Abtak Media Google News

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એસએસઆઈપી સેલ દ્વારા અવેરનેસ વર્કશોપ અને બુટ કેમ્પ યોજાયો

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ટુડન્ટ સ્ટાર્ટઅપ એન ઈનોવેશન પોલિસી સેલ દ્વારા સંલગ્ન તમામ કોલેજોના આચાર્યો અને એસએસઆઈપી કન્વીનર માટે અવેરનેસ વર્કપ ‘આવિષ્કાર’ તથા વિધાર્થીઓ માટે સ્ટાર્ટઅપ એન એપ્રેન્યોર બુટ કેમ્પ ‘ઈનોમંત્ર’ યોજાયો હતો. જેમાં આજના વિધાર્થીઓ ‘જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર’ (નોકર નહી પણ માલિક) બને અને નવા નવા આઈડીયાઝ-વિચારો-સંશોધનથી ઉદ્યોગ સાહસિક-મોટા બિઝનેસમેન- કોર્પોરેટ ચેઈનના માલિક બને તે બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. સરકારની સ્વર્ટઅપ અને ઈનોવૈશન પોલિસી અંતર્ગત વિધાર્થીઓ પોતાના આગવા વિચારો-આઈડીયાઝ અને બિઝનેસનો ક્યુચર પ્લાન રજુ કરી શરૂઆતના તબક્કે સરકાર પાસેથી બે લાખ રૂપિયાનો સહયોગ પ્રાપ્ત કરી શકે છે.

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.)ચેતનભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બને સેશનમાં નિષ્ણાંતો દ્વારા એન્ટ્રપ્રેન્યોરશીપ એન્ડ સ્ટાર્ટઅપ, ઈનોવેશન કલબ, પબ્લિક રીલેશન, ઈન્ડસ્ટ્રીયલ રીલેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ચારથી સાત દિવસનો સ્પેશ્યલ પ્રોગ્રામ, કઈ રીતે લાભાર્થી બની શકાય ? વિગેરે સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જૂનાગઢના ટાઉન હોલ ખાતે આશરે ૧૦% વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલ બપોર પછીના સેશન  સ્ટાર્ટઅપ એન્ડ એન્ટ્રપ્રેન્યોરશીપ બુટ કેમ્પમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ કહયું હતું કે “એકસલેન્સ હેઝ નો એકસકયુઝ અને આ જ ખરું સ્ટાર્ટઅપ છે. જીંદગીમાં વિનય, બુધ્ધિજીવી, સ્માર્ટ, મેચ્યોર અને કોઠાસુઝવાળા બનીને સંઘર્ષ કરવાથી ચોક્કસપણે સફળતા મળે છે.

બુટ કેમ્પના ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સ્વ.ધીરૂભાઈ અંબાણીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે આજના યુવાધન માટે કશું જ અશકય નથી. સરકારની એસએસઆઈપી પોલિસીથી ચોક્કસપણે દેશનો વિકાસ થશે તેવો વિશ્વાસ અંતમાં વ્યકત કર્યો હતો. કોઈ ઉપર આધાર રાખ્યા વગર સ્વતંત્ર રીતે કામ કરવા ઉપર ભાર મૂક્યો હતો.

ટેકનીકલ સેશનનાં મુખ્ય વકતા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયામાં જોડાવા કરતા સ્ટાર્ટઅપમાં જોડાવું ઉતમ છે. આજના જમાનામાં અનિવાર્ય એવું સ્ટાર્ટઅપ વિધાર્થીઓને નોકરીયાત નહીં પણ માલિક બનાવે છે. બુટ કેમ્પમાં અતિથિ તરીકે હાજર રહેલ અમદાવાદના માત્ર ૨૧ વર્ષના લાખોપતિ યુવાન યશ ભટ્ટ સ્ટાર્ટઅપના માધ્યમથી ભવિષ્ય ઉજજવળ બનાવવાના રસ્તા બતાવ્યા હતાં અને હાજર રહેલ વિધાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતાં.

દિપ પ્રાગટય તથા યુનિવર્સિટીગાનથી શરૂ થયેલ બુટ કેમ્પમાં હાજર રહેલ સૌ મહેમાનો તથા વિધાર્થીઓનું શાબ્દિક સ્વાગત ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ ડો.મયંક સોનીએ કર્યું હતું અને એસએસઆઈપી તથા બુટ કેમ્પ અંગેની માહિતી અને કાર્યક્રમની રૂપરેખા યુનિવર્સિટીના એસએસઆઈપી સેલના કો-ઓર્ડીનેટર ડો.મેહુલ દવેએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.