Abtak Media Google News

“૧૯:૫૫ કલાકે વર્ધી પાસ તી હતી કે કોન્સ્ટેબલ રતનસિંહે નવ નંગ હેન્ડ ગ્રેનેડ ટીયરગેસના છોડેલ છે, ફોજદાર રાઠોડે બે રાઉન્ડ ગોળીબાર તા ફોજદાર ચૌધરીએ ચાર રાઉન્ડ ગોળીબાર અને ફોજદાર શેખાવતે ચાર રાઉન્ડ ગોળીબાર કરેલા છે !

ઉનાવા ખાતે રાહત છાવણીમાં લઘુમતીના લોકોને મકતુપુર અને ઉંઝાથી પોલીસે સ્થળાંતર કરાવતા; ઉનાવા તથા આજુબાજુના ગામડાઓમાંથી બહુમતી કોમના સશસ્ત્ર ટોળાઓએ બહુ મોટા પાયે હુમલો કરી દેતા પોલીસ દળ પણ હુમલો ખાળવા માટે જીવ સટોસટના પ્રયત્ન કરી બંદોબસ્ત કરી રહેલ હતુ.

પ્રથમ પેન્થરસરે બે રાઉન્ડ ફાયર કર્યા અને ઉનાવામાં કફર્યુ લાદયો તેમ છતા આક્રમણ ચાલુ જ રહેતા ઉંઝાથી પીઆઈ જયદેવે ઉનાવા માટે રવાના કરેલ ક્રાઈમ સેક્ધડ મોબાઈલના ફોજદાર રાઠોડે ઉનાવા પહોંચીને તુર્તજ કલાક ૧૬/૫૫ વાગ્યે પ્રથમ છ હેન્ડ ગ્રેનેડ અને તે પછી ચાર રાઉન્ડ સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર કરેલા.

કલાક ૧૭/૦૦ વાગ્યે વિસનગર પોલીસ સ્ટેશનથી પોલીસવડાની ઉંઝાને વર્ધી પસાર થતી હતી કે ઉનાવા માટે એક પી.આઈ બે વાહન તથા દસ જવાનો રવાના કરેલ છે. જે વર્ધી ઉંઝાએ ઉનાવાને આપી.

Patto Ban Labs 1

આ દરમ્યાન જયદેવે ઉંઝા પહોંચીને બંદોબસ્ત માટે જરૂરી વધારે ખાનગી વાહનો રીકવીજીટ કરી પોલીસ સ્ટેશનમાં રખાવીને પી.એસ.ઓ.ને સુચના કરી કે જરૂરીયાત મુજબ વાહનો ઉનાવા મોકલવાનું જણાવી તે ઉંઝાનો રેલ્વે સ્ટેશન પાસેનો ઝુંપડ પટ્ટી વિસ્તાર કે જયાંથી તેણે ક્રાંઈમ ફોજદાર રાઠોડને ઉનાવા રવાના થવા વર્ધી આપેલ તે જગ્યાએ પહોંચીને જોયુ તો બહુમતી ટોળાએ ઝુંપડ પટ્ટી ઉપર હુમલો કરી દીધો હતો જેથી જયદેવે કલાક ૧૭/૦૨ આ ટોળાઓને વિખેરવા અશ્રુવાયુના બે હેન્ડગ્રેનેડ તેમની ઉપર છોડયા. તેમ છતા ટોળાએ ભાગતા ભાગતા પણ અમુક ઝુંપડાઓને તો આગ લગાડી જ દીધી હતી.

કલાક ૧૭/૦૨ વાગ્યે ક્રાઈમ સેક્ધડના ફોજદાર રાઠોડે ફરીથી વર્ધી આપી કે પોઈન્ટ થ્રી નોટ થ્રી રાયફલમાંથી બે રાઉન્ડ ફાયર કરેલ છે.

કલાક ૧૭/૪૦ વાગ્યે એ.ટી.એસ ના ફોજદાર પટેલે ઉંઝાને વર્ધી આપી કે તેમના પો.કોન્સ્ટેબલ વિરમ ભાઈએ તેમની સુુચનાથી સુરપુરા રોડ ઉપર થ્રી નોટ થ્રી રાયફલમાંથી ૬(છ) રાઉન્ડ હવામાં ફાયર કરેલ છે અને કાઈ જાનહાની થયેલ નથી. જે વર્ધી ઉંઝાએ મહેસાણા કંટ્રોલ રૂમને આપી.

