Abtak Media Google News

મારુતિ સુઝુકીની વર્તમાનની ગાડી સ્વિફ્ટ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય કાર છે. હવે આ એક અપડેટ મોડેલ છે જે 2018 માં ઓટો એક્સ્પોમાં બાર પાડવામાં આવશે. પરંતુ પહેલાથી જ ભારતની આ મોટી કાર કંપનીએ ગુપ્ત રીતે સ્વીફ્ટ લિમિટેડ એડિસન લોન્ચ કરી છે.

સ્વિફ્ટ સ્પેશિયલ એડિશન પેટ્રોલ વર્સનની કિંમત 5.45 લાખ રૂપિયા છે અને ડીઝલમાં 6.34 લાખ રૂપિયા રાખવામા આવી છે. આ એડિસનમાં પહેલાના મુકાબલે સુવિધાઓ અને કોસ્મેટિક અપગ્રેડ્સ આપ્યા છે. મારુતિએ સ્વિફ્ટ લિમિટેડ એડિસનમાં બલેનો, એગ્નિસ અને એસ ક્રોસમાં જે ટચસ્ક્રીન ઇકોસિસ્ટમ આપવામાં આવે છે તે આપવામાં આવ્યું છે.  અને સાથે સાથે જૉકી એપલ કારપ્લે  અને Android Auto સાથે બ્લુટુથ કનેક્ટિવિટી તો કરે જ છે.

લિમિટેડ એડિસનને બેઝ મોડેલ LXI / LDi અને મિડલ લેવલ VXI અને VDI મોડલની વચ્ચે રાખવામા આવ્યું છે. કંપનીએ આપેલ એડ મુજબ એકસ્ટ્રા બાસ સાથે સ્પીકર્સ અને કાર્પેટ મેટ્સ તરીકે એક્સ્ટ્રા સુવિધાઓ શામેલ છે. સ્વિફ્ટના નવા અવતારમાં ગ્રાહકોને બોનેટ, દરવાજા અને છત પર ડેકલ્સ જોવા મળશે. જ્યારે કેબિનને સીટ અને સ્ટિયરિંગ વ્હીલ સાથે મેચ કરી ત્યાર કરવામાં આવ્યું છે.

આમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.3 લિટર ડીઝલ એન્જિન છે. જ્યારે પેટ્રોલ એન્જિન લગભગ 83Bhp પાવર અને 115NM ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન 74Bhp પાવર અને ટોર્ક 190Nm જનરેટ કરે છે. સ્વિફ્ટ 5 સ્પીડ મેન્યુઅલ ગિયર સાથે ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.