Abtak Media Google News

નવી ડિઝલ અન્જિન કાર  પ્રતિ લિટર ૨૬.૮૫ કિલોમીટર ની માઈલેજ આપશે

જાણીતી અને ભારતમાં પ્રખ્યાત એવી મા‚તી સુઝુકીએ પોતાની નવી ૧.૫ લિટર ડીડીઆઈએસ અને ૨૨૫ ડિઝલ એન્જીન સાથેની મા‚તી સિયાઝ લોન્ચ કરી છે. જુના ૧.૩ લિટર ડિઝલ એન્જીન કરતા મા‚તી સુઝુકીનું નવું ડિઝલ એન્જીન વધુ શકિતશાળી છે. કંપનીએ નવી ડિઝલ એન્જીન મા‚તી સિયાઝની એકસ શો-રૂમ પ્રાઈઝ ૯.૯૭ લાખ રૂપિયાથી શરૂ થતી હોવાનું જાહેર કર્યું છે.

મારૂતી સુઝુકીનું નવું ડિઝલ એન્જીન ૪ હજાર એરએમપી ઉપર ૯૫ હોર્સ પાવર અને ૨.૨૫ એમએન પીકટોર્ક જનરેટ કરે છે જે ૧.૩ લિટર એન્જીનથી ૫ એચપી વધુ પાવર જનરેટ કરે છે. મારૂતી સિયાઝની નવી ડિઝાઈનની સ્પીડ ૬ ટ્રાન્સમિશનથી સજજ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે નવા ડિઝલ એન્જીનથી પ્રતિ કિલોમીટર ૨૬.૮૫ કિલોમીટરની માઈલેજ મળશે.નવા ડિઝલ એન્જીન ઉપરાંત નવી સિયાઝમાં કોઈપણ જાતના વિશેષ ફેરફારો નથી. મા‚તી મીડ સાઈઝ સિડેન કાર બજારમાં હ્યુન્ડાઈ, વેરના, હોન્ડાસિટી અને ટોયાટા જેવી શાનદાર કારને ટકકર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.