Abtak Media Google News

પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતા તમામ એકમો બંધ કરવા અને ગૌચરનાં દબાણો હટાવવાની માંગ.

સુરેન્દ્રનગર પંથકમાં પ્લાસ્ટીક ખાવાથી અનેક ગાયોના મોત નિપજયા છે. ત્યારે આ અંગે ગૌતમબુધ્ધ ગૌ-સેવા આશ્રમ તેમજ નવનિર્માણ સાર્વજનીક ટ્રસ્ટના સંચાલક નટુભાઈ પરમારે મુખ્યમંત્રીને રજૂઆતરી ગૌચરો પરના દબાણો હટાવવાની માંગ ઉઠાવી હતી.

પ્લાસ્ટીક ખાવાના કારણે હજારો ગાયો તેમજ અબોલ પશુઓના સુરેન્દ્રનગરમાં મોત થાય છે. તેવી રજૂઆત કરેલ અને ગૌચરો અને સીમતલાવડા ઉપર અસામાજીક તત્વોએ દબાણો કરેલ તે દૂર કરાવવા માટે પણ રજુઆતો કરેલ અને સરકારમાં પણ ઉચ્ચ કક્ષાએ મે રજૂઆત કરવા છતા કોઈ પ્રશ્ર્ન હલ થયેલ નહી અને તા.૧૦મે ના રોજ મોટી રેલી કાઢી અને ગાયના સ્ટેચ્યુ દ્વારા અને ગાયના પેટમાંથી નીકળેલ પ્લાસ્ટીકના ગઠ્ઠાનું પ્રદર્શન કરી તામપત્ર ઉપર કલકેટર સુરેન્દ્રનગરને આવેદનપત્ર આપેલ.

ગૌશાળાઓની સબસીડી બંધ કરવામાં આવી છે જેમાં નિયમિત અને વ્યવસ્થિત ચાલતી હોય તેવી ગૌશાળાઓની સબસીડી અને સહાય સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે.

ગુજરાતમાં ગામદીઠ સર્વે કરી ૧૯૬૦માં જેટલી ગાચરની જમીન હતી તેટલી મુળ સ્થિતિમાં કાયમી કરવામાં આવે અને જેટલા સીમતલાવડાઓ હતા તેનું ખોદાણ કામ કરી દબાણો દૂર કરાવી મુળ સ્થિતિમાં કાયમી કરવામાં આવે તેવી માંગણી છે.

ગુજરાતમાં પ્લાસ્ટીક ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધીત કાયદો ઘડવામાં આવે અને તેનો કડક અમલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.