Abtak Media Google News

માણસના જીવનમાં હસવુ જેટલુ મહત્વનુ છે તેટલુ જ મહત્વ રડવાનુ પણ રહેલુ છે. આજે પણ સમાજમાં રડતા વ્યક્તિને નબળા માનવામાં આવે છે, જો કે આ વાત તદ્દન ખોટી છે. જે લોકો નાની વાતોમાં રડી પડે છે તે લોકો ભાવનાત્મક રીતે ખૂબ જ સરસ સ્વાભાવના હોય છે. જો વ્યક્તિને તણાવ દૂર કરવો હોય તો રડવુ ખૂબ જ જરૂરી છે. જો તમારા શરીરમાં તણાવનુ પ્રમાણ વધી ગયુ હોય અને તમે રડી શકતા નથી તો તમારામાં નકારત્મક શક્તિનુ પ્રમાણ વધી જાય છે. જેથી તમે હ્રદયની બિમારી, ડાયબીટીસ જેવી બિમારીઓનો શિકાર બની શકો છો. આ બધા રોગોથી બચવા માટે રડવુ ખૂબ જરૂરી છે. જો તમારે તણાવથી છુટકારો મેળવવો હોયતો રડવાનુ ચાલુ કરી દો. આપણે હમેંશા બીજા લોકોની સામે રડતા ડર લાગે છે. આપણે એવુ વિચારીએ છીએ કે લોકો આપણને નબળા સમજશે, પરંતુ જે લાકો બીજાની સામે રડી છે એમને કોઈ પ્રકારનો ડર નથી રહેતો. હા નબળા હોવુ એ સારી વાત નથી. પરંતુ આ વિશે લોકો શું વિચારશે એની ચિંતા ન કરવી એ સારી બાબત છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સનું પણ અંગે કહેવુ છે કે આજકાલ લોકો એકબીજા સાથે તુલના વધારે કરે છે. જો તમે રડી શકો છો તો તમે તમને બીજા લોકોની ભાવનાઓની કદર થાય છે અને તેનો સારો પ્રતિભાવ આપી શકો છો અને તમારા મનની અંદર રહેલો ભાવ પણ બહાર આવે છે. આપણા સમાજમાં આજે પણ એવુ પણ માનવામાં આવે છે કે પુરુષોને રડવુ શોભતુ નથી, રડવાનુ ફક્ત સ્ત્રીઓને જ શોભે. જેથી પુરુષ બીજા સામે રડી લે તો તેને કમજોર માનવામાં આવે છે. દોસ્તીના સંબધને ભાવનાઓનો સંબધ ગણવામાં આવે છે. જે લોકો મિત્રતામાં રડે છે તો તેમના સંબધો વધારે મજબૂત બને છે અને તે ભાવનાઓથી જોડાવા લોકોને પ્રેરીત કરે છે. આ ઉપરાંત બીજાની ભાવનાઓની કદર કરે છે. જેથી દરેક માણસે થોડુ રડવુ જોઇએ જેથી જુદા જુદા રોગોથી છુટકારો મળે અને સ્વાસ્થ પણ સારુ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.