“પહેલી માર્ચ… દિવસનું પાંચમુ ચરણ !

95

“મહેસાણા, વિસનગર, વિજાપુર, સરદારપુરા, ખેરાલુ, મહેરવાડાના તોફાનોની વર્ધીઓ જે રીતે પસાર તી હતી તે જોતા દૂરના કડી, લાંધણજ, બાવલુની શું હાલત હશે ? કોણ કોનું સાંભળે ?

કલાક ૨૦/૨૫, ૨૦/૩૦, ૨૦/૩૫ ની જે જુદી જુદી વાયરલેસ વર્ધીઓ મહેસાણા કંટ્રોલરૂ મ તરફથી આવેલી તે પૈકી એક વર્ધી એવી હતી કે વહેલી સવાર સુધીમાંજ તમારા -પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૨૭/૨ થી તારીખ ૧/૩ દરમ્યાન તોફાનોમાં ભાંગફોડ, આગજનીથી થયેલ કુલ નુકશાનની વિગતવારની માહિતી બનાવો વાળી જગ્યાઓના સર્વે કરી તૈયાર કરી અવશ્ય પણે મોકલી આપવી. પી.આઈ. જયદેવને આ વર્ધી મળતા તેણે બંદોબસ્ત ઈન્સાર્ચ ડી.વાય.એસ.પી પેન્થરને જણાવતા પેન્થરસરે જયદેવ ને કહ્યુ કે આ કામ પણ પીઆઈ ઉંઝા તરીકે તમારે જ કરવુ પડશે ને ?

જયદેવના મતે પોલીસ ખાતામાં જો કોઈ મોટી ખામી હોય તો તે મીસ મેનેજમેન્ટ ઓફ મેન પાવર, અગાઉ જણાવ્યા પ્રમાણે જો નહિ કરતા હે વોતો નહિ કરતા ઠીક હૈ મગર જો કરતા હૈ વો કયું ન કરે ? જે કામ કરતો હોય, કાર્યદક્ષ હોય બસ તેેને જ એક પછી એક બંબુડા પકડાવ્યે જ રાખવાના, પછી તેમાં નહિ જોવાની માનવ મર્યાદા કે સમયમર્યાદા કે માનવીય જરૂ રીયાતો, હા સમય મર્યાદા એ જ પાળવાની કે જે ઉપલી સતા જણાવે તે સમર્યાદા કે આટલા સમયમાં મોકલવાનું પણ તે વ્યવહારીક રીતે શકય છે ? તે ઘણી વખત વિચારવામાં પણ નથી આવતુ.

કંટ્રોલની જે વર્ધી હતી તે આમ તો છેક ગાંધીનગર કે દિલ્હીથી આવેલી હશે પણ તે વર્ધી પેલી ઉકતી મુજબ જા બીલાડી મોભા મોભ માફક આવી હશે, કેમ કે વર્ધી મુજબ તારીખ ૧/૩ ને તો હજુ પુરા થવામાં સાડાત્રણ કલાક જેટલો સમય બાકી હતો. નવાઈની વાત એવી હતી કે જે સાડાત્રણ કલાક બાકી હતા તે દરમ્યાન તોફાનો થવાના પણ બાકી હતા. તેની વિગતોનો પણ સમાવેશ કરી દીધો હતો. આવુ તો બને જ કેમ કે જયારે સમગ્ર રાજયમાં ન ભુતો ન ભવિષ્યતિ પ્રકારના ભયંકર તોફાનો ચાલુ હોય અને તેના જીવંત દૃશ્યો ભયંકર પણ અતિકરૂ ણ સમાચાર રૂ પે મીડીયા દ્વારા પ્રસરિત થતા હોય અને વળી કામના ભારણ ટેન્શનમાં આવી નાની નાની બાબતો ધ્યાનમાં કયાંથી આવે ?