કલાક ૧૭/૫૮ વાગ્યે ઉંઝા પી.એસ.ઓ એ પેન્થરસરને વર્ધી મોકલી કે એક પીઆઈ અને પાંચ એસ.આર.પી. ના જવાનો ઉનાવા માટે રીકવીજીટ કરેલ વાહનમાં મોકલી આપેલ છે.

કલાક ૧૮/૨૦ વાગ્યે મહેસાણા કંટ્રોલની ઉંઝાને વર્ધી આવી કે પોલીસ સ્ટેશનમાં જેટલા પણ વાહનો રીકવીજીટ કરવાની જરૂરત હોય તેટલા રીકવીજીટ કરી કંટ્રોલને જાણ કરવી. જો કે જયદેવે તો આ મેસેજ પહેલા જ ખાનગી વાહનો રીકવીજીટ કરવાની શરૂઆત કરી દીધી હતી.

કલાક ૧૮/૫૫ વાગ્યે ઉમીયા માતા ચોકમાં બંદોબસ્ત માટે ઉભેલા ફોજદાર ગોસ્વામીએ તેમના રાયડરના વોકીટોકી સેટ ઉપરથી વર્ધી આપી કે ઉંઝાવન મોબાઈલ લઈને પીઆઈ સાહેબ તાત્કાલીક ઉમીયા માતા ચોકમાં આવી જાય.

જયદેવ હજુ રેલ્વે સ્ટેશનમાં ઝુંપડ પટ્ટી વિસ્તારમાં હતો પરંતુ આ વર્ધી મળતા કાંઈક ગંભીર બાબત હોય તો જ ફોજદાર ગોસ્વામીએ બોલાવેલ હોય તેમ અનુમાન કરી તે ઉમીયા માતા ચોકમાં આવ્યો. હાજર ફોજદાર ગોસ્વામીએ જણાવ્યુ કે ઉમીયા માતામાં કેમ્પ કરી રેહેલા ડેપ્યુટી કલેકટર સાહેબને ઉનાવા જવુ છે પરંતુ આ સળગતા માહોલમાં ઉનાવા એકલા કેમ જવુ તેથી  તમને ઉનાવા સુધી લઈ જવા માટે મને બોલાવવાનું કહેતા તમને બોલાવેલ છે.

આ દરમ્યાન જ કલાક ૧૯/૦૦ વાગ્યે ઉનાવાથી પેન્થરસરની વર્ધી આવી કે અહિ આગ લગાડવાના બનાવો બનેલ હોઈ ઉંઝાથી ફાયર ફાયટર મોકલી આપવા આ વર્ધીની જાણ ઓપરેટરે જયદેવને કરતા તેણે ફાયર ફાયટરને રવાના કરવાની તજવીજ તો શરૂ કરી જ પણ વધુમાં તેને ખ્યાલ હતો જ કે આજે ઉનાવા ખાતે પોલીસ સવારથી જ ખાધા પીધા વગર લડી રહેલ છે અને આમને આમ કેટલો સમય યુધ્ધમાં જ રહેવુ પડે તેનું કાંઈ નકકી ન હતુ. તેથી જયદેવે પોતાની રીતે પચાસ વ્યકિતઓને પુરા પાડી શકાય તેટલા ફુડ પેકેટ અને પાણીના પાઉચ ની વ્યવસ્થા કરી કલાક ૨૨/૦૦ વાગ્યા સુધીમાં ઉનાવા પહોંચે તેવી સુચનાઓ કરી વ્યવસ્થા ગોઠવી દીધી.

કલાક ૧૯/૦૫ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝાને વર્ધી આપી કે ઉનાવા ખાતે મામુશાહ દરગાહ ને કોઈ નુકસાન અને તોડફોડ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જેની વર્ધી ઉંઝાએ પેન્થરસર ને આપી. આમ તો પોલીસ છેલ્લા અઢી દિવસથી કાયદો અને વ્યવસ્થા જ જાળવતી હતી. કાંઈ હજામત તો કરાવતી ન હતી ? પરંતુ આ તો એવુ છે કે કંટ્રોલને કોઈ ટેલીફોનથી જાણ કરે એટલે કંટ્રોલ તેની જાણ જે તે થાણા વિસ્તારમાં ના જવાબદાર અધિકારીને આપી દે કે જો કોઈ બાબત ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં રાખે અને તેમની જવાબદારી પુરી થાય !

