Abtak Media Google News

ચિંતા ન કરો… ભઈલા સુધી તમારી રાખડી અચૂક પહોંચશે

૨ ઓગષ્ટ સુધી ૨૫૦૦થી વધુ આઉટલેટ રાખડીની ડીલીવરી માટે રહેશે કાર્યરત: આ વર્ષે ઓનલાઈન બૂકિંગનો પ્રારંભ: ઘેરબેઠા પીકઅપ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ

રક્ષાબંધનને અનુલક્ષીને વિશેષ સુવિધા રક્ષાબંધનને અનુલક્ષીને રાખડીની ડીલીવરી માટે રવિવાર, તા. ૨-૮-૨૦૨૦ના રોજ ઓલ ઈન્ડિયાના ૫ સ્ટેટના ૫૦૦ થી વધુ આઉટલેટ રાખડીની ડીલીવરી માટે કાર્યરત રહેશે. પરિસ્થિતિ અને સમયમર્યાદાને લક્ષમાં લઈને રાખડીનું બુકીંગ વહેલાસર કરાવવા બહેનોને અપીલ છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રાખડીના તહેવાર રક્ષાબંધનને ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશ-વિદેશમાં વસતા પોતાના ભાઈ ને સમયસર, સલામત રાખડી પહોંચાડવા માટે મારૂતી કુરીયર સર્વિસ એકમાત્ર સર્વશ્રેષ્ઠ અને વિશ્વસનીય માધ્યમ છે.

૩૫ વર્ષની વિશ્વસનીયતાના કારણે રાખડીની ઝડપી ડીલીવરી માટે હંમેશાં મારૂતી કુરીયર સર્વિસીઝનું નામ બહેનોને કંઠસ્થ છે. મારૂતી તે કુરીયર સર્વિસનો પર્યાય છે અને તે સતત ૩૫ વર્ષથી કંપનીની લોકપ્રિયતાની સર્વોચ્ચ ચરમસીમા છે. મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક સમી રાખડીની ડીલીવરીને વ્યવસાય કરતાં વિશેષ મહત્ત્વ આપે છે. બહેનોના વિશ્વાસને મારૂતી કુરીયર સર્વિસ ટીમ આગામી રક્ષાબંધન દરમ્યાન પણ અચૂકપણે સાર્થક કરશે.

દેશભરના ૨૫ રાજ્યમાં ૨૫૦૦થી વધુ લોકેશનમાં સલામતીને લગતા તમામ નિયમો સોશીયલ ડીસ્ટન્સીંગ, સેનેટાઈઝેશન, માસ્ક ઉપરાંત ડિજીટલ ડીલીવરીના ચુસ્ત અમલ દ્વારા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી સાથે મારૂતી કુરીયર સર્વિસની ૧૦૦૦૦થી વધુની યુવા સંનિષ્ઠ અને કર્મયોધ્ધાઓની ટીમ રાખડીની ડીલીવરી માટે કટીબધ્ધ છે ત્યારે બહેનોને વિનંતી છે કે પરિસ્થિતિને અનુલક્ષીને વધુ ઝડપી અને સલામત ડીલીવરી માટે વહેલાસર રાખડી બુકીંગ કરાવીને નિશ્ચિત બને.

બહેનોને વિનામૂલ્ય સ્પેશિયલ રાખી એન્વલપની સુવિધા ઉપલબ્ધ છે. ટાઈમ બાઉન્ડ ડીલીવરી માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે. કંપનીએ રક્ષાબંધન નિમિત્તે રાખડીની સમયસર ડીલીવરી માટે વ્યવસાયથી વિશેષ જવાબદારી તરીકે સ્વીકારી છે અને બહેનોની વિશ્વસનીયતાને સતત ૩૫ વર્ષથી જાળવી રાખી છે.

મારૂતી કુરીયર સર્વિસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડીના ઓનલાઈન બુકિંગ માટેની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ સુવિધા હેઠળ બહેનો કંપનીની વેબસાઈટ www.shreemaruticourier.com દ્વારા રાખડી પીકઅપ માટે ઓનલાઈન રીક્વેસ્ટ દ્વારા રાખડીનું ઘરેબેઠા પીકઅપ અને ડીજીટલ પેમેન્ટ કરી શકશે. આ સુવિધા રક્ષાબંધનને અનુલક્ષીને બહેનોની સુવિધાને લક્ષમાં રાખીને પ્રારંભ કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે હેલ્પલાઈન નં. +૯૧ ૯૭૧૨ ૬૬૬ ૬૬૬નો સંપર્ક કરવો. મારૂતી કુરીયર સર્વિસીઝ કુરીયર ક્ષેત્રે સૌથી અગ્રેસર અને ૩૫ વર્ષનો યશસ્વી લેન્ડમાર્ક સર કરનાર ઈન્ડિયાની એકમાત્ર કુરીયર કંપની છે અને અધતન ટેકનોલોજી સાથે ઓનલાઈન બુકિંગ એન્ડ ડીઝીટલ ડીલીવરીના ગ્લોબલ ક્ધસેપ્ટ શરૂ કરવામાં અગ્રેસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.