કાયદાની દૃષ્ટિએ જોઈએ તો તોફાનો શરૂ  થઈ ગયા અમુક ગુન્હા પણ દાખલ થઈ ગયા. પણ તપાસ જે અધિકારીને સોંપાયેલ હોય તે તો આ તાકિદના ચાલુ તોફાનોના બંદોબસ્તમાં વ્યસ્ત હતા. આ દાખલ થયેલ ગુન્હાઓની એફ.આઈ.આર. સિવાય કોઈ તપાસ જ થયેલ ન હતી. આમ ખાટલે મોટી ખોટ કે પાયો જ ન હોય તેમ કોઈ ગુન્હાના પંચનામા જ થયા ન હતા. તોફાનોમાં પંચનામા થાય પણ કેમ ?

અનુભવે એવુ જણાયુ છે કે જયારે ભયંકર કુદરતી આફત કે માનવસર્જીત આફ્ત આવી પડે ત્યારે સામાન્ય રીતે ગાંધીનગર ખાતેથી કોઈ માહિતી ભલે પછી તે ગમે તે અન્ય ખાતાની હોય પણ માહિતી જોઈતી હોય કે કાંઈ કાર્યવાહી કરવી હોય તેના માટેના હુકમો ગૃહખાતા ને જ કરવામાં આવે અને ગૃહ ખાતુ રાજયના પોલીસવડાને અને રાજયના પોલીસવડા જિલ્લાના પોલીસવડાઓને આ હુકમની અમલવારી કરવા જાણ કરી દેતા હોય છે. વળી પોલીસ વડા આ જ હુકમ તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને કરી દેતા હોય છે. આ હુકમની પ્રક્રિયા વધુમાં વધુ એકાદ કલાકમાં પુરી થતી હોય છે. આ દરમ્યાન એ કોઈ જોતુ નથી કે આ કામ પોલીસ અધિકારીનું છે કે અન્ય કોઈ ખાતાનું બસ હુકમ એટલે હુકમ બીચારા પોલીસ અધિકારીઓ ચિઠ્ઠીના ચાકર હુકમનો અનાદર તો કરી શકે નહિ પણ દલીલ પણ ન કરી શકે કે આ કામ માટે સરકારના અન્ય ખાતા છે અને તે નવરાજ બેઠા છે અને પોલીસ તો તેના અન્ય વિકટ કામોમાંથી તાણી પણ તુટતી નથી. જયદેવની માન્યતા મુજબ આ નુકશાનીના સર્વેનું કામ રેવન્યુ, પંચાયત, બાંધકામ ખાતુ કે નગરપાલીકા તંત્રનું હોઈ શકે કે જેઓ અત્યારે ટીવી સામે બેસીને કાંતો સીસકારા નાખતા હશે કે કાંતો આ બનાવોની અંટાગંટા ચર્ચા કરતા હશે. પણ ના એ તો પોલીસ તોફાનોમાં વણથંભ્યા બંદોબસ્ત પણ કરે, ગુન્હોઓની તપાસો પણ કરે, વાહનો પણ રીકવીજીટ કરે. ઉપરાંત પોલીસની અને જનતાની અન્ય જરૂ રીયાતોની વ્યવસ્થા પણ કરે ! ઉપરાંત આવી બીજા ખાતાની વેઠો વધારામાં; જો આવા સંજોગોમાં કાંઈ ગંભીર હાદસો બની જાય તો વળી પાછા માછલા ઘોવા ના પણ પોલીસ દળ ઉપર જ !

જયદેવ તારીખ ૨૭/૨ના રોજ સવારના ભાવનગર કોર્ટ મુદતેથી નીકળ્યો ત્યારથી આમને આમ જ હતો, તેને માટે શારીરિક કે માનસીક રીલેકસ થવાનો કોઈ સમય જ ન હતો. જો કે સમગ્ર પોલસદળ આ રીતે તારીખ ર૮/રી ખડેપગે હતુ.પન્થરસરે હુકમ કરતા જયદેવ આ માહિતી એકત્રીત કરવા ઉંઝા તરફ રવાના થયો કેમ કે તારીખ ૨૮/ર અને રાત્રીના વધુમાં વધુ નુકશાની ઉંઝા શહેર અને મકતુપુર ગામે થયેલ હતી.