કલાક ૧૯/૦૭ વાગ્યે ઉનાવાથી ઉંઝા સેક્ધડ મોબાઈલના ફોજદાર ચૌધરીએ ઉંઝાને વર્ધી આપી કે સુરપુરા રોડ ઉપર આગ ચાંપવાના અને તોડફોડના બનાવો બનેલ હોઈ આ બાબતની જાણ પીઆઈ સાહેબ(જયદેવ) ને કરો. આથી ઓપરેટરે આ વર્ધી જયદેવને આપી.

અત્યાર સુધીના સમયમાં જે કોઈ મુશ્કેલીમાં હોય કે વિકટ સંજોગોનો સામનો કરતા હતા તે તમામ જયદેવ પાસે જ કાંઈક અપેક્ષા રાખતા હતા કે તે આવીને કાંઈક કરે અને જયદેવ પણ જે વર્ધી મળે ત્યાં પહોંચી જ જતો હતો. જો કે જયદેવ કોઈ સુપરમેન તો હતો નહિ; એક સામાન્ય વ્યકિત જ હતો પણ તેનો સ્વભાવ એવો કે જે કોઈ મદદ કે સલાહ માગે તો આપવી જ અને મદદરૂપ થવા પ્રયત્ન પણ કરવો. તે પ્રમાણે આ ફોજદાર ચૌધરીનો સાંકેતીક સંદેશો તેને મળતા જયદેવને થયુ કે આ મરદ ફોજદાર ચૌધરીનો સાંકેતીક સંદેશો નામ જોગ બોલાવવાનો કાંઈક મુશ્કેલી સુચવે છે આથી ભલે હવે ઉંઝા, દાસજ, ભાંખર રેઢા રહે  પોતાની જવાબદારીએ  પણ હવે તેની પાસે જવુ જ જોઈએ; વળી ડેપ્યુટી કલેકટરને પણ ઉનાવા પહોંચાડવાના તો હતા જ જેથી જયદેવે કલાક ૧૯/૧૦ વાગ્યે ઉંઝા ઓપરેટર મારફતે ઉનાવા પેન્થરસરને જાણ કરી કે સુરપુરા રોડ ઉપર આગ અને તોડફોડના બનાવો બનેલ હોય અમો તથા એસ.ડી.એમ. ઉનાવા આવવા રવાના થયેલ છીએ.

ઉનાવા જતા રસ્તામાંથી જ જયદેવે કલાક ૧૯/૧૫ વાગ્યે વાયરલેસથી પેન્થરસર તથા ઉનાવા મોબાઈલને વર્ધી અપાવી કે ૫૦ જવાનોને થઈ રહે તેટલા ફુડ પેકેટ ઉંઝા ખાતે બનાવરાવીને કલાક ૨૨/૦૦ સુધીમાં ઉનાવા પહોંચી જાય તેવી વ્યવસ્થા તેણે કરેલ છે આથી બીજી કોઈ ગેરસમજ ઉભી ન થાય.

ઉંઝાથી ઉનાવા આવતા ફરી એ જ દાસ્તાને-વારદાત, માર્કેટીંગ યાર્ડ પાસે આવતા જ સામસામે ટોળાઓના મોરચા ગોઠવાયેલા હતા. બહુમતી ટોળાઓનું લક્ષ મામુશાહની દરગાહ હતી. જયદેવે સાયરન ચાલુ કરી ટોળાઓમાંથી પોતાની સાથે એસ.ડી.એમ.ના વાહનને પણ લઈને મામુશાહની દરગાહ પાસે આવ્યો, હાઈવે ઉપર ટોળા વચ્ચે જ ફોજદાર રાઠોડ અને હાઈવે મોબાઈલના ઈન્ચાર્જ પોત પોતાની જીપો લઈ ઉભા હતા. જયદેવે બંનેને હજુ સુધી કોઈ અનિચ્છનિય બનાવ બનવા નહિ દેવા સબબ શાબાશી આપી. તે પછી એસ.ડી.એમ. અને મામલતદાર ઉંઝાને ઉનાવા મીરાંદાતાર દરગાહ ટ્રસ્ટની કચેરીએ ઉતારીને જયદેવ સુરપુરા રોડ ઉપર આવ્યો.

