Abtak Media Google News

રાજકોટના વિકાસ માટે અનેકવિધ પ્રોજેકટોની ભેટ આપનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ ખુબ આભાર: ઉદય કાનગડ

ગુજરાતના લોકલાડિલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે તેઓને લાગણીભીની શુભકામના પાઠવી હતી. રાજકોટના વિકાસ માટે અનેકવિધ પ્રોજેકટોની ભેટ આપનાર મુખ્યમંત્રીનો આ તકે આભાર પણ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે તેઓને અઢળક શુભકામના પાઠવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હૈયે હંમેશા રાજકોટનું હિત વસેલું છે. સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા રાજકોટને વિકાસ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વિજયભાઈ રૂપાણીએ રાજયના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ કરવા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમને ભરી દેવા, રેસકોર્સ-૨, અટલ સરોવર, આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, આધુનિક બસપોર્ટ, રૈયા અને મવડી સર્કલે ઓવરબ્રીજ, રાજકોટ આઈવે પ્રોજેકટ, નવી જીઆઈડીસી, માં અમૃતમ કાર્ડ, રાજકોટ-અમદાવાદ, રાજકોટ-મોરબી હાઈવેનું વિસ્તૃતિકરણ, નવો ક્ધટેનર ડેપો, નવા ઓડિટોરીયમ, મહિલાઓ માટે ખાસ સ્વિમીંગપુલ, નવી લાયબ્રેરી, ગરીબો અને મધ્યમ વર્ગ માટે આવાસ યોજના તથા મહાપાલિકાની નવી ટીપી સ્કીમને તાત્કાલિક મંજુરી આપવા સહિતના અનેકવિધ નાના-મોટા પ્રોજેકટની ભેટ આપી રાજકોટ માટે વિકાસની નવી જ કેડી કંડારી છે. આજે જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિવસની રાજયભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે હું ખરાઅર્થમાં કોમનમેન અર્થાત સી.એમ.ને જન્મદિવસની ખુબ-ખુબ શુભકામના પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.