દરમ્યાન રસ્તામાં જ હતો ત્યાં એક વાયર લેસ વર્ધી પસાર થતી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ  જે રીકવીજીટ વાહનો બે દિવસ માટે કરેલા, તે વાહનો હવે સાત દિવસ માટે રીકવીજીટ કરેલા રાખવા ! હજુ ધમસાણ કાર્યવાહી ચાલુ જ રહેવાની આ નોબત આવી ગઈ.

રસ્તામાં જયદેવ વિચારતો હતો કે આ તોફાનોમાં થયેલ નુકશાનીની વિગતો તૈયાર કરવી તે કામ આકાશમાં તારા ગણવા સમાન અને સમુદ્ર તટે સાગરના મોજા ગણવા જેવુ અધરૂ  હતુ કેમ કે આખા શહેર અને તાલુકાના વિવિધ ગામોએ કે જયાંથી ભોગ બનનારા સ્થળાંતર પણ કરી ગયા હતા. ત્યાં આ સર્વે કરવાનું હતુ. વળી ઉંઝા શહેરમાં તો વિવિધ વિસ્તારોમાં અગણિત મકાનો, દુકાનો, શો રૂ મ-કેબીનો, લારીઓ, ધાર્મિક સ્થળો આગમાં ભસ્મિ ભુત થઈ ગયા હતા, વળી ઘરમાં શું ન હોય ? ટીવી, ફ્રીજ કપડા, રસોઈનો સામાન, અભ્યાસના પુસ્તકો, પોત પોતાની હોબીનું કલેકશન , કેવો વલોપાત થતો હશે ભોગ બનનારાઓને ?  જો કે રોકડ નાણુ અને ઝર ઝવેરાતના કિંમતી દાગીના તો સાથે જ લઈ ગયા હતા. આવા વિશાળ વિસ્તાર ગુરૂ  મહારાજ ચોક લાલ દરવાજા, ઉમીયા માતા ચોક વિગેરે. જગ્યાઓએ અસંખ્ય મકાનો સળગી ગયેલ તેમાં વધારામાં ગ્રામ્ય વિસ્તારો, સવાર સુધીમાં આ સર્વે શકય હતો!  કે જયારે ત્યાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ? વળી સવારનો બંદોબસ્ત તો તૈયાર જ ઉભો હતો, જયદેવને થયુ કયારે આ બધુ અટકશે ?

બે દિવસથી ભુખ્યા જયદેવને થયુ કે જો આજે જમવા નહિ પામીએ તો નકિક બેભાન થઈ જવાશે. આથી જયદેવે તેની જીપમાંના જવાનોને પોલીસ લાઈનમાં ઉતારીને સુચના કરી કે એક કલાકમાં જમીને પોલીસ સ્ટેશને આવી જાય. અગાઉ જણાવ્યા પ્રમાણે ગામ અને તેનું ઘરતો બંધ જ હતા. તેથી જયદેવે તેના મિત્ર સુરેશભાઈ રાવલ કે જે બેંકના અધિકારી હતા તેને ફોન કર્યો કે આજે તેમના ઘરે પોતે વાળુ કરવા આવે છે પણ બહુ જલ્દીમાં હોય ઘરમાં જે તૈયાર હોય તે પીરસી દેજો ચાલશે; સુરેશભાઈએ કહ્યુ અરે સાહેબ આમ ચાલતા હશે ? પણ જયદેવે પોતાની મજબુરી જણાવી જે હાજર હતુ તે જમી લીધુ- સુરેશભાઈના ધર્મપત્ની ઈલાબેન એકદમ ગભરાયેલા અને ચિંતાતુર હતા તેમણે જયદેવને પુછયુ કે સાહેબ આવા સંજોગોમાં તમે નોકરી કેમ કરી શકો છો ? આથી જયદેવે કહ્યુ કે પોલીસની તો નોકરી જ આછે ને ? કયાં સુધી લોકશાહિનો આવો દુરપયોગ થશે ? હા અમને મુશ્કેલીઓ તો અનેક છે પણ ખાસ તો આ શારિરીક અને માનસીક આરામનો અભાવ અને શરીરપોષણનો અભાવ ખાસ મુશ્કેલી ગણી શકાય. આમ દસેક મીનીટ સુધી વાતો કરી તે પોલીસ સ્ટેશને આવી ગયો ; થોડી વારમાં તેના જવાનો પણ આવી ગયા.જયદેવે પોતાના રાયટર પુનાજી સાથે આ નુકશાની ના સર્વે અંગે પ્રાથમીક ચર્ચા કરી તેઓ ઉંઝા વનમાં રવાના થયા.

