Abtak Media Google News

લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ ગુજરાત માધ્યમિક વિદ્યાલયમાં રાષ્ટ્રસંતની પધરામણી; દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા ભાવ અભિવ્યક્તિ સો ગુરૂદેવનું સ્વાગત કરાયું

જેમનો આપણાં પર ઉપકાર હોય, તેઓ ક્યારેય ભુલાવા ન જોઈએ આ ભવો સાથે દિલ્લી મહાનગરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ  મહારાજ સાહેબનું ૫ વર્ષ સુધી જ્યાં પ્રાથમિક અભ્યાસ થયેલ એવી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ ગુજરાત માધ્યમિક વિદ્યાલયમાં ૪૦ વર્ષ પછી ફરી એક વાર પરમ ગુરુદેવ આદિ ૩૮ સંત- સતીજીયોની પધરામણી થયેલ.

Whatsapp Image 2020 02 22 At 07.02.02

ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાપ્રભાવક ઉવસ્સગહર સ્તોત્રના મંત્રઘોષ પછી પરમ ગુરુદેવ એ ફરમાવ્યું કે, જે જીવનના પેહલા દિવસને યાદ રાખે, તે જીવનના અંતિમ દિવસ સુધી ક્યારેય ફેઈલ ન થાય. આજથી ૪૦ વર્ષ પેહલા વિદ્યાલયમાં જે લોકો હતા, તે આજે નથી. માટે ભગવાનએ કહ્યું કે, આપણે ક્યારેય સ્વયંને પેરમેનેન્ટ ન માનવું જોઈએ., ન કોઈ રૂપમાં, ન કોઈ પદમાં, ન કોઈ સ્થાનમાં. જે અનિત્યતાને ઓડખી સકે છે, તે જ નિત્યતા ને ઓડખી સકે છે. તમે કાયમ છો પણ તમારું, તમારું કાયમ નથી રહવાનું.જીવનના કોઈ પણ પાત્રને પરમેનન્ટ માનવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ

પરમ સંબોધીજી માં. સ., પરમ પવિત્રાજીમાં. સ, પરમ દિવ્યતાજી માં. સ, પરમ આત્મીયાજી માં. સ. દ્વારા જુગલબંદી પ્રસ્તુતિ અને પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરક પ્રવચન બાદ ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ પંડયા એ દિલ્લી ગુજરાતી સમાજના પરમ ગુરુદેવનો સ્વાગત કરીને ભાવ અભિવ્યક્તિ કરી હતી. દિલ્લી ગુજરાતી સમાજના અનેક કાર્ય-કારિણી, ટ્રસ્ટી અરવિંદભાઇ પોપટ, પ્રેસિડેન્ટ કૌશિકભાઈ પંડયા, સેક્રેટરી નિતિનભાઈ આચાર્ય, જૈન કોન્ફરન્સના  સુભાષભાઈ ઓસવાલ, શક્તી નગર જૈન સ્થાનકના અશોકભાઈ જૈન જેવા અનેક ભાવિકોની ઉપસ્થિતિમાં આંગડી પકડીને વિદ્યાલય લઈ જનારા પરમ ગુરુદેવના સંસારી મામાં, બીપીનભાઈ ઝોંસા ને ઉપકારક મનીને સમ્માનિત કરવામાં આવેલ. રાષ્ટ્રસંતને અભ્યાસ કરાવનાર વિદ્યાલયના ૪૦ વર્ષ પેહલાના આધ્યાપક, પંચાલ અને મહેન્દ્રને અહોભાવપૂર્વક સન્માન કર્યા બાદ તેમના ભવોની અભિવ્યક્તિ થયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.