Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડની આજુબાજુનો વિસ્તાર ખુબજ વિકસિત યેલ છે. જેી પુષ્કરધામ મેઈન રોડ પર વિશેષ સુવિધા મળે તે માટે કાલાવડ રોડ એ.જી. ચોકી  યુનિવર્સીટી રોડને જોડતા પુષ્કરધામ  મેઈન રોડ પર રૂ.૮૫ લાખના ખર્ચે બન્ને સાઈડમાં યુટીલીટી ડકટ સો પેવિંગ બ્લોક કામનો શુભારંભ મેયર બિનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, પ્રભારી માધવભાઈ દવે, મહામંત્રી પરેશભાઈ તન્ના, ઉપપ્રમુખ કિશોરભાઈ સોજીત્રા, ભાજપ અગ્રણી અશોકસિંહ જાડેજા તેમજ આ વિસ્તારના હરિભાઈ તારપરા, વિનુભાઈ સોળીયા, વિનુભાઈ ભૂત, ડો.કેતનભાઈ ત્રાંબડીયા, રોહિતભાઈ સાંગાણી, સવદાસભાઇ પરમાર, ચેતનાબેન શાહ, રસીલાબેન ત્રાંબડીયા વિગેરે સહિતના રહેવાસીઓ ઉપસ્તિ રહ્યાં હતા.

અંદાજીત ૧૨ થી ૧૫ ફૂટમાં પેવિંગ બ્લોક યુટીલીટી ડકટ સાથે નાખવામાં આવશે. યુટીલીટી ડકટના કારણે ભવિષ્યમાં અન્ય કોઈ લાઈન નાખવાની થાય તો રોડ ખોદવાની જરૂર નહિ પડે. આ ઉપરાંત પાર્કીગ વિગેરે માટે ઝીબ્રા કરવામાં આવશે. આ કામગીરી થતા પુષ્કરધામ મેઈન રોડનું બ્યુટીફીકેશનમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.