ઉંઝા વનમાં વાયરલેસમાં કલાક ૨૧/૪૦ વાગ્યે ઉંઝા ઓપરેટરે એક સંદેશો પસાર કર્યો જે વિસનગર વિભાગીય પોલીસવડા અને જિલ્લા પોલીસવડા મહેસાણા માટેનો ગતરાત્રીના મકતુપુર ગામે બનેલ કોમી ગંભીર ગુન્હા અંગેનો હતો. જેની એફ.આઈ.આર. આજે જ જયદેવે શ્રી સરકાર તરફે આપેલ હતી. આ ગુન્હાનું વિજીટેશન પછીથી ઉનાવા ખાતે બંદોબસ્તમાં રહેલ ડીવાયએસપી પેન્થરસરને જ સોપાયેલુ પેલી નાગોરી બિલ્ડીંગ વાળી તથા આ મક્તુપુરના ગુન્હાની બંને તપાસો જયદેવને જ સોંપાયેલ હતી. જે તપાસો હજુ શરૂ  જ થઈ ન હતી.

કલાક ૨૧/૪૫ વાગ્યે ઉંઝાએ મહેસાણા કંટ્રોલરૂ મને વર્ધી આપી કે ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ(કલેકટર) કંટ્રોેલ રૂ મને વારવારં કોલ આપવા છતા નો રીપ્લાય થાય છે. આથી પોલીસ કંટ્રોલ મહેસાણાએ ઉંઝાને કહ્યુ કે ટેલીફોન નંબર ૨૨૨૨૦ ઉપર ટેલીફોન કરો ત્યાં કાંઈક ટેકનીકલ ક્ષતિ લાગે છે.કલાક ૨૧/૫૦ વાગ્યે હાઈવે મોબાઈલે ઉનાવાથી ઉંઝાને વર્ધી આપી કે મામુશાની દરગાહ પાસે મોટો ધડાકો થયો છે અને દરગાહમાં આગ લાગી ગઈ છે તો તાત્કાલીક ફાયર ફાયટર મોકલી આપવુ. આથી ઓપરેટરે આ વર્ધી પી.એસ.ઓ. ને આપી.

પાછળથી આ મામુશાહની દરગાહે થયેલ ધડાકા અંગે એવી હકીકત જાણવા મળેલી કે ક્રાઈમ સેક્ધડ મોબાઈલ અને હાઈવે મોબાઈલ મામુશાહની દરગાહ જે મહેસાણા હાઈવેને અડી ને જ આવેલ છે. ત્યાં હાઈવે ઉપર બંને કોમના ટોળાઓ સામ સામે મોરચો માંડીને ઉભા હતા. તેમની વચ્ચે ઉભા હતા પરંતુ અમુક તોફાની તત્વોએ આ તકનો લાભ લઈ દરગાહના પાછળના ભાગેથી કોઈ પણ પ્રકારે પ્રવેશ કરી તેમાં રાંધણ ગેસના બે થી ત્રણ સીલીન્ડરો ગોઠવીને કાંઈક યુકિત પુર્વક બ્લાસ્ટ કર્યો હતો. તેથી વારાફરતી સીલીન્ડરો ફાટતા મોટા ધડાકા થયેલ,આ ધડાકાઓ ઘણે દુર સુધી એક પછી એક એમ ભયંકર અવાજે સંભળાયેલા જેના પડઘાથી સમગ્ર ઉનાવા ગામ અને ખાસ તો મીરાંદાતાર ટ્રસ્ટના મુસાફીરખાનામાં રહેલ વિસ્થાપીતોમાં હડકંપ મચી ગયેલો કે અહિં આ કહેવાતી સલામત જગ્યાએ આવ્યા ત્યાં પણ આ સ્થિતી ? તો કયાં જવુ ? પરંતુ સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજાઓ થયેલ નહિ.

