રંગીલા રાજકોટના યુવાઓના સેલ્ફીક્રેઝમાં માસ્ક નડતરરૂપ !!

રાજકોટવાસીઓ ઉત્સવપ્રિય સાથે તેની અલગ અદાથી ગુજરાત કે દેશભરમાં નોખા તરી આવે છે; યુવાવર્ગમાં સેલ્ફી ક્રેઝ પણ દિવસ ને દિવસે નવા લૂક સાથે વધ્યો!

રાજકોટનો યુવા વર્ગ માની રહ્યો છે કે પ્રસંગોને યાદગાર બનાવવા સેલ્ફી ઉપયોગી છે સારા ફોન સાથે ફોટામાં સર્જરી કરીને કંઈક નોખું અને અનોખસુ કરે છે

સમગ્ર વિશ્ર્વની સાથે આપણા દેશ અને ગુજરાત રાજયનાં દરેક શહેરોમાં અને આપણા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સેલ્ફીનો જબરો ક્રેઝ જોવા મળે છે. કોરોના મહામારીને કારણે માર્ચ ૨૦૨૦થીને સાથે શાળા કોલેજ પણ બંધ થતા સેલ્ફીના ક્રેઝમાં બ્રેક લાગી છે. સેલ્ફી ક્રેઝમાં હાલમાં યુવા વર્ગને માસ્ક બહુ જ નડતર રૂપ લાગે છે.

રાજકોટનાં યુવા વર્ગમાં સેલ્ફી ક્રેઝ ઘટતા મોબાઈલ કંપની પણ ચિંતિત છે. યુવા વર્ગ સારી આવકને કારણે મોંઘા સેલફોન ખરીદીને પોતાના યાદગાર પ્રસંગોને સેલ્ફી મારફતે કેદ કરતા હોય છે. પણ કોરોના ઈફેકટનાં પગલે બધામાં બ્રેક લાગી ગઈ છે.

આજના યુવા વર્ગમાં વારંવાર સેલ્ફીલઈને વધુ રૂપકડાં દેખાવાની બાબત મહત્વની બની છે. કેટલાક તો વધુ સુંદર દેખાવા વિવિધ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને એક બીજા સામેઆકર્ષણ ઉભુ કરે છે. યુવા વર્ગનાં આવા વધુ પડતા ક્રેઝને માનસિક રોગોના ડોકટર એક બીમારી તરીકે જોવે છે. સ્નેપચેટ-ફેસટયુન જેવી મોબાઈલ એપનો ઉપયોગ કરીને યુવા વર્ગ વધુને વધુ રૂપકડા બનીને ગ્રુપમાં શેર કરતા હંમેશા ઉત્સુક રહેતા જોવા મળે છે. એક બીજામાં વધુ સુંદર દેખાવાની સ્પર્ધા રાજકોટના યુવા વર્ગમાં વધી રહી છે. આજે નવરાશની પળોમાં ફોટાને એપ્સના એડિટીંગ મારફતે પોતાના લુકને વધારે શાનદાર બનાવવા માટે યુવા વર્ગ સતત કાર્યશીલ જોવા મળી રહ્યો છે. કેટલાક યુવા વર્ગનો ફેઈસટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ હાલ કોરોનાને કારણે તેમાં રૂકાવટ આવી છે. આજકાલ યુવા વર્ગ સેલિબ્રિટીની જેમ નહીં પણ પોતાની રીતે સારા દેખાવવા ઈચ્છુક રહેતા હોય છે. આજે સારા ફોનની બોલબાલા સાથે યુવા વર્ગમાં ઘેલછા જોવા મળી રહી છે. કોરોના મહામારી એ જીવન શૈલીમાં બદલાવ લાવ્યો છે. જેમાં યુવા વર્ગની ઘણી લાઈફ સ્ટાઈલમાં ‘રૂકાવટ’ આવી છે. રાજકોટના યુવા વર્ગો જેવી સેલ્ફીક્રેઝ કે અખતરા દેશમાં બીજે કયાંય જોવા મળતી નથી શહેરનો યુવા વર્ગ જીમ-સ્પા-કાફે-સેલ્ફી પોઈન્ટ હોટેલ્સ -ટી-પોસ્ટ અને ગાર્ડન જેવા વિવિધ સ્થળો એ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. યુવતીઓમાં પણ ચહેરાની સુંદરતા સાથે બ્યુટી શણગાર કર્યો હોય તે માસ્કને કારણે બીજાને બતાવી ન શકતા હવે તેમાં પણ થોડી ઢીલાશ જોવા મળી રહી છે.

Loading...