Abtak Media Google News

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

અંગ્રેજ સરકારે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુમાટે ફાંસીની સજા તા. 24-3-1931ના રોજ નક્કી કરી હતી. એ વખતે આ ત્રણે દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતા.ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેના પરિવાર સહીત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા.મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઇ ગયા અનેમંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઇને બેઠેલા લોકોને કોઇ જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા તા.23-3-1931ના સાંજના સમયે ફાંસીના માચડે લટકાવી દીધા.જેલમાં પાછલી દિવાલમાં બાકોરુપાડી ત્રણેના મૃતદેહોને સતલુજ નદીના કાંઠેહુસેનીવાલા ગામ પાસે સળગાવી દીધા.

પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહી ગયા.આ બધી નાલાયકી મોહમદખાન નામના એકવોર્ડનની હતી.1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ,લાહોર જેલ ને તોડીને ત્યા શાદમાનનામની અતી ભવ્ય સોસાયટી બનાવવામાંઆવી જ્યાં ત્રણેનરબંકાઓને ફાંસી અપાયેલી હતી તેફાંસીનો માચડો યથાવત રાખ્યો હતો અનેસર્કલમાં બરાબર વચ્ચે આવે એ રીતે જરાખ્યો હતો. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાનપોતાના સૌથી મોટા હરીફ અને દુશ્મનગણતા એવા રઝા અહેમદ કાસુરીનેપતાવી દેવા માંગતા હતા આ માટે પ્રોફેશનલ કીલરને રાખવામાં આવેલા.આ પ્રોફેશનલ કીલર રઝા અહેમદ કાસુરીની ગતિવિધીઓ પર નજર રાખતા હતા.તેઓએ જોયુ કે રઝા અહેમદ કાસુરી નિયમિત રીતેશાદમાન સોયાયટીના પેલા સર્કલ( જ્યાં ત્રણે શહિદોને ફાંસી આપી હતી) પાસેથી નિકળે છે અનેકારમાં ડાબી બાજુ પર બેસે છે.

કાસુરીને મારવા માટેનો દિવસ નક્કી થયો એ દિવસહતો 23-3-1974.સવારના 9.30ની આસપાસ કાસુરીની કારત્યાથી પસાર થઇ અને પાછલી સીટ પરડાબી બાજુ બેઠેલી વ્યકતિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. ડાબી બાજુ પરબેઠેલી વ્યક્તિ વિંધાય ગઇ અને મૃત્યું પામી. પણ આજે એવું બન્યું કે કાસુરી એકારમાં બેસવાની જગા બદલી હતી એટલે એબચી ગયા અને કારમાં કાસુરીની જગાએ બેઠેલો બીચારો સાવ નિર્દોષ માણસ મરી ગયોઆ નિર્દોષ માણસ એટલ 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુને એના માતાપિતાનેમળવા પણ ન દેવામાં આવ્યા અને એક દિવસવહેલા ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા તેમોહમદખાનનો જએકનો એક દિકરોમિત્રો , તારીખ પણ એ જ હતી અને સ્થળ પણએ જ હતું કુદરતે પોતાનું કામ કર્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.