Abtak Media Google News

ત્રણ વર્ષથી ચાલતા પ્રેમ સંબંધની પત્નીને જાણ થતા રિસામણે જતી રહી: પ્રેમિકાના ઘરે ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

શહેરના માકેર્ટીગ યાર્ડ નજીક આવેલા શ્રીરામ પાર્કમાં પરિણીત યુવત અને તેની પ્રેમીકાએ સજોડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા બંનેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. એક સંતાનના પિતા સાથે લગ્ન કરવાની યુવતીના પિતાએ ના કહેતા સવારે આત્મહત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઇ પરમાર નામના ૨૬ વર્ષના કોળી યુવાને શ્રીરામ પાર્કમાં રહેતી પ્રેમિકા સોનલ રવજીભાઇ ચૌહાણ નામની ૧૮ વર્ષની કોળી યુવતીના ઘરે બંનેએ ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

સોનલ ચૌહાણ ત્રણેક વર્ષ પહેલાં શિવાજીનગરમાં રહેતી હતી ત્યારે તેના પાડોશમાં રહેતા રાજેશ પરમાર સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સોનલ ચૌહાણ શ્રીરામ પાર્કમાં રહેવા જતી રહી હતી અને રાજેશ પરમારના ત્રણેક વર્ષ પહેલાં પુનિતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

રાજેશ પરમારને સોનલ ચૌહાણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની પુનિતાને જાણ થતા પુનિતા પોતાના પુત્ર સાથે દોઢેક વર્ષ પહેલાં રિસામણે પિયર જતી રહી હતી અને કોર્ટમાં એકાદ વર્ષ પહેલાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો.

આમ છતાં રાજેશ પરમાર અને સોનલ ચૌહાણ વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો અને બંને અવાર નવાર મળતા હતા. સોનલ ચૌહાણે પોતાના પિતા રવજીભાઇ ચૌહાણને પ્રેમી રાજેશ પરમાર સાથે લગ્ન કરાવી દેવા જણાવ્યું હતું ત્યારે તેને રાજેશ પરમાર પરિણીત હોવાનું એક સંતાનનો પિતા હોવાનું તેમજ તેની સામે તેની પત્નીએ કોર્ટમાં કેસ કર્યો હોવાથી લગ્ન ન થઇ શકે તેમ સમજાવ્યું હતું. રાજેશ પરમાર અને સોનલ ચૌહાણ વચ્ચે લગ્ન શક્ય ન હોવાથી સવારે રાજેશ પરમાર પોતાની પ્રેમિકા સોનલ ચૌહાણના ઘરે જઇ બંનેએ ઝેરી દવા પી લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે બંનેના પરિવારજનોએ કરેલા ક‚ણ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક રાજેશ પરમાર ઇમિટેશનનું કામ કરતો હોવાનું અને બે ભાઇ અને બે બહેનમાં વચ્ચેટ હોવાનું જ્યારે સોનલ ચૌહાણ એક ભાઇ અને બે બહેનમાં નાની હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.