Abtak Media Google News

બાળકોના વિકાસને મા-બાપે અવરોધવો ન જોઈએ: રશ્મીકાંત મોદી

ભાષા પ્રત્યેનો અભાવ કોમ્યુનીકેશનનું સૌથી મોટું બેરિયર: ક્રિષ્ણકાંત ધોળકિયા સર

રિવિઝન વખતે ફાંફા મારવા કરતા જે કરી ગયા છો તેને વાગોળો: ગીજુભાઈ ભરાડ

Education Poster

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉન શ‚ થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને કેટલાક મુંઝવતા પ્રશ્ને અંગે માર્ગદર્શન આપવા ‘અબતક એજયુકેશન’ કાર્યક્રમ અંતર્ગત ભરાડ સ્કૂલના ગીજુભાઈ ભરાડ, ધોળકીયા સ્કૂલના કૃષ્ણકાંત ધોળકીયા અને મોદી સ્કૂલના રશ્મીકાંત મોદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને કેટલાક પ્રશ્ર્નોના સચોટ નિરાકરણ આપ્યા હતા.

પ્રશ્ન:- (ગિજજુભાઇ ભરાડ) ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ વિઘાર્થીઓમાં હાવ ઉભો થઇ જાય છે  તો આપ એ બાબતે માનો છો.

Giju

જવાબ:- ગુજજુભાઇ ભરાડે જવાબ આપતા જણાવ્યું હતું કે અત્યારની શૈક્ષણિક પઘ્ધતીની અંદર જયારે પરીક્ષા લેવામાં આવતી હોય છે. તયારે મોટા ભાગના વિઘાર્થીઓ અને વાલીઓને કઇ પઘ્ધતિથી આગળ વધવું તેનો ખ્યાલ રહેતો નથી. ત્યારે હું એક વાત ઉ૫ર ભાર મુકવા માંગું છું કારણ કે અત્યારે માતા-પિતા તેમના સંતાનોને માત્ર માર્ક વધારવા માટે જ પ્રેસર કરતાં હોય છે. ત્યારે વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવેલી મહેનત પણ નીષ્ફળ મળશે. જેનું કારણ માનસીક તાણ છે. જેના કારણે મુંઝવણ પણ ઉદભવીત થાય છે મારા મત પ્રમાણે એ વિદ્યાર્થી સફળ છે. જે સ્વસ્થ મનથી અને એકાગ્રતાર્થી પોતાની પરીક્ષા આપી અને સારા ગુણ મેળવે છે. સારા માર્ક માટે વિઘાર્થીએ મહેનત કરવી જ પડતી હોય છે. વિજ્ઞાનીક પઘ્ધતિથી જો મહેનત કરવામાં આવે તો તે  વિઘાર્થી પોતાના કૌશલ્યને બહાર લાવી શકે છે. માત્ર વિઘાર્થીઓને એટલી જ અપીલ કરું છું કે પરીક્ષા હસતા હસતા આપવી જોઇએ જેનું ઘ્યાન રાખવું

પ્રશ્ન:- (કૃષ્ણકાંત ધોળકીયા સર):- પહેલા અને અત્યારના સમયમાં પરીક્ષા પઘ્ધતિનો તફાવત શું છે અને આગામી સમયમાં કયા પ્રકારની પરીક્ષા પઘ્ધતી હોવી જોઇએ.

Dholakia

જવાબ:- પ્રશ્નના ઉત્તરમાં કૃષ્ણકાંત ધોળકીયા સર એ માહીતી આપતા જણાવ્યું હતું કે, પહેલાની પઘ્ધતિમાં વિઘાર્થીઓને મહત્તમ લખવું પડતું હતું જેનાથી તેમની મૌલિકતામાં પણ વધારે થતો હતો પરંતુ હાલ જે પરીક્ષા પઘ્ધતિ અનુસરવામાં આવી રહી છે. તેમાં વિઘાર્થીઓને ઓબજેકટીવ પ્રશ્ન પર વધું  ઘ્યાન આપતા જોવા મળે છે. જેનાથી દિવસે ને દિવસે વિઘાર્થીઓની મોલીકતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉં ઓબજેકટીવ પ્રશ્નોને નકારતો નથી પરંતુ એ વાત ચોકકસ પણે માનું છું કે પરીક્ષા જે પહેલા લેવામાં આવતી હતી તે ખરા અર્થમાં યોગ્ય અને ઉત્તમ ગણાય છે.

