Abtak Media Google News

સલાયાનું આતા-એ-ખ્વાજા વહાણ વાવાઝોડાંના કારણે દરિયામાં ડૂબી ગયું છે. વહાણમાં સવાર 9 ખલાસીમાંથી 5નો બચાવ થયો છે, જ્યારે 4ની શોધખોળ ચાલી રહી છે. 450 ટનની ક્ષમતા ધરાવતું રૂ.1.5 કરોડનું વહાણ યમનપોર્ટના સીકોતેર બંદરે જતું હતું ત્યારે વાવાઝોડાંની ઝપટે ચડતા આ દુર્ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય સાત વહાણ પણ સંપર્ક વિહોણા બન્યા હતા.

શારજહાથી જનરલ કાર્ગો ભરી તા.5/5/2018ના સલાયાનું 450 ટનની ક્ષમતા ધરાવતું વહાણ આતા-એ-ખ્વાજા રજિ.નં.વીઆરએલ-293 અંદાજિત કિ.રૂ. દોઢ કરોડ યમન પોર્ટના સીકોતેર બંદરે જતું હતું. આ દરમિયાન તા.23 ના રાત્રીના વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા માલ સામાન સહિત આ વહાણ દરિયામાં ડૂબી ગયું હતું. વહાણમાં 9 ખલાસી સવાર હતાં.જેમાંથી પાંચ ખલાસીનો બચાવ થયો અને સલામત રીતે બંદરે પહોંચી ગયા છે, જ્યારે 4ની શોધખોળ ચાલુ છે. ડૂબી ગયેલા વહાણના માલિક સાલેમામદ હાજીહસન સંધાર હોવાનું ખુલ્યું છે. બનાવના પગલે માછીમાર પરિવારોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.

બીજી તરફ વાવાઝોડામાં સલાયાના શફીના-અલ-ખીજર, જુનેદી, મહેબૂબે હાસમી, સિક્કાનું નૂરે ઇસ્માઇલ વહાણ ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે. તદઉપરાંત દુબઇના બે તથા કચ્છ માંડવીનું એક વહાણ પણ ફસાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. ખલાસીઓના પરિવારમાં ચિંતા ફેલાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.