Abtak Media Google News

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં યુવા મોરચા દ્વારા આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતના જિલ્લા/ મહાનગરોમાં ૪૦૦ કરતા વધારે મેડિકલ કેમ્પ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપા યુવા મોરચાની બેઠક યોજાઈ હતી.3 83પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલે આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરી પૂર્વ પ્રધાનમંત્રી ભારતના પનોતા પુત્ર ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં તા.૨૯,૩૦ અને ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરોમાં ૪૦૦ કરતા વધુ મેડિકલ કેમ્પ યોજાય તે માટે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તા.૧૧ સપ્ટેમ્બર ‘દિગ્વિજય દિન’ નિમિતે સમગ્ર જીલ્લા મહાનગરોના મંડલની ટીમની ઉપસ્થિતિમાં પ્રદેશ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું.

મન કી બાત કાર્યક્રમ પછી કે પહેલા એક સેવાકીય કામ કરશે. બેઠકની શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને ૨ મીનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.