પ્રશ્ન (રશ્મીકાંત મોદીસર):- હાલ વિઘાર્થીઓને જે નવા ટ્રેન્ડ પ્રમાણે આઇ.એમ.પી. પ્રશ્નોનું લીસ્ટ આપવામાં આવતું હોય છે અને ગોખળપટ્ટી કરવાનું કહેવાય છે તે કેટલા અંશે યોગ્ય છે.

Modi 1

જવાબ:- રશ્મીકાંત મોદી સરએ પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ જે શિક્ષણ પઘ્ધતિ છે તેમાં કોઇ પ્રકારનો ફેરબદલ ના કરી શકાય પરંતુ એન્સપણે જયારે બોર્ડ પરીક્ષાને એક મહીના જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે પરીવારમાં માહોલ ખુબ જ સારો હોવો જોઇએ. વિઘાર્થી પર કોઇપણ પ્રકારનું પ્રેસર ના હોવું જોઇએ. જેથી વિઘાર્થી પોતાની પરીક્ષા ખુબ જ રાજીજુખીથી અને કાંઇપણ ડર વગર આપી શકે ત્યારે પ્રમુખ ફરજ તેમના તેમાં માતા-પિતાની હોય છે. કારણ કે હાલના સાંપ્રદ સમયમાં માતા-પિતા પોતાના મોબાઇલ ફોન પર ફ્રિ સમયમાં તેનો ઉપયોગ કરતા નજરે પડે છે. જેની અસર તેમના બાળક પણ પર જોવા મળતી હોય છે. તેઓ જો તેમના માતા-પિતા આ તમામ વસ્તુને એક મહીના સુધી ત્યજી છે અને બહારનો ખોરાક ખાવાનું અટકાવે તો તેમના સંતાનોનું સ્વાસ્થ્ય સુધરશે.

અને પરીક્ષામાં ખુબ જ સારા ગુણ સાથ ઉર્તીણ થશે. વધુમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા મહીના દરમિયાન વિઘાર્થીએ કાંઇપણ નવા પેપરને સોલ્વ ન કરવા જોઇએ અને કોઇપણ પ્રકારનું એકસ્ટ્રા વાંચન નકરવું વિઘાર્થીઓ માટે હિતાવહ ઉ જ છે કે, તે જે શીખ્યા છે. અને તેઓએ જે પરીક્ષા માટે જે તૈયારી કરી છે. તેનું જ તે અભ્યાસ કરે જેથી જે ભણે છે તેનું રીવીઝન થઇ શકે.

પ્રશ્ન (ગીજુભાઇ ભરાડ):- પરીક્ષાના છેલ્લા સમયમાં વિઘાર્થી વાલી અને શીક્ષકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ હોવું જોઇએ અને વિઘાર્થીએ કયા પ્રકારની પરીક્ષાની તૈયારી કરવી જોઇએ.