આ દરમ્યાન માર્કેટીંગ યાર્ડ તરફના બહુમતી ટોળાઓએ ફરીથી પથ્થર મારો કરી હલ્લો કરતા જ કલાક ૧૯/૩૫ વાગ્યે ફોજદાર રાઠોડે પોતાના કોન્સ્ટેબલ રતનસિંહ દ્વારા નવ હેન્ડ ગ્રેેનેડ અશ્રુવાયુના ટોટા ટોળા ઉપર ફાયર કરવા છતા ટોળાઓ આક્રમક જ રહેતા ફોજદાર રાઠોડે પોતે ફરીથી પોતાની રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા. આથી પેન્થરસરે જયદેવને કહ્યુ તમે મામુશાહ દરગાહ પાસે જાવ અને ત્યાંનો હવાલો સંભાળો. આથી જયદેવ ફરીથી મામુશાહની દરગાહ પાસે ફોજદાર રાઠોડ પાસે આવી ગયો.

કલાક ૧૯/૫૫ વાગ્યે ઉંઝા ઓપરેટર મહેસાણા કંટ્રોલરૂમને વાયરલેસ વર્ધી આપતા હતા કે ક્રાઈમ ફોજદાર રાઠોડે બે રાઉન્ડ ફાયર કરેલ છે. ફોજદાર ચૌધરીએ ચાર રાઉન્ડ અને માઉન્ટેડ ફોજદાર શેખાવતે ચાર રાઉન્ડ રીવોલ્વરમાંથી ફાયર કરેલા છે. તથા પો.કોન્સ્ટેબલ રતનસિંહે હેન્ડ ગ્રેનેડ અશ્રુવાયુ નવનંગ છોડેલા છે. ટુંકમાં છેલ્લી પરિસ્થિતી જણાવી. જે પરિસ્થિતિ જયદેવને મરદ ફોજદાર ચૌધરીએ જે સાંકેતિક સંદેશો મદદ માટેનો કરેલો તે પ્રમાણેની જ ભીષણ કટોકટીની હતી !

કલાક ૨૦/૧૦ વાગ્યે પેન્થરસરે ઉંઝા ઓપરેટરને મેસેજ આપ્યો કે જે ફાયર ફાયટર ઉનાવા ખાતે આવેલુ તે ઉનાવા સુરપુરા રોડ ઉપર બનાવવાળી જગ્યાએ ઉભુ નહી રહી ને કોઈને પણ જાણ કર્યા સિવાય પાછુ ચાલ્યુ ગયેલ છે.

આતો યુધ્ધનું સમરાંગણ હતુ કોઈ સામાન્ય આગનો બનાવ બને તેવુ તો હતુ નહિ કે જનતા રસ્તો કરી દે; મદદ કરવા લાગે તેવુ તો હોય જ નહિ. આ તો ખાંડાના ખેલ હતા. સામસામી બાકાઝાકી, પથ્થરમારો અને આગજની ચાલુ હતી. આવા આંધાધુંધી અને ભયજનક માહોલમાં ફાયર ફાયટરના ડ્રાયવરને કાં તો કોઈએ નાસી જવા ધમકાવ્યો હોય અથવા તેના પોતાના જ ઝાક રહ્યા ન હોય તેથી નાસી છુટયો હોઈ શકે.

પેન્થરસરની આ કલાક ૨૦/૧૦ ની ફાયર ફાયટરક પાછુ ભાગ્યાની પસાર થતી વર્ધી જયદેવ ઉંઝાવનના સેટ ઉપરથી સાંભળતો જ હતો. તેણે પેન્થરસરને જણાવ્યુ કે અમે ઉંઝા રોડ ઉપર જ ઉભા છીએ. આ ફાયર બ્રિગડે બંબાને અહિંથી જ પસાર થવુ પડે તેથી આ બંબો અહિંથી પસાર થશે ત્યારે તેને રોકીને બળજબરીથી ત્યાં પરત મોકલીશું અને થયુ પણ તેવુ જ કલાક ૨૦/૧૫ વાગ્યે સુરપુરા રોડ ઉપરથી ભાગેલુ ફાયર ફાયટર ઉંઝા પરત જવા નીકળતા જયદેવે તેને રોકીને પુછયુ કે ત્યાં કેમ ઉભુ રાખ્યુ નહિ ? આથી તેણે કહ્યુ કે ત્યાં તો બટાઝટી બોલતી હતી. પોલીસ પણ એકશનમાં હતી અને ભડાકા પણ થતા હતા તેથી પાછા વળી ગયેલા. આથી જયદેવે ઉનાવાના જ એક કોન્સ્ટેબલને આ ફાયર ફાયટરમાં બેસાડી પાછો સુરપુરા રોડ ઉપર રવાના કર્યો.

