Abtak Media Google News

મોરબીના પીપળી રોડ પર સિરામિક એકમમાં એક વર્ષની માસુમ બાળકી રમતા રમતા પાણીની ડોલમાં ડૂબી ગઈ હતી જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ સીસમ સિરામિક એકમમાં રહેતા મજુર પરિવારની એક વર્ષની સારિકા રાજુ નામની બાળકી સાંજના સમયે રમી રહેલ હોય અને તેની માતા કપડા ધોઈ રહી હોય બાળકી રમતા રમતા તે પાણી ની ડોલમાં ઘુસી જતા ડૂબી ગઈ હતી. બાદમાં તેની માતાએ બાળકીને ડોલમાંથી કાઢી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

પરંતુ સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા તાલુકા પોલીસના સબળસિંહ સોલકી સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.