Abtak Media Google News

હાલ માયાનગરી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે ઘણા લોકોને આ સિઝનમાં ઘણી પરેશાની થઈ રહી છે. ત્યાનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પરંતુ શું તમે જાણો છો આ શેરની પૂરી કહાની ?તો ચાલો જાણીએ આ શહેર કેવી રીતે બન્યું.

આ 7 ટાપુને મળીને બન્યું છે મુંબઈ

1 છોટા કોલાવા

કોલાવાના ઉતરમાં સૌથી નાનું ભૂ ભાગ હતું. તેને અલ-ઓમની પણ કહેવામા આવે છે. કારણકે અહીના માછલીમારો માછલીની તલાશમાં ઓમાન સુધી આવતા હતા.

2- વરલી

વરલીનો ટાપુએ મુંબઇનો એ હિસ્સો છે જ્યાં આજે હાઝી અલીની દરગાહ છે. આ ટાપુ 1784માં જોડવામાં આવ્યું હતું.

3-માજ્ગાંવ

દક્ષિણ મુંબઇનો વઘુ હિસ્સો મજ્ગાંવનો જ છે. 17મી સદીના અંત સુધી માજ્ગાંવ મુંબઈ શહેરની શરૂઆત બની ગયો હતો.

4-પરેલ

ઈતિહાસકાર બતાવે છે કે 13મી સદીમાં આ ટાપુ રાજા ભીમદેવના કબઝમાં હતો. ત્યાર બાદ પુર્તગાલિયોના કબઝમાં આવ્યો આ ટાપુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે 1770માં બોમ્બે ગવર્નર વિલિયમ હર્નબીએ પોતાની રિહાહઇ અહી બનાવી.

5 કોલાવા

કોળવાનો મતલબ કોળી સમુદાયની જગ્યા. કોલી માછીમારોને કહેવામા આવે છે. કોળવાની પહેલા પુર્તગાલી તેને કંદિલ આઇલેન્ડ પણ કહેતા હતા.

6 –માહિમ

માહિમ મેજીમ અને મેજાન્બુ જેવા અનેક નામોથી પ્રચલિત છે. રાજા ભીમદેવના શાસનમાં આ ટાપુ તેમની રાજધાની હતો. ત્યાર બાદ મુસ્લિમ શાસકોએ ત્યાં કબ્જો કર્યો હતો. ત્યાર બાદ આ ટાપુને અંગ્રેઝોને સોપવામાં આવ્યો.

7- બોબ્બે ટાપુ

મુંબઈનું સૌથી જૂનો ટાપુ જેનો ઉલ્લેખ મૌર્યકાળના ઇતિહાસમાં પણ થયો છે. આજે આ ટાપુ ડોંગરી થી લઈને માલાબાર હિલ સુધી ફેલાયેલૂ છે.

Jpg 300817 024203આ ટાપુઓને જોડવાનું એક મેજર પ્રોજેકટ 1708માં સંભવ થયો. માહિમ અને સાયનની વચ્ચે એક કોજવે બનાવમાં આવ્યો કોજવે એટ્લે એક એવો રસ્તો જે પાણીની ઉપરથી થઈને બે ટાપુને જોડે. 1772માં સેંટ્રલ મૂંબઈમાં આવનારી બાઢની સમસ્યા થી બચવા માટે મહાલક્ષ્મી અને વરલીને જોડવામાં આવ્યો. આ કરીને સૌથી જૂનું અને ગેર કાનૂની કસ્ટ્રકશન પણ કહેવામા આવે છે જેના આરોપી તે સામના તત્કાલિન ગવર્નર વિલિયમ હર્નબીને માનવમાં આવે છે.

3660 300817 105910
હર્નબી વેલલાર્ડ

વિલિયમ હર્નબીએ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જેના અપ્રુવલ માટે એક ચિઠ્ઠી ઈંગ્લેન્ડમાં કંપની ડાયરેક્ટરને મોકલી હતી. વિલિયમને ઉમ્મીદ ન હતી કે તેમનો આ પ્રોજેક્ટને રિજેક્ટ કરવામાં આવશે. આ માટે તેમણે જવાબની રાહ જોયા વગર જ કામ શરૂ કર્યું હતું. અહી પ્રપોઝલ રિજેક્ટ થયું એ જવાબ એક વર્ષ પછી આવ્યો પરંતુ ત્યાં સુધી આ કોજવે બની ગયો હતો. હર્નબીના નામ પર આ કોજ્વેની નામ હર્નબી વેલલાર્ડ પણ રખાઇ ગયું હતું. ત્યાર બાદ વિલિયમને હર્નબી ને સજાના રૂપમાં તેમની નોકરીને છોડવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.