ગઈ મધ્યરાત્રીના મકતુપુર ગામે લઘુમતીના મહોલા ઉપર મકતુપુરની આજુબાજુના ગામડાના લોકોએ વાહનોમાં આવી જે હુમલો કરી આગલગાડી દીધેલ તેની ફરીયાદ હજુ સુધી દાખલ થઈ ન હતી. ઉનાવા રાહત કેમ્પમાં રહેલા મકતુપુરના રહીશો કોઈ અગમ્ય કારણોસર ફરીયાદ આપતા ન  હતા, જયદેવે વચ્ચે જયારે પણ સમય મળ્યો તેમને ફરીયાદ આપવા સમજાવેલ પણ તેમણે ઈન્કાર કરેલો.

વળી જે તે સમયે મકતુપુર ગામે લઘુમતી મહોલ્લામાંથી જે ફાયરીંગ થયેલા અને એક બહુમતી કોમના યુવક કે કિશોરને તેનાથી ગંભીર ઈજાઓ થયેલ એવી વાતો સંભળાતી હતી પરંતુ તેની પણ કોઈ ફરીયાદ કે કોઈ હોસ્પિટલની યાદી પણ હજુ સુધી આવેલ ન હતી  કે કોઈ ચોકકસ બાતમી પણ ઈજા પામનાર કે હોસ્પિટલ અંગે મળતી ન હતી. કદાચ આ જ કારણોસર બંને પક્ષો ફરીયાદ કરવાનું ટાળતા હોય કે “તેરી ભી ચુપ, મેરી ભી ચુપ  એવુ અનુમાન જયદેવનું હતુ કેમ કે બંને ક્રોસ ગુન્હા ગંભીર અને સેસન્સ ટ્રાયલ હતા.

આથી આ બંદોબસ્ત અને દોડા દોડીની વિટંવાણાઓ વચ્ચે પણ જયારે સમય મળતો ત્યારે જયદેવે પોતાના રાયટર પુનાજી પાસે મકતુપુરના બનાવ અંગે શ્રી સરકાર તરફે ભારતીય દંડ સંહિતાની કલમો ૩૦૭,૧૪૭,૧૪૮,૧૪૯,૪૩૬,૧૫૩(ક),૨૯૫ એકસ્પ્લોજીવ એકટ કલમ ૩ તથા બી.પી. એકટ કલમ ૧૩૫ વિગેરે મુજબ કટકે કટકે પોતાની જ ફરીયાદ લખાવીને વિગતવારની તૈયાર કરીને ઉંઝા પોલીસ સ્ટેશને મોકલી પી.એસ.ઓ. ને ગુન્હો દાખલ કરવા હુકમ કરી કાયદાને ગતિમાં લાવવાની કાર્યવાહી કરી દીધી. જે અંગે ઉંઝા પોલીસ સ્ટેશન ગુન્હા નંબર ૫૯/૦૨ મુજબ નોંધાયેલો અને સહજ રીતે આ તપાસ પણ જયદેવ ને જ કરવાની હતી કેમ કે ગુન્હો કોમી રાયોટનો અને ગંભીર સેસન્સ ટ્રાયલ પણ હતો.

દરમ્યાન કલાક ૨૦/૨૫, કલાક ૨૦/૩૦, કલાક ૨૦/૩૫, કલાક ૨૦/૪૦ વાગ્યે જુદી જુદી સુચના વર્ધીઓ મહેસાણા કંટ્રોલ રૂમ તરફથી આવતા તે નોંધી ઓપરેટરે તે પી.એસ.ઓ. ઉંઝાને આપી તેમાં એક વર્ધી હતી કે તારીખ ૨૯/૨ થી તારીખ ૧/૩ દરમ્યાન થયેલ તોફાનોમાં થયેલ ભાંગફોડ આગજનીથી થયેલ કુલ નુકશાની વિગતવારની હકીકત ઉંઝા શહેર અને પોલીસ સ્ટેશન વિસ્તારની એકત્રીત કરી વળતા વાયરલેસ મેસેજથી વહેલી સવાર સુધીમાં મહેસાણા કંટ્રોલને અવશ્ય મોકલી આપવી તેવો એક તાકિદનો સંદેશો પણ હતો. જે વર્ધી જયદેવને  મળતા જયદેવે આ વર્ધી અંગે પેન્રસરને વાકેફ કરતા તેમણે કહ્યુ “હા તે પણ તમારે જ કરવુ પડશે ને ? ’

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.