માધાપરમાં પાણી પ્રશ્ને હાડમારી મહિલાઓનો કલેકટર કચેરીએ મોરચો

70

સોસાયટીના હજારથી વધુ લોકોને પાણીની સમસ્યાથી હાલાકી: પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવાની મજબુરી

માધાપરમાં ઉનાળો શરુ થાય તે પૂર્વે જ પાણીની હાડમારી જોવા મળી રહી છે. પાણીની સમસ્યાથી ચાર સોસાયટીના પાંચ હજારથી વધુ લોકોને હાલાકી  ભોગવવી પડી રહી છે. સ્થાનિકોને પૈસા ખર્ચીનેે ટેન્કર મંગાવવાની નોબત આવી છે. ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા મહિલાઓએ જીલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડીને આવેદન પાઠવ્યું હતું.

માધાપરની કૃષ્ણનગર સોસાયટી, વોરા સોસાયટી, સત્યમ શિવમ સુંદર સોસાયટી અને પરાશર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. આ વિસ્તારમાં પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાથી અહિ વસતા પાંચ હજાર જેટલા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે ગઇકાલે સ્થાનીકોએ રૂડા કચેરીમાં પણ રજુઆત કરી હતી. ત્યારબાદ આજે સ્થાનીક મહીલાઓના ટોળાએ જીલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડીને આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનીકોના જણાવ્યા મુજબ તેઓના વિસ્તારમાં પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાનાં કારણે તેઓને રૂ ૧૨૫ થી૧૫૦ ની કિંમતની પાણીની ટાંકી મંગાવી પડે છે. આ સાથે દોઢ કિમી દુર પાણીનો ટાંકો છે ત્થા મહીલાઓને પાણી ભરવા માટે જવુ પડે છે. સ્થાનીકોએ આ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન ચલાવવાની પણ તૈયારી બતાવી છે.

Loading...