Abtak Media Google News

પ્રધાનમંત્રી મુદ્રા લોન જાગૃતિ કાર્યક્રમમાં અનેક ફરીયાદો મળી : પૂરતા ડોકયુમેન્ટ હોવા છતા લોન આપવામાં ન આવતી હોવાના આક્ષેપો

માંગરોળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા પ્રધાનમંત્રી મુ્દ્રા લોન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત બેંકના જનરલ મેનેજર સમક્ષ શહેરની બેંકની શાખાઓમાં કથળેલા વહીવટ અને અનેક પ્રશ્નોને લઈને લોકોને પડી રહેલી હાલાકી અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.

અત્રે બંદર પર આવેલા સોમનાથ ભવનમાં આયોજીત કાયઁક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી              હતી. ત્યારબાદ એસ.બી.આઈ.ના જનરલ મેનેજર દુખ બંધુએ  મુદ્રા લોન અને તેના લાભ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ એસ.બી.આઈ.ના અઘિકારીઓ દ્વારા ૨૫૧ મુ્દ્રા લોનોનુ વિતરણ તથા દસ કરોડનો સાંકેતિક ચેક ખારવા સમાજના આગેવાનોને અર્પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એસ.બી.આઈ.ની શહેરની ટાવર તેમજ લીમડાચોક શાખામાં કથળી રહેલી બેન્કિંગ સેવાઓથી લોકોમાં તૌબા પોકારી ઉઠયા છે.

કાયઁક્રમમાં શહેરના જાગૃત નાગરિકો તેમજ સામાજીક સંસ્થાઓએ લોકોને પડતી અગવડતા અંગે અધિકારીઓને માહિતગાર કયાઁ હતા. જેમાં  અપુરતા સ્ટાફને લીધે લોકોના કામકાજમાં થતો પારાવાર વિલંબ અટકાવવા પુરતા કમઁચારીઓની નિમણૂંક કરવી, પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટેના મશીનો અવારનવાર બગડી જતા હોય અને લાંબા સમયથી ચાલુ ન થતા હોય

આ સેવા નિયમિત ઉપલબ્ધ કરાવવા, મુદ્રા, સ્ટાટઁઅપ જેવી રોજગારલક્ષી યોજના તેમજ જીલ્લા ઉધોગ, સુવણઁ જયંતિ શહેર રોજગાર યોજના જેવી કેન્દ્ર અને રાજય સરકારની જુદી જુદી યોજનાઓ અંતગઁત ધિરાણ આપવા સરકારી આદેશ હોવા છતાં ખોટા બહાના ધરી  જરુરીયાતમંદોને ઈરાદાપૂવઁક વંચિત રાખવામાં આવતા હોયને સાહસિકોને લાભ મળે તે માટે કાયઁવાહી કરવા, ખોટા ચાજીઁસ લગાવી ખાતામાંથી કાપી લેવામાં આવતા નાણાં, ખાતા ખોલાવવા આવતા વિધાથીઓને ફોમઁ નથી,

કનેકટિવિટી નથી કહી કરવામાં આવતી હેરાનગતિ, ગ્રાહકોના પ્રમાણમાં મયાઁદિત કેશબારીથી દરરોજ લાગતી લાંબી લાઈનો,  હિન્દી ભાષી કમઁચારી દ્રારા થતું તોછડાઈભયુઁ વતઁન, આ ઉપરાંત વષોઁથી બેંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકને પુરતા ડોકયુમેન્ટ હોવા છતાં લોન આપવામાં કરાતા ઠાગાઠૈયા સહિતના પ્રશ્ને ધારદાર રજુઆતો કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.