જવાર:- ગીજજુભાઇ ભરાડએ જણાવ્યું હતું કે શિક્ષમાં ત્રણ પ્રકારના વિઘાર્થીઓ હોય છે. જેમાં પ્રથમ હોશીયાર, મઘ્યમ અને નબળાનું ત્યારે કહોશીયાર વિઘાર્થીઓએ વારંવાર કંઇક નવું કરવાની પહેરવી કરવી જોઇએ જેથી તેમનું બૌધિક સ્તરમાં વધારો થાય ત્યારે હવે વાત કરવાની રહી મઘ્યમ અને નબળા વિઘાર્થીઓ માટેની ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના પ્રશ્નો ત્રણ પ્રકારના પુછવામાં આવે છે. જેમાં ૫૦ ટકા સહેલ ૩૦ ટકા મઘ્યમ અને ર૦ ટકા અધરા ત્યારે મઘ્યમ અને નબળા વિઘાર્થીઓએ સર્વ પ્રથમ પ૦ ટકા સહેલા પ્રશ્ર્નો પુરા કરી લેવા જોઇએ ત્યાર બાદ જો સમય મળે તો બાકી રહેતા ૩૦ ટકા પ્રશ્નો માટે મહેનત કરવી જોઇએ. ત્યારે હું તો એટલું જ કહીશ કે વિઘાર્થીઓએ પુસ્તકની દિલથી વાંચી કંઠસ્ત કરવી જોઇએ કારણ કે પરીક્ષામાં પુછવામાં આવતા એોબ્જેકટીવ તે મુખ્યત્વે પાઠયપુસ્તકોમાંથી જ પુછવામાં આવતા હોય છે.

પ્રશ્ન:- (કૃષ્ણકાંત ધોળકીયા) સર, પરીક્ષા સમયે પણ પરીક્ષાર્થી છેલ્લા સમય સુધી વાંચન પરીક્ષા સમયે કરતા હોઇએ છે કે કેટલા અંશે આપ યોગ્ય માનો છે.

જવાબ:- કૃષ્ણકાંત ધોળકીયાસરએ જણાવ્યું હતું કે, જે રીતે પરીક્ષાર્થીઓ છેલ્લા સમય સુધી લડી લેવાની જે ભાવના રાખતા હોય છે તે તદન ખોટી છે ત્યારે મારું માનવું એ છે કે તે સમયે વિઘાર્થીએ ખુબ જ પ્રફુલીત રહેવું જોઇએ. જેના કારણે અમારી શાળાના શીક્ષકો વિઘાર્થીઓ ના ઘરે જઇ તેમને પડતી મુશ્કેલીઓ ને દુર કરવાના માટેના પ્રયત્નો કરતા હોય છે. કારણ કે તે સમય દરમિયાન વિઘાર્થીઓ મનમાં ને મનમાં ખુબ જ હતાશ જોવા મળતા હોય છે. અને તેનું પરીણામ તેઓને પરીક્ષા સમયે ભોગવવું પડતું હોય. ત્યારે વિઘાર્થીઓ ને મારી એટલી જ સલાહ અને વિનંતી છે કે, તે પોતાના વિચારો ઉપર કાબુ રાખે અને પ્રફુલ્લીત અવસ્થામાં પરીક્ષા આપી સારા ગુણ પ્રાપ્ત કરે.

પ્રશ્ન:- (રશ્મીકાંત મોદીસર) પરીક્ષા સમય દરમિયાન વિઘાર્થીઓએ કેવા પ્રકારની કાળજી અને કેવો ખોરાક લેવો જોઇએ

જવાબ:- રશ્મીકાંત મોદી સરએ જણાવ્યું હતું કે, પરીક્ષાના બે ત્રણ કલાક અગાઉ વિઘાર્થીએ કોઇપણ પ્રકારનું વાંચન ન કરવું જોઇએ. અને પ્રફુલીત મન અને સ્વભાવથી પરીક્ષા ખંડમાં પ્રવેશવું જોઇએ ત્યાર બાદ પ્રશ્ન પત્ર આવ્યા પહેલા એકાગ્રતા સાધી મનને શાંત કરવું જોઇએ જેથી તેમનામાં લેશ માત્ર પણ ડર હોય તે પણ ચાલ્યો જાય જયારે પ્રશ્ન પણ વિઘાર્થીના હાથમાં આવી જાય ત્યારે વિઘાર્થીએ ખુબ જ ચોકકસાઇ અને જીણવટથી તે તમામ પ્રશ્નોને સમજી તેના ઉત્તર આપવા જોઇએ મારુ સ્પષ્ટ માનવું છે કે ઉતાવળના કારણે વિઘાર્થીઓ જે હોશીયાર છે તે પણ માત ખાય જતા હોય છે. ત્યારે વિઘાર્થીએ ખુબ જ શાંત ચિતે પ્રશ્નપત્રને ઘ્યાનથી વાંચી ત્યારબાદ તેના ઉત્તર લખવા આ પઘ્ધતિનો અમલ કરવાથી વિઘાર્થીને ખુબ જ ફાયદા રુપ સાબીત થશે.

