માર્કેટ બજેટ પહેલા ઝટકા ખાઇ છે!

344
market-budget-is-ticking-before
market-budget-is-ticking-before

સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા: રૂપિયામાં જોવા મળી 8 પૈસાની તેજી

શેરબજાર હંમેશા સરકારની નીતિ ઉપર જ મહદઅંશે આધારીત રહેતું હોય છે. સરકારની કોઈપણ નીતિ સેન્સેકસને અસરકારક રહે છે. ઉદાહરણ તરીકે જો રિલાયન્સનાં ધીરૂભાઈ અંબાણીને છીંક આવે તો સેન્સેકસમાં ફેરબદલ જોવા મળે છે એટલે કહી શકાય કે સરકાર કોઈપણ નીતિનું ગઠન કરે કે નવી નીતિ લાગુ કરે તો તેનાથી શેરબજારને પૂર્ણત: અસર થતી જોવા મળે છે.

મોદી સરકાર જે રીતે નાણા મંત્રાલયની સાથે રહી નવી નીતિઓને અમલી બનાવી રહ્યું છે તેને જોતાં શેરબજારમાં પણ તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણા મંત્રાલયનાં તમામ પાંચ વિભાગો સાથે બેઠકમાં જે રીતે નિર્ણય લેવામાં આવ્યા હતા તેનાથી શેરબજારને ઘણી ખરી અસર પણ પહોંચી હતી.

મોદી સરકાર દ્વારા 10 લાખથી વધુની રોકડ ઉપર જે સેસ લગાવવાનો નિર્ણય લીધો છે તે પણ માર્કેટને અસરકારક સાબિત થયો હતો. સરકાર હાલ ખર્ચ એટલે કે એકસપેન્ડીચર ઉ5ર કઈ રીતે રોક મુકવી તે અંગે પણ ખુબ જ મકકમ છે અને તે દિશામાં યોગ્ય પગલા પણ લઈ રહ્યું છે. દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે સરકારને નાણા પણ એટલા જ જોઈતા હોય છે ત્યારે જે પ્રકારની નવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે તે જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે અનેકવિધ લોકોનાં ખીસ્સા પણ ખંખેરવામાં આવશે ત્યારે સરકારની એક નાની યોજના પણ શેરબજારમાં ઉછાળો લાવી શકે છે અથવા તો તેમાં મંદી લાવવા માટે પણ એટલું જ જવાબદાર છે. હાલ જે રીતે રોકાણકારોની 2 લાખ કરોડ રૂપિયાની સંપતિને જે માઠી અસર પહોંચી છે તેનું મુખ્ય કારણ પણ શેરબજાર જ માનવામાં આવે છે ત્યારે આજનાં દિવસે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા જેમાં રૂપિયામાં પણ 8 પૈસાની તેજી જોવા મળી હતી.

છેલ્લાં ચાર દિવસની મંદીની ચાલ પર જો નજર કેન્દ્રીત કરવામાં આવે તો સેન્સેકસ 989 પોઈન્ટ ડાઉન થયું હતું ત્યારે ગઈકાલે સેન્સેકસ જયારે 491 પોઈન્ટ નીચું ગયું હતું તેનાં કારણે એમકેપમાં 2 લાખ કરોડનું ધોવાણ પણ થયું હોવાનું સામે આવ્યું હતું. બીએસી સેન્સેકસ 491.28 પોઈન્ટનાં કડાકા સાથે 39,000ની સપાટી તોડી 38,960.79 પોઈન્ટે બંધ રહ્યો હતો પરંતુ આજ સવારે સેન્સેકસ ગ્રીન ઝોનમાં ખુલતા એક આશા પણ રોકાણકારોમાં જોવા મળી હતી. વિશેષરૂપે વાત કરવામાં આવે તો જે રીતે ભારતે સ્ટીલ અને એલ્યુમીનીયમ સહિતનાં મેટલ અને કોમોડીટી ઉપર ડયુટી લાદી હોવાનાં કારણે લાગતા સેગમેન્ટોમાં નેગેટીવ ઈન્ફેકટ જોવા મળી હતી. જેમાં ક્રુડની કિંમતમાં ભારે ઉતાર-ચઢાવ ચોમાસું ડામાડોળ થવાની દહેશત અને સ્થાનિક શેરબજારોમાં એફઆઈઆઈની સતત વહેચવાલી, ડોલર સામે રૂપિયામાં રકાશ સહિતનાં સંખ્યાબંધ કારણો પાછળ સેન્સેકસ એક તબકકે 542 પોઈન્ટ ઘટયો હતો. બીએસીમાં 1879 કંપનીનાં શેરોનાં ભાવ ઘટયા હતા જયારે 385 જેટલી કંપનીનાં શેરોનાં ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો હતો તથા 131 એવી કંપનીઓનાં શેર કે જેમાં સહેજ પણ તેજી કે મંદી જોવા મળી ન હતી.

ઓઈલ પ્રોડકટને જીએસટીનાં  દાયરામાં નહીં સમાવાય!

ઓઈલ પ્રોડકટને જીએસટીમાં સમાવવાની વધતી જતી માંગનાં કારણે સરકારે સ્પષ્ટ વલણ દાખવી જણાવ્યું હતું કે, ઓઈલ પ્રોડકટોને જીએસટી એટલે કે ઈનડાયરેક ટેકસીસમાં નહીં સમાવવામાં આવે. માત્ર ઓઈલ પ્રોડકટ નહીં પરંતુ એવીએશન ક્ષેત્રને પણ જીએસટીમાં સમાવવાની માંગ દિન-પ્રતિદિન વધતી જઈ રહી હતી પરંતુ સરકારે આ મુદ્દે પણ પૂર્ણવિરામ મુકયો હતો. પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ કેન્દ્ર સરકારને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, તેઓનાં ક્ષેત્રને જીએસટીનો લાભ નથી મળી રહ્યો અને તેઓ ઈનપુટ ક્રેડીટ ટેકસને પણ તેઓ કલેઈમ નથી કરી શકતા. માત્રને માત્ર તેઓ ત્યારે જ ઈનપુટ ટેકસ ક્રેડીટને કલેઈમ કરી શકે છે જયારે એક પ્રોડકટને પહેલેથી છેલ્લે સુધીનાં ખર્ચમાં જીએસટી ભરવામાં આવે ત્યારે પરંતુ પૂર્ણત: શકય બની શકે તેમ નથી. જીએસટી પર ઘણી ચીજ-વસ્તુઓનું અંકુશ પણ જોવા મળે છે જેમાં રીયલ એસ્ટેટ પર સ્ટેમ્પ ડયુટી આલ્કોહોલ તથા પેટ્રોલિયમ પ્રોડકટ પર એકસાઈઝ આ તમામ એવી ચીજ-વસ્તુઓ છે કે જે જીએસટીને અમલી બનાવ્યા બાદ તેનું નિયંત્રણ જીએસટી કાઉન્સીલ પર રહ્યું હોય.

Loading...