મસાબાએ નીનાને ગિફટ કરી !

299

૩૦ વર્ષીય ડિઝાઇનર મસાબા ગુપ્તાની સ્ટાઇલ બોલીવુડમાં લોકપ્રિય

પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ તેના ઇન્ટાગ્રામ ઉપર માતા-પુત્રીનો ખુબ જ સુંદર ફોટો ઇન્સ્ટ્રાગ્રામ ઉપર શેર કર્યો હતો. મસાબા ગુપ્તા ખુબ જ પ્રખ્યાત ફેશન ડીઝાઇનર તરીકે સિઘ્ધી મેળવી ચુકેલ છે. તેની ડિઝાઇન બોલ્ડ કલર્સ માટે જાણીતી છે. અને તે બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત છે. મસાબાએ પોસ્ટ કરેલ તસ્વીરમાં ‘મોમ’ એટલે કે માતા એટલું લખી કેપ્શન આપ્યું હતું.

આ ફોટોમાં સૌ પ્રથમ સેલીબ કમેન્ટ સોનલ કપુરની હતી. જેમાં તેણે મકાબાને લખ્યું હતું કે તમારી અણસાર માતા સાથે ખુબ જ મળતી આવે છે. આ ફોટાનું કેડીટ જોસેફ રાધીકને જાય છે. જે અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા જેવા સેલીબ્રીટીના વેડીંગ ફોટોગ્રાફર રહી ચુકયા છે. મકાબાએ આ ફોટો તેમના માતા અને વેટેશન એકટ્રેસને સર્મપિત કર્યો હતો. મસાબાના ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટ તેના જીવનની રસપૂર્વક ઘટનાઓનું મિક્ષણ હોય છે જેમાં તેની કેટલીક પોસ્ટમાં તેનો માતા નીતા ગુપ્તા સાથેનો પ્રેમ દર્શાયો છે.

જયારે મસાબા ૧૯ વર્ષની હતી ત્યારે તેમની માતા નીના ગુપ્તાના લગ્નની તસ્વીર તેણે શેર કરી હતી. મસાબા ગુપ્તાના ડિઝાઇનનું બોલીવુડ દિવાનું છે. આલીયા ભટ્ટ, સોનલ કપુર, મિરા રાજપુતે મસાબાનું ફેશન હાઉસનું લેબલ કર્યુ છે. તમને સોનલ કપુર, આલીયા ભટ્ટ, કરીના કપુર, કેટરીના કેફ અને અન્ટ સેલીબ્સના વોડરોલમાં પણ મસાબાનું કલેકશન જોવા મળશે.

Loading...