Abtak Media Google News

સુરક્ષા સંબંધી સોફ્ટવેયર બનાવા વાળી કંપની મૈકફીએ ગઈ કાલે કહ્યું હતું કે પોતાના ચુટકુલા  અને અલગ કોમેડીથી દેશવાસીઓને મંત્રમુગ્ધ અને તેમના દિલમાં પોતાની જગ્યા બનાવી લેનાર કોમેડી કિંગ કપિલ શર્મા આ વર્ષે ઈન્ટરનેટ પર સૌથી વઘુ વાર સર્ચ સર્ચ થયેલા સેલીબ્રીટી બન્યા છે.આ સાથે જ સાઈબર અપરાધી અને ફેક વેબસાઈટ પર લોકોને આકર્ષિત કરવા માટે તેમના નામનો ઉપયોગ થઇ રહ્યો છે. મૈક્ફી ની વાર્ષિક સૂચિમાં આ વર્ષે ઈન્ટરનેટ પર સૌથી વઘુ વાર સર્ચ કરનાર સેલીબ્રીતીમાં કપિલ પહેલાં સ્થાન પર આવ્યો છે જયારે સલમાન બીજા અને આમીર ત્રીજા સ્થાન પર છે. મૈક્ફીએ કહ્યું કે સાઈબર અપરાધી ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓને ફર્જી વેબસાઈટ પર લાવવા માટે સેલીબ્રીટીનો ઉપયોગ કરે છે. આ વેબસાઈટનો મુખ્ય ઉદેશ વાયરસ નાખવા માટે અને ઈન્ટરનેટ યુઝર્સની વ્યક્તિગત જાણકારી મેળવવા માટે થાય છે.

મૈક્ફીએ પોતાના રીપોર્ટમાં જાહેર કર્યું કે કપિલ શર્માને નેટ પર ગોતટા લોકોને આવી ફર્જીવેબસાઈટ પર જવાની સંભાવના ૯.58 % છે. સલમાન ખાન અને આમીર ખાનને નેટ પર શોધતા આવી વેબસાઈટ પર પહોચવાની સંભાવના ક્રમશ : ૯.૦૩ અને ૮.૮૯ % છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.