Abtak Media Google News

બી પ્લાનીંગ અને બી આર્કની જેઈઈ માટે વિજ્ઞાન વિષય વગર ધો.૧૨ પાસ કરનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશ

ધો.૧૨માં ગણિત વિષયમાં અભ્યાસ કરનારા કોઈપણ પ્રવાહનાં ઉમેદવાર હવે સ્નાતક કક્ષાની જેઈઈ પ્રવેશ પરીક્ષા માટે બેસવાપાત્ર બનશે. જાન્યુઆરી-૨૦૨૦માં યોજાનારી સંયુકત પ્રવેશ પરીક્ષામાં રજુ કરવામાં આવનાર ઘણા મોટા ફેરફારોમાં આ એક ફેરફાર છે. ૨૦ વર્ષમાં પ્રથમ વખત જેઈઈ પસંદગી કરનાર તમામ ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિતની સાથો સાથ એન્જીનીયરીંગ, ડ્રોઈંગનાં પ્રશ્નો સંખ્યામાં ઘટાડો કરવામાં આવનાર છે. જેઈઈએ તમામ કેન્દ્રીય તકનિકી સંસ્થાઓ અને કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અને આઈઆઈટી જેઈઈ માટેની પાત્રતા પરીક્ષા છે. હવે ધો.૧૨માં ફકત ગણિત માટેનું માપદંડ જ ઘટાડવામાં આવ્યું છે. ઉપરાંત આગળ પ્રવેશવા માંગતા લોકોએ ડ્રોંઈગ વિષય લેવાની પણ જરૂર રહેશે નહીં જે ફકત આર્કિટેકચરનાં ઉમેદવારો જ ડ્રોઈંગ વિષય પસંદ કરશે. આ તમામ ફેરફારોને માનવ સંશાધન વિકાસ મંત્રાલયે એમએચઆરડીએ સોમવારે મંજુરી આપી હતી અને જેઈઇ મેઈન માટે નોંધણી આજથી શરૂ થશે.

જેઈઈનાં ૧૫ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, પ્રશ્ર્નોની સંખ્યા ઓછી કરવામાં આવી છે. અગાઉ એન્જીનીયરીંગ ઈચ્છુક લોકો ૩ પેપર ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર માટેનાં દરેક ૩૦ બહુવિત પસંદગીનાં પ્રશ્નો આપવામાં આવતા હતા હવેથી દરેક પેપરમાં ૨૫ પ્રશ્નો હશે જેમાં ૨૦ એમસીકયુ અને ૫ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનાં સંખ્યાત્મક મુલ્યવાળા પ્રશ્નો હશે. ગણિતનાં પેપરમાં ૨૫ પ્રશ્ર્નો જેમાં ૨૦ એમસીકયુ અને પ ઉદેશ્ય પ્રકારનાં પ્રશ્ર્નો હશે. ડ્રોઈંગનાં પેપરનાંપ્રશ્નો ૩ થી ઘટાડીને ૨ કરવામાં આવ્યા છે એમસીકયુ ફોરમેન્ટમાં ૫૦ ગુણની યોગ્યતા આધારીત પરીક્ષા લેવામાં આવશે.

જેઈઈ (મેઈન) માટે આગામી જાન્યુઆરી-એપ્રિલ ૨૦૨૦માં યોજાનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઢગલાબંધ બદલાવ કરવામાં આવશે. આજે એનટીએની સતાવાર વેબસાઈટ અપલોડ કરવામાં આવશે તેમ જનરલ ડિરેકટર વિનીત જોશીએ જણાવ્યું હતું. જેઈઈ (મેઈન) ૨૦૨૦ની પ્રથમ આવૃતિ ૬ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે અને બીજી જેઈઈ (મેઈન) ૩ એપ્રિલથી ૯ એપ્રિલ દરમિયાન યોજાશે અને આગામી જાન્યુઆરી પરીક્ષા માટે આજથી નોંધણી શરૂ થઈ ચુકી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.