Abtak Media Google News

ભાવાંતર યોજનાની લડાઇમાં સૌરાષ્ટ્રના યાર્ડ સતત બીજા દિવસે બંધ

રાજકોટ યાર્ડનો કરોડોનો વ્યવહાર ઠપ્પ

ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યા છે. સરકાર આ મુદ્દે આજે કોઇ વાટાધાટો નહિ કરે તો કાલથી ઉત્તર ગુજરાતના પણ તમામ યાર્ડ પણ બંધમાં સામેલ થશે અને કરોડોનો વ્યવહાર ઠપ્પ થશે.

સરકાર દર વર્ષે ૧પમી નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરે છે. ત્યારે આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે તેવી સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીની માગ છે. આ અંગે પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું છે કે હડતાલ અચોકકસની મુદત સુધી ચાલુ રહેશે.Dsc 5764 સરકારને અઠવાડીયા પૂર્વે આ અંગેનું અલ્ટિમેટમ અપાયું છે. અને જો આજે પણ સરકાર કોઇ વાટાધાટો નહિ કરે તો કાલથી ઉત્તર ગુજરાતના યાર્ડોએ પણ બંધમાં જોડાવાનો ટેકો જાહેર કર્યો છે. આ લડાઇથી માત્ર રાજકોટ યાર્ડનો જ આશરે ૪૦ કરોડનો વ્યવહાર ઠપ્પ થયો છે.

આ અંગે વિસ્તૃત જોઇએ તો સરકારે આગામી ચુંટણીને અનુલક્ષીને ગત વર્ષની જેમ જ મગફળી ખરીદીનું પુનરાવર્તન કરાવ માગે છે અને ગુજરાતના તમામ કેન્દ્રો પરથી રૂ ૧૦૦૦ ના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે.Dsc 5765આ માટે ઓનલાઇન નોંધણી પણ શરુ કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવારો નજીક આવતા હોય જેથી યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે. પરંતુ હરરાજી બંધ છે માત્ર રાજકોટમાં જ નહિ પરંતુ રાજયના તમામ સેન્ટરમાં ભાવાંતર યોજના ચાલુ થાય તેવી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિયેશનની માંગે છે.

વધુમાં એપીએમસીના જણાવ્યા મુજબ ખેડુતોની સુવિધા માટે સૌરાષ્ટ્રના અમુક યાર્ડ ગઇકાલે ચાલુ રહ્યા હતા. પરંતુ આજથી તમામ યાર્ડ સજજડ બંધ પાળશે આ ઉપરાંત સરદાર જયંતિની રજાની જાણ ખેડુતોને કરાઇ ન હોવાથી અમરેલી-જસદણ માર્કેટ યાર્ડમાં ગઇકાલે હરરાજી ચાલુ રહી હતી.Dsc 5771આગામી દિવાળીના તહેવારોને જોતાં હડતાળને પગલે કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ થવાનું જણાઇ રહ્યું છે. જેથી ખેડુતો- વેપારીઓની રજાની મજા બગડશે અને બજારમાં નાણા નહિ આવે તો મંદી મોંધવારીના માહોલમા ઉમેરો થવાની શકયતા રહેશે

પડધરી, ધોરાજી અને કોટડા સાંગાણીમાં સ્ટાફનો અભાવે નોંધણી પ્રક્રિયા ઠપ્પ

રાજકોટ જીલ્લા સહીત રાજયભરમાં ગઇકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા શરુ થઇ છે. આ નોંધણી પ્રક્રિયાના પ્રથમ દિવસે જ અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં રાજકોટ જીલ્લાના પડધરી, ધોરાજી અને કોટડા સાંગાણી તાલુકામાં સ્ટાફના અભાવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ જ ન થતાં ખેડુતોએ દેકારો બોલાવ્યો હતો.

રાજકોટ જીલ્લાનાં ત્રણ તાલુકાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં પણ આવી જ ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં અમુક  સેન્ટરોમાં કનેકટીવીટીનાં ધાંધીયા તો અમુક સેન્ટરોમાં સ્ટાફનો અભાવ જોવા મળ્યો હતો. તંત્રના વાંકે પ્રથમ દિવસે જ ટેકાના ભાવે પોતાની મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા આવેલા ખેડુતોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.