પ્રશ્ન:- (રશ્મીકાંત મોદી સર) અત્યારના સમયમાં કોઇપણ વિષય માટે પુરતા પ્રમાણમાં સાહીત્ય ઇન્ટરનેટ મારફતે મળી જતું હોય છે. જયારે પ્રેકટીકલ જ્ઞાનને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે જે બાબતે આપ શું માનો છો.

જવાબ:- રશ્મીકાંત મોદી સરએ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, ઇન્ટર નેટ મારફતે મળતી માહીતીનું મે વિઘાર્થી અનુસરણ કરે તો તેમાં કઇ ખોટું નથી. પરંતુ કે કાર્ય કરવાની સાથે જો ઇન્ટરનેટ માફરતે અન્ય કાર્યો કરવામાં આવે જેમ કે ઓન લાઇન એમ, કે સોશ્યીયલ મીડીયાના ઉપયોગ કરી મિત્રો સાથે તેમની પરીક્ષાને લઇ વાર્તાલાપ આ પ્રકારની વસ્તુઓ તેમના દ્રારા ન કરવામાં આવે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ખોટો નથી.

પ્રશ્ન:- (ગીજજુભાઇ ભરાડ) હાલ અત્યારના વિઘાર્થીઓમાં Most I.M.P. પ્રશ્નોનું ચલણ ખુબ જ વધુ  જોવા મળતું હોય છે જે કયારેય પરીક્ષામાં પુછાતા પણ નથી આપનું આ અંગે શું માનવું છે.

જવાબ:- પરીક્ષામાં કોઇ દિવસ I.M.P. જેવું હોતુ જ નથી આ વાત પ્રાઇવેટ કલાસીસો દ્વારા આપવામાં આવતા હોય છે. ત્યારે વધુમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે જયારે તેઓ વિઘાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા હોય છે ત્યારે મુખ્યત્વે વિઘાર્થીઓ તેમને પાંચ પ્રશ્ર્નો પુછતા હોય છે. જેમાં પ્રથમ પ્રશ્ર્ન એ કે યાદ રહેતું નથી, દ્વિતીય પ્રશ્ર પરીક્ષા સમયે યાદ રાખવામાં આવેલું જ્ઞાન ભુલાય જતુ હોય છે. ત્રીજો  પ્રશ્ન એ આવે છે કે એકાગ્રતા રહેતી નથી. ચોથો પ્રશ્ર્ન પરીક્ષામાં પરીક્ષા આપતા ડર લાગે છે. અને ગોખવામાં ઘણી તકલીફો પડે છે. ત્યારે આ જે પ્રશ્નો ઉદભવીત થાય છે તે તદ્દન ખોટા છે. વિશ્વમાં એવું એક પણ પીણું નથી કે જેને પીવડાવવાથી યાદ શકતી પાછી આવે જેથી વિઘાર્થીએ પોતાનામાં આત્મવિશ્વાસની પુરતી કરવીઅને પરીક્ષાને ખુબ જ સ્વચ્છતાથી આપવી જોઇએ માંગ જરુર છે ખાલી આત્મવિશ્ર્વાસ વધારવાની

પ્રશ્ન:- (ગીજજુભાઇ ભરાડ) આપ ગણીત વિજ્ઞાનના ભીષ્મ પીતામહ તરીકે માનવામાં આવો છો ત્યારે મુખ્યત્વે વિઘાર્થીઓ આ બન્ને વિષયમાં મહત્તમ નાપાસ થતા હોય છે તેનું શું કારણ આપ માનો છો?