ફાયર ફાયટર માટે પી.એસ.ઓને વર્ધી મળતા તેણે ઉંઝા નરગપાલીકા ફાયર બ્રીગેડ સ્ટેશનના જવાબદાર અધિકારીનો ટેલીફોનથી સંપર્ક કરતા આ અધિકારી એપી એસ.ઓ.ને જણાવ્યુ કે ફાયર ફાયટરની કલસ પ્લેટ તુટી ગયેલ હોય આવી શકે તેમ નથી ! આથી ઉંઝાથી પી.એસ.ઓ. એ. કલાક ૨૨/૦૫ વાગ્યે આ બાબતની જાણ ઉનાવા પેન્થરસરને કરવા વાયરલેસ વર્ધી મોકલી.

આથી કલાક ૨૨/૧૦ વાગ્યે ઉનાવાથી પેન્થરસરે ઉંઝાને વર્ધી આપી કે મહેસાણા કંટ્રોલ રૂ મને જાણ કરો કે એક ફાયર ફાયટર ઉનાવા ખાતે મામુશાની દરગાહ ઉપર મોકલી આપે. જે વર્ધી ઉંઝાએ મહેસાણા કંટ્રોલ રૂ મને તુર્તજ અમલ કરવા આપી દીધી.

બીજી બાજુ જયદેવે ઉંઝા શહેરના લાલદરવાજા ગુરૂ મહારાજ મંદિર, ઉમીયા માતા ચોક, મકતુપુર ગામ વિગેરે વિસ્તારોમાં લઘુમતીઓ અને સાથે સાથે અમુક બહુમતીના લોકોના મકાન પણ સળગી ગયેલા તેનો પોતાની વિવેક બુધ્ધી વાપરી સમય મર્યાદાને પણ ધ્યાને રાખી  જે માહિતી ઉપલબ્ધ થઈ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે આ સર્વે અનુમાન અને સ્થાનીક જગ્યાઓ જોઈને કરવામાં આવ્યો છે અને પુરક સર્વેની આવશ્યકતા રહેશે કેમ કે કેટલાક મકાનોની સ્થિતી એવી હતી કે તેનું અનુમાન કરવુ પણ મુશ્કેલ હતુ. આમ નુકશાનીનું સર્વે ચાલુ હતુ.

દરમ્યાન કલાક ૨૨/૪૫ વાગ્યે જે મકતુપુર ગામે ગઈકાલે ગુન્હો બનેલ અને તેની જયદેવે એફ.આઈ.આર. આપેલ તે ગુન્હાનો મેસેજ વાયરલેસથી પાસ નહિ થતા પી.એસ.ઓ.એ. ટેલીફોનથી આપી દીધેલ હતો.કલાક ૨૨/૪૬ વાગ્યે પોલીસવડાની કીંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે વિસનગરને જાણ કરો કે સવાલા ગામે વિસનગરની સેક્ધડ મોબાઈલ મોકલીને ખાત્રી કરે આથી ઉંઝાએ આ વર્ધી તુર્તજ વિસનગર પોલીસ સ્ટેશનને આપી દીધી.

