સોમનાથની દરિયાઇ સુરક્ષા માટે મરીન કમાન્ડો દ્વારા બાજ નજર

ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયા કાંઠાની સુરક્ષાને લઇને સરકાર તરફથી શ્રેણીબધ્ધ પગલાઓ લેવાઇ રહ્યા છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા અને દરિયાઇ સરહદ ઉપર આવેલા  સુપ્રસિધ્ધ વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર માટે ખાસ કરીને ટાસ્કફોર્સ ચુનંદા જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે.

૧ ડીવાયએસપી, ૧ પીઆઇ, ૪ કનિદૈ લાકિઅ પીએસઆઇ સહિત રપ  જેટલા ચપળતા, ર્સ્ફુતિ, સર્તકતા અને સાવઝ જેવી ર્સ્ફુતિ ધરાવતા જવાનો રાઉન્ડ-ધ-કલોક સોમનાથ મંદિર સુરક્ષા માટે મહત્વના પોઇન્ટો  ઉપર ખડેપગે બાજ નજર રાખી રહ્યા છે.

ભાગૌલિક રીતે સોમનાથ મંદિર દરિયાઇ સરહદ જેવા જ તટે આવેલું હોઇ તેમજ ૩૭૦મી કલમ હટાવ્યા બાદ સમુદ્ર માર્ગે સંભવીત આવનાર ખતરા અને પડકારોનો સામનો કરવા રાખવી જોઇતી તમામ સુસજ્જતા સાથે ફૂટ પેટ્રોલિંગ – રીફ્રેસર કોર્સ તેમજ દરિયાઇ નેવીની આકરી તાલીમબધ્ધતા પામેલ સોમનાથ મંદિર અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ફરજ બજાવી રાષ્ટ્ર સુરક્ષામાં યોગદાન આપી રહ્યા છે.

Loading...