જવાબ:-ગીજજુભાઇ ભરાડએ જવાબમાં કહ્યું હતું કે, ગણીત અને વિજ્ઞાન એ બન્ને પાયાના વિષયો છે. અને શિક્ષકો તેને યાદ રાખવા માટે અનેક વખત વિઘાર્થીઓને માહીતગાર કરતા હોય છે. ત્યારે જો વિઘાર્થી સૂત્રો, એકમો, વ્યાખ્યાઓને સમજી વિચારી તેનો અભ્યાસ કરે તો તે વિઘાર્થી માટે ગણીત અને વિજ્ઞાન માટે તે વિષયો ખુબ જ સરળ બની જશે. વાત કરવામાં આવે ગણીતની તો ૧૦માં ધોરણના અને ૧રમાં ધોરણના વિઘાર્થીઓ એ ખુબ જ શાઁતિથી અને એકાગ્રતાથી વાકયનું પઠન કરવું જોઇએ તથા વિઘાર્થીએ સવારના બ્રશ કરતી વખતે તે વાકને ર-વાર અને રાત્રે સુતી વખતે ર વાર તેનું પઠન કરવું જોઇએ. આંકડા કીય માહીતી આપુ તો ધોરણ ૧૦ ના વાકયો ને એક વાર વાંચવા માટે માત્ર ૪ મીનીટનાો જ સમય લાગે છે. એવી જ રીતે ૧રમાં ધોરણના વિઘાર્થીને વાકય માટે સાડા છ મીનીટનો સમય લાગે છે. જેથી વિઘાર્થીએ આ વાકય પર પ્રભુત્વ મેળવવું જોઇએ.

પ્રશ્ન:- (કૃષ્ણકાંત ધોળકીયા સર) હાલના સમયમાં ભાષા ઉપરનું પ્રભુત્વ વિઘાર્થીમાં ખુબ જ ઓછું જોવા મળે છે શું કહેશો આ બાબથ પર

જવાબ:-હાલના સમયમાં ભાષા પ્રત્યે લોકો ખુબ જ બેદરકારી દાખવે છે જે ખુબ જ ખોટી વાત છે જેનું એક કારણ એ પણ છે કે તેમનું લક્ષ્ય માત્ર ગણિત અને વિજ્ઞાન બની ગયુઁ છે. કારણ કે વિઘાર્થીને તે શાખામાં આગળ વધવું છે જેના કારણે તેમનું ભાવ પ્રત્યેનું જે લગાવ હોવો જોઇએ તે રહ્યો નથી અને તેઓ વધુને વધુ બે દરકાર બનતા હોય છે જયારે બીજુ કારણ એ પણ છે કે બેઝીક જ્ઞાન જે હોવું જોઇએ ભાષા પ્રત્યે તે રહ્યું નથી.

પ્રશ્ન:- (કૃષ્ણકાંત ધોળકીયા સર) કોઇપણ વિષયનું જ્ઞાન પ્રેકટીકલ  તરીકે આપવામાં આવે તો તે કેટલા અંશે ઉપયોગી છે.

જવાબ:-મા‚ માનવું છે કે વિઘાર્થીઓને કોઇપણ વિષય જો પ્રેન્ટીકલ નોલેજ આવી સમજાવવામાં આવે તો તે ઉપયોગી સાબીત થશે. માત્ર બોર્ડ વર્ક જ નહી પરંતુ કોઇપણ વિષયની પૂર્વ ભૂમિકા બાંધી જો તે વિષયનું જ્ઞાન ચિત્ર સ્વરુપે આપવામાં આવે તો તેનાથી વિઘાર્થીને ઘણો ફાયદો પણ થઇ શકે છે અને કોઇપણ જટીલ મુદાને સહેલાઇથી સમજી શકે છે.