કલાક ૨૨/૫૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે મહેસાણા સીટી પોલીસ સ્ટેશનની વન અને સેક્ધડ મોબાઈલ ને અમન પાર્કમાં મોકલી ખાત્રી કરો કે ત્યાં કેટલા માણસોનું ટોળુ આવેલ છે અને ત્યાં જેટલુ જરૂ ર પડે તેટલુ બળ વાપરવાનું છે. તેવી વર્ધી મહેસાણા કંટ્રોલને આપો. આ કિંગ મોબાઈલની વર્ધી મહેસાણા કંટ્રોલે સીધી જ સંભાળતા તેણે તેનો અમલ કરવા મહેસાણા સીટી પોલીસ સ્ટેશન ને જાણ કરી દીધી.

કલાક ૨૨/૫૬ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે વિજાપુર પોલીસ સ્ટેશનના સરદારપુરાની શું પરિસ્થિતિ છે તે વિજાપુરને પુછીને જણાવો. આથી ઉંઝા એ આ બાબતે મહેસાણા કંટ્રોલ રૂ મને પુછતા કંટ્રોલરૂ મે જણાવ્યુ કે સરદારપુરમાં પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે અને તેનાથી કોઈ જાનહાની થયેલ નથી. ઉંઝાએ આ વર્ધી કિંગ મોબાઈલને આપી.કલાક ૨૩/૪૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે વિસનગર ને ફરીથી પુછો કે સવાલા ગામની પરિસ્થિતી શુ છે? ઉંઝાએ આ વર્ધી વિસનગરને આપી દીધી.

કલાક ૨૩/૫૦ વાગ્યે વિસનગરથી વર્ધી આવી કે બેકર મોબાઈલ પણ સવાલા ગામે જતી હતી. પરંતુ તોફાનીઓએ સવાલા ગામના રસ્તા ઉપર ઝાડ કાપીને નાખી રસ્તો બંધ કરેલ છે. જેથી બીજા આડબીડ રસ્તે સવાલા પહોંચીને જે તે વિગતની જાણ કરવામાં આવશે.ઉંઝા પી.એસ.ઓ. ઉપર ઉંઝાના જ મહેરવાડા ગામેથી કોઈ ટેલીફોન આવ્યો હશે કે મહેરવાડા ગામે બંને કોમ વચ્ચે દંગલ જામ્યુ છે આથી કલાક ૨૩/૫૨ વાગ્યે પી.એસ.ઓ એ વાયરલેસ વર્ધી દ્વારા બ્રાહ્મણવાડા મોબાઈલને તાત્કાલીક મહેરવાડા ગામે પહોંચવા સુચના કરી.

કલાક ૨૩/૫૮ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે ખેરાળુ ટાઉનમાં બારોટવાસ પાસે લઘુમતીઓનું ટોળુ ભેગુ થયેલ છે. તેથી ખેરાળુ પોલીસ સ્ટેશનની સેક્ધડ મોબાઈલ ત્યાં તાત્કાલીક મોકલી ટોળા વિખેરી નાખવા. જે વર્ધી ઉંઝા ઓપરેટરે મહેસાણા કંટ્રોલરૂ મ મારફતે ખેરાળુ પોલીસ સ્ટેશનને મોકલી દીધી.કલાક ૨૪/૦૦ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે વિજાપુરને પુછો કે સરદારપુરા ખાતે વિજાપુર ફોજદાર ગોહિલ પહોંચેલ છે કે કેમ ? ઉંઝા ઓપરેટર આ વર્ધી મહેસાણા કંટ્રોલ મારફતે મોકલી આપી.

આ સમયગાળામાં મહેસાણા જિલ્લાના અન્ય દુરના પોલીસ સ્ટેશનો કડી, વસઈ, લાંઘણજ, બાવલુ વિગેરેના ગ્રામ્ય વિસ્તારોની હાલત પણ આવી જ હતી, પણ કોણ કોનું સાંભળે ?                       ક્રમશ:)

Loading...