Abtak Media Google News

નિફટીએ પણ ૧૦,૦૦૦નું લેવલ તોડતા રોકાણકારોમાં ફફડાટ

વૈશ્ર્વિક રાહે શેરબજારમાં મંદીની સુનામી ભારતના શેરબજાર સુધી પહોંચી છે. આજે અપેક્ષાનુસાર બજાર નીચે ગેપમાં ખુલ્યા બાદ વધુ ગગડયું હતું અને ૪૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

સવારી જ મેટલ, રીયલ્ટી અને બેંક તેમજ કેપીટલ ગુડ્ઝ સેકટરમાં ધુમ લેવાલી જોવા મળી હતી. સવારે ૯:૫૦ કલાકે બીએસઈ સેન્સેકટ ૪૧૨ પોઈન્ટના ઘટાડા સો ટ્રેડ ઈ રહ્યો હતો. આ ઉપરાંત નિફટીએ પણ ૧૦,૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે અમેરિકા અને અન્ય વિકાસસીલ દેશો વચ્ચે ટ્રેડ વોર ભડકવાના ભયી ડાઉ જોન્શનમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેની અસર એશીયાના માર્કેટ પર પણ પડી હતી. પરિણામે આજે ભારતીય શેરબજાર ગગડયું છે. બીએસઈ મીડકેપ અને બીએસઈ સ્મોલકેપ પણ અનુક્રમે ૧.૭૦ ટકા અને ૧.૯૦ ટકા ઘટીને ટ્રેડ ઈ રહ્યાં હતા. ટ્રેડ વોરી ગ્લોબલ બજારમાં કોહરામ મચી જવા પામ્યો હતો. નિફટી ૧૦,૦૦૦ના મહત્વના સ્તરની નીચે લપસી ગયો છે. જયારે સેન્સેકસ પણ ૩૩,૦૦૦ની સપાટીી નીચે પહોંચ્યો છે.

હાલમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્ષ સેન્સેકસમાં ૧.૩ ટકાનો ઘટાડો જોવાઈ રહ્યો છે. હિન્દાલકો, યશ બેંક, ટાટા સ્ટીલ, વેદાન્તા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ટાટા મોટર્સ અને ડીવીઆર સહિતના શેરમાં ૨.૨ થી ૪.૩ ટકા સુધીનો કડાકો બોલી ગયો છે. તમામ શેર એક સમયે રેડ ઝોનમાં ટ્રેડ ઈ રહ્યાં હતા. ત્યારબાદ બજારમાં રીકવરી શે તેવી આશા રોકાણકારો વ્યકત કરી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.