Abtak Media Google News

વડોદરામાં કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો દાતાઓ તથા નગરજનો સૌ પોતાનાથી શકય તમામ મદદ માટે તૈયાર છે. તંત્રને યથાશકિત સહયોગ આપી રહ્યા છે. કોરોના સામેના જંગમાં પોલીસ પણ મહત્વની ફરજ અદા કરી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓને કોરોનાથી રક્ષણ મળી શકે તે માટે વડોદરાના શ્યામલ ગ્રુપના ચેરમેન અમિતભાઈ ટીલવાના હસ્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને એક હજાર માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે પત્રકાર સમાજ સેવક પ્રણવભાઈ શુકલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.