Abtak Media Google News

જરૂરીયાતમંદ દર્દીઓની દર બુધવારે વિનામુલ્યે તપાસ, તો અનેક દર્દીઓની નજીવા દરે સારવાર-સર્જરી કરાઈે

તમામ વિભાગો અત્યંત આધુનિક અને મેડિકલ સાધનોથી સજ્જ

રાજકોટ માધાપર સ્થિત ક્રાઇસ્ટ હોસ્પિટલનો આજરોજ નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આજે ૧૫ જુન ૨૦૨૦ના રોજ હોસ્પિટલના આઠ વર્ષ પૂર્ણ થયેલ છે. આ આઠ વર્ષ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છની જનતા માટે કાસ્ટ હોસ્પિટલ આર્શીવાદ રૂપ સાબીત થયેલ છે. આજ થી આઠ વર્ષ પેહલા ક્રાઈસ્ટ હોસ્પિટલ લોકો માટે અર્પણ કરાઈ હતી. ત્યારથી આજ સુધી ક્રાઈસ્ટ હોસ્પિટલ માત્ર લોકો તેમજ સમાજને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની દિશામાં કામ કરી રહી છે. કાઇસ્ટ હોસ્પિટલ છેલ્લા આઠ વર્ષથી સફળતાના એક પછી એક પગથિયા પાર પાળી રહી છે. અત્યારે ક્રાઈસ્ટ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એક નામાંકિત અને ઉચ્ચકક્ષાની હોસ્પિટલ તરીકે ઓળખ બનાવી છે.

આઠ વર્ષ દરમ્યાન કાસ્ટ હોસ્પિટલ દ્વારા ઘણા બધા દર્દીઓની સંતોષકારક સારવ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર – કચ્છ જનતા માટે આ હોસ્પિટલ આર્શીવાદ રૂપ સાબિત થયેલ છે. સ્વાસ્થને લાગતી તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય એટલે કે કાઈસ્ટ હોસ્પિટલ. આ આઠ વર્ષ દરમ્યાન અસંખ્ય લોકોની સારવાર અને સેવા આ હોસ્પિટલમાં થયેલ છે. જરૂરીયાતમંદ દર્દીઓને દર બુધવારે વિનામૂલ્ય તપાસવામાં આવે છે તથા ઘણા દર્દીઓને નજીવા દરે સારવાર તેમજ સરી પણ કરી આપવામાં આવી છે.

કાઇસ્ટ હોસ્પિટલના આ આઠ વર્ષ દરમ્યાન મેડીકલ સારવારને લાગતા તમામ અનેક નવા વિભગો કાર્યરત થયેલ છે. આ તમામ વિભાગો અત્યંત આધુનિક અને તમામ પ્રકારના મેડીકલ સાધનોથી સજ્જ છે. હાલમાં કાસ્ટ હોસ્પિટલ ખાતે મેડીકલ વિભાગ, ક્રિટીકલ કેર વિભગ, ગાયનેક વિભાગ, ઓર્થોપડીક વિભાગ, સર્જરી તથા જોઈન્ટ રીપ્લેસમેન્ટનો વિભાગ, બાળકોના રોગના વિભાગ, રેડીયોલોજી વિભાગ, આંખનો વિભાગ, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ કાર્યરત છે. સુપર સ્પેશ્યાલીટી વિભાગો માં હદયરોગની સર્જરીનો વિભાગ, હદયરોગ વિભાગ અને ડાયલિસીસ વિભાગ કાર્યરત છે. તમામ સુપર સ્પેશ્યાલીટી વિભાગો કાર્યરત છે. આ ઉપરાંત ૨૪ ક્લાક ઇમર્જન્સી અને ટ્રોમાં વિભાગ ૫  કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ ક્રાઈસ્ટ હોસ્પિટલ ની સારવાર મેળવી છે અને સફળતા પૂર્વક તંદુરસ્ત થયા છે. કાઈસ્ટ હોસ્પિટલ દ્વારા લોકો ના હિત તેમજ સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ અત્યાર સુધી અસંખ્ય કેમ્પ તેમજ અવેરનેસ સેમિનાર નું આયોજન કરેલ છે.

કાઈટ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ ખાનગી કોવાડ હોસ્પિટલ જાહેર કરાવામાં આવી હતી . કાઈસ્ટ હોસ્પિટલ ગુજરાતમાં સરકારની યોજના હેઠળ કોરોનાની નિશુલ્ક સારવાર આપતી પ્રથમ હોસ્પિટલ છે. ક્રાઈસ્ટ હોસ્પિટલ હંમેશા કટોકટીના સમયે આગળ આવી સમાજ તથા સરકારશ્રીની સાથે મળીને સેવા કરતી આવી છે અને અત્યારે કોરોના કાળ સમયે પણ કાઈસ્ટ હોસ્પિટલ છેલ્લા ૯૦ દિવસથી કોરોનાથના દર્દી માટે ઉચ્ચકક્ષા અને ની:શુલ્ક મેડિકલ સેવા કરી રહી છે. આ સિવાય પણ કાઈસ્ટ હોસ્પિટલ હંમેશા સમાજના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ સાથે સંકળાયેલ છે અને વડાદપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવમાં એક મહત્વનો ફાળો આપી રહી છે. કાઈસ્ટ હોસ્પિટલના ડીરેક્ટર ફાધર જોમોન થોમન્ના કે જેઓ ક્રાઈસ્ટ હોસ્પિટલનું છેલ્લા ૮ વર્ષથી સફળ નેતૃત્વ કરતા આવ્યા છે, તેમને આજના દિવસે અસંખ્ય શુભેચ્છા મળી રહી છે અને તેઓ જણાવે છે કે કાઈસ્ટ હોસ્પિટલ અવિરત રીતે લોકોને સ્વસ્થ રાખવા માટે હંમેશા કાર્યરત રેહશે.

કાઈસ્ટ હોસ્પિટલના ભાગરૂપે કાઈસ્ટ હેલ્થ એકેડમી તથા કાઈસ્ટ કોલેજ ઓફ નર્સીગ પણ સફળતાના શિખરો ઉપલબ્ધ કરી રહી છે. આજે નવમાં વર્ષમાં મંગલ પ્રવેશે સૌરાષ્ટ્ર કચ્છના અનેક મહાનુભાવો હોસ્પિટલને શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.