલોનાં વિકાસ માટે રાજયની નવી સ્વાસ્થ્યનીતિ અંતર્ગત પ્રસ્તાવોને બહાલી અપાઈ છે.

આ નવી નીતિ હેઠળ વર્ષ ૨૦૨૨ સુધીમાં મેડીકલ સીટો વધારવાનો અને ડોકટર: પેશન્ટનો રેશિયો ઘટાડી અડધો કરવાનોરૂપાણી સરકારનો ઉદેશ છે. રાજય હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું કે, સરકાર બ્રાઉનફીલ્ડ અને ગ્રીનફીલ્ડ કોલેજો માટે રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી આવેદન મંગાવશે.

બ્રાઉનફીલ્ડ સ્કીમ હેઠળ ગુજરાત સરકારે ૧૦ પ્રસ્તાવ પ્રાપ્ત કર્યા હતા. જે અંતર્ગત કેડીલા હેલ્થકેરને દાહોદ હોસ્પિટલ, સુમલા, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટને વ્યારા હોસ્પિટલ, ફ્રીશ એજયુકેશન ફાઉન્ડેશન વડોદરાને ભરૂચ  હોસ્પિટલ, ગાલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ બનાસકાંઠાને પાલનપુર હોસ્પિટલ અને સહાનાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટને અમરેલી હોસ્પિટલ મળી છે. આ સાથે જ રાજય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં નવા નિદાન કેન્દ્રો માટે નાણાંકીય સહાયની પણ જાહેરાત કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.