Abtak Media Google News

કેનેડા દેશના એડમેન્ટોન શહેરમાં યોજાયેલી કલાઈમેટ ચેન્જ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ભારત દેશમાંથી માત્ર રાજકોટ શહેરના મેયર ડો. જૈમન ઉપાધ્યાય ભાગ લઈ રહેલ છે. જેમાં કલાઈમેન્ટ ચેંજ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ગ્રુપ ચર્ચામાં ભાગ લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ રાજકોટ શહેરમાં લાઈમેટ ચેન્જ વિષયમાં લેવામાં આવેલા વિવિધ પગલાઓ વિશે માહિતી રજૂ કરી હતી મેયરએ વધુમાં જણાવેલ કે, કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરવાનાં રાજકોટના પ્રયાસોની આ વૈશ્ર્વિક મંચ પર પ્રસંશા કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે ૨૦૦૦ જેટલા ડેલીગેશન ઉપસ્થિત રહેલ હતા.

તેમણે વિશેષમાં ઉમેર્યું કે, રાજકોટ સને ૨૦૦૮થી ઈકલી જેવા ગ્લોબલ નેટવર્ક સાથે સંકળાયેલું છે. અને તેના પરિણામે રાજકોટને ટેકનીકલ સહાયતા મળતા સ્થાનિક સ્વરાજયની સંસ્થા રાજકોટ મહાનગરપાલીકાની ક્ષમતામાં વૃધ્ધિ થઈ છે. ઈકલીના સાથ સહકારથી રાજકોટ મહાનગરપાલીકાને વિશ્ર્વના અન્ય શહેરોનાં વિકાસ કાર્યો તેમજ રીસર્ચના અનુભવનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. ઉપરાંત સીટી એડમિનિસ્ટ્રેશનના ક્ષમતા વર્ધન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એનર્જી એફીશીયન્સીની દિશામાં વધુ અસરકારક કાર્ય કરવા માટે મહાનગરપાલીકાને પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહેલ છે.

રાજકોટ શહેર ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટ ફોર્મ પર રજીસ્ટર કરનારા ૨૪ શહેરો પૈકી એક છે.

રાજકોટ યુરિપોયન યુનિયન દ્વારા ફંડ પ્રાપ્ત પ્રમોટીંગ લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી ઈન ઈમજીંગ ઈકોનોમી ક્ધટ્રીઝનો ભાગ હતુ અને તેનું અમલીકરણ ભારતમાં ઈકલી અને યુ.એન. હેબીટાટ દ્વારા થયું હતુ.

રાજકોટ દુનિયાનાં એ છ શહેરોમાં સમાવિષ્ટ છે જેને સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ બિલ્ડીંગ એફિશિયન્સની એકસીલેરેટર પ્રોજેકટ અંતર્ગત ટેકનીકલ સહાયતા મળી રહી છે.

રાજકોટને યુ.એન.ઈ.પી. દ્વારા ડીસ્ટ્રીકટ એનર્જી સીસ્ટમ ઈન ઈન્ડિયા સિટિઝ પ્રોજેકટ અંતર્ગત ટેકનીકલ અને કેપેસીટી બિલ્ડીંગ માટે પણ સહયોગ ઉપલબ્ધ બની રહ્યો છે. સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો.ઓપરેશન દ્વારા ફંડ પ્રાપ્ત કેપેસીટીઝ પ્રોજેકટ મારફત સહાયતા મેળવી રહેલા ભારતનાં ૪ શહેરોમાં રાજકોટ પણ સમાવિષ્ટ છે.

ઉપરોકત તમામ પરીબળોનાં આધાર પર રાજકોટને ભારતનાં નેશનલ અર્થ અવર કેપીટલ ૨૦૧૬ એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.