પ્રશ્ન:- (રશ્મીકાંત મોદી સર) અત્યારના સમયમાં માતા-પિતા નોકરી કરતા જોવા મળતા હોય છે. મહદ અંશે ત્યારે તેમના સંતાનોની કાળજી લેવાના બદલ સારા ગુણો લેવા માટે તેમના પર પ્રેસર કરતા છે આપ આ બાબતે શું માનો છે.

જવાબ:-વાત કરીએ તો જે સફળ દસ ઉઘોગકારો છે તેમાના જીવનમાં જો ડોકયું કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમાના આઠ લોકો ભણવામાં નબળા સાબીત થયા હતા. પરંતુ આજ તેઓ અબજો અને કરોડો રૂપિયાના વ્યવહારો કરતા હોય છે. ત્યારે એ વાત નકકી છે કે જો વિઘાર્થીના માતા-પિતાને ખબર પડી જાય કે તેમના બાળકને કયાં વિષયમાં રૂચી છે ત્યારે તેને તે વિષ્ાયમાં વધારે ભાર આપી તેને મજબુત કરવા જોઇએ જે હાલના સમયમાં માતા-પિતા કરવામાં અસક્ષમ નીવળે છે. ત્યારે જો માતા-પિતા તેમના બાળકનો ગુણ સમજી જાય તો બાળકને પરીક્ષામાં કાંઇપણ પ્રકારની તકલીફ ન પડી શકે અને માત્રને માત્ર સમાજમાં રહેવા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની પરીક્ષા  પાસ થાય તે જ મહત્વનું બની રહે.

પ્રશ્ન:- (ગીજજુભાઇ ભરાડ) વિઘાર્થીઓના જીવનમાં પરન્સટાઇલનું મહત્વ  શું?

જવાબ:-વાત ખુબ જ સાચી છે કે, હાલ વિઘાર્થીઓ પરન્સલટાઇલને ખુબ જ મહત્વ આપે છે અને અત્યારે તો એવો સમય પણ આવી ગયો છે કે જેમાં જો વિઘાર્થીને ૯૫ ટકા આવે તો તે અતિ હોશીયાર માનવામાં આવે છે અને જે વિઘાર્થીને પપ ટકા  આવે તો તે વિઘાર્થી નબળા માનવામાં આવે છે ત્યારે માત્ર માર્ક નહી પણ જ્ઞાન કેટલું છે તે અનિવાર્ય બન્યું છે. વાત કરીએ તો બીલ ગેટસ, કલ્પના ચાવડા, સામ પીત્રોડા, કે પછી લક્ષ્મી મીતલ તે બધા ભણવામાં ખુબ જ નબળા હતા. પરંતુ માર્ક એટલે કે ગુણ કરા તેઓનું જ્ઞાન સૌથી વધુ હતુઁ  એટલે તેઓ સફળ થવા માત્ર વાત એટલી જ છે કે વિઘાર્થીઓએ ગુણને નહી પરંતુ જ્ઞાનને પ્રાધાન્ય આપવું જોઇએ.

પ્રશ્ન:- (કૃષ્ણકાંત ધોળકીયા સર) પરીક્ષા સમયે વિઘાર્થીઓમાં ‘ડુ ઓર ડાયની’ભાવના આવી જતી હોય છે તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય.

જવાબ:-સમાજમાં એવી ઘણી વ્યકિતઓ જોવા મળશે જે નીષ્ફળ થયેલી હોય પરંતુ તે લોકો તેમની નીષ્ફળતાને સફળતામાં રુપાંતરીત કરી લેતા હોય છે. અને નીષ્ફળતા ને તેમનું પગથીયું બનાવી સફળતાનાં શીખર ઉપર પ્રસ્થાપીત થતા જોવા મળે છે. પરીક્ષામાં ભલે બે પાંચ ટકા પ્લસ માઇનસ આવે તો તેનાથી નાસીયાત ન થવું જોઇએ અને હીમત ન હારવી જોઇએ અને વધુ સારા પ્રયત્નો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ  દુનિયામાં ઘણા ખરા લોકો તેમના કાળમાં ઘણી વખત નીષ્ફળ થયા હોય છે. ત્યારે તેમના અથાગ પ્રયત્નો ને ઘ્યાને રાખી પોતાના કાર્યને આગળ વધારવું જોઇએ.

પ્રશ્ન:- (રશ્મીકાંત મોદીસર) રાત ઉજાગરા કરીને બાળકો જયારે અભ્યાસ કરતા હોય તેને આપ કઇ રીતે જુઓ છો.

જવાબ:-જો એક જ સ્થળ ઉપર તેઓ મહેનત કરી અને આગળ વધી શકતા હોય તો તેઓએ બીજે ભણવા ન જવું જોઇએ. વધુમાં વિઘાર્થીઓએ જે મળેલી ર૪ કલાક છે તેનો સદઉપયોગ કરી ૧૪ કલાક અથાગ પરીશ્રમ કરવો જોઇએ જેથી પરીક્ષાના છેલ્લા સમય સુધી તે સજાગ રહી શકે અને આગળના સમયમાં તેમને શું કરવું અને કઇ લાઇના જવું તે પણ જાણી શકે પરંતુ ઘણી વખત વિઘાર્થીઓ પરીક્ષા પુર્ણા કર્યા બાદ હાશકારો અનુભવતા હોય છે. જયાં વિજ્ઞાન ક્ષેત્રની વાત કરવામાં આવે તો ત્યારુ મારુ માનવું છુ કે વિઘાર્થીઓ જેઇઇ, જી-સેટ, એઇમ્સ, નીટ જેવી પરીક્ષાના અંત સુધી મહેનત કરવી જોઇએ. પરંતુ ઘણી વખત બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ખુબ જ સારા ગુણ પ્રાપ્ત કરતા હોય છે. જયારે કોમ્પીટીવી પરીક્ષામાં ખુબ ઓછા ગુણ મળતા હોય છે.

પ્રશ્ન:- (ગીજજુભાઇ ભરાડ) પરીક્ષાનો સમય જયારે નજીક આવી રહ્યો છે ત્યારે આપ શું માર્ગદર્શન વિઘાર્થીઓ માતા-પિતા તેમજ શિક્ષકોને આપશો?

જવાબ:-અત્યારના સમયમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિઘાર્થીને શું કરવું તે નકકી હોય છે તે મારા વિઘાર્થીને એટલી જ અપીલ છે કે તેઓ ખરા અર્થમાં પરીક્ષાને શાંતિથી અને સમજણ પૂર્વક રીતે પરીક્ષા આપે કારણ કે વિઘાર્થીઓ ઘણી વખત ઉતવણ કરી જતા હોય છે ત્યારે તેઓએ તેમનું પરીણામ પણ ભોગવવુ પડે છે. હું એ જ સલાહ આપું છું કે પરીક્ષા ચોકકસાઇથી આપવી જોઇએ અને પ્રશ્નોના જવાબ પણ સમજાય અને સારા અક્ષરમાં આપવા જોઇએ. વિઘાર્થીઓ ઘણી વખત પાનાનો ઉપયોગ પુરતી માત્રામાં કરતા નથી હોતા અને તેઓ તેમનો ઉત્તર ખુબ જ નાનો કરી દેતા હોય છે. ત્યારે તેની અસર ખુબ જ તેમના ગુણો ઉપર પડતી જોવા મળે છે. અંતમાું હું વિઘાર્થીનીે એટલી જ સલાહ આપીશ કે તેઓ તેમનું પેપર ખુબ જ શાંતિથી એકાગ્રતાથી અને એક ચીતે લખે અને પોતાનું ઉજવળ પ્રદર્શન સ્થાપીત કરે અને માતા-પિતા એ પણ તેના બાળકો ઉપર ભરોસો રાખી તેમને પરીક્ષા માટે પ્રોત્સાહન આપવું જોઇએ અને ગુણ માટે એટલે કે માર્કસ માટે કોઇપણ જાતનું પ્રેસર ન કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.