Abtak Media Google News

નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ આભાર માન્યો

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમજ વડાપ્રધાનનું આ સ્વપ્નુ સાકાર કરવા માટે પ્રતિમા નિર્માણનું ભવ્ય કાર્ય કરવા બદલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયર બીનાબેન આચાર્ય તથા ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા આ કામ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવેલ છે કે, ભારતની અખંડિતતા અને એકતાના શિલ્પી, લોખંડી પુરુષ અને હિંદુના સ્મારક તરીકે વિશ્ર્વ વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલ છે ત્યારે તેમનો ખુબ ખુબ આભારી છું. તેમજ સરદાર વલ્લભભાઈની આ પ્રતિમાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરી વિશ્ર્વને પ્રવાસન સ્થળની ભેટ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યકત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.