બાળકોની તંદુરસ્તી માટેનો મંત્ર આરોગ્યપ્રદ આહાર : જાણો બાળકોને કેવા પ્રકારનું ભોજન આપવું જોઈએ

જ્યારે આપણા ઘરમાં એક નાના બાળકોનો જન્મ થાય છે ત્યારે તેની સાર સંભાળ રાખવી ઘરના બધા જ લોકો માટે પડકારરૂપ હોય છે ખાસ કરીને બાળકની માતા માટે કારણ કે તેને બાળકની બધી જ જરૂરિયાતનું ધ્યાન રાખવું પડે છે. બાળકને કેવા પ્રકારનું ભોજન આપવું જેનાથી તેનું બાળક તંદુરસ્ત બને આ પ્રશ્નથી બધી જ માતાઓ મૂંઝવણમાં હોય છે.

સામાન્ય રીતે એક વર્ષ પછી જ બાળકને એવું ભોજન આપવામાં આવે છે જેનાથી તેને બધા જ પોષકતતત્વો મળી રહે. એકથી બે વર્ષના બાળકોનો આહાર ખૂબ જ સારો રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં તે તંદુરસ્ત બને. એકથી બે વર્ષમાં જ તેના સ્વાસ્થ્યનો પાયો નાખવામાં આવે છે.યોગ્ય આહારને લીધે બાળક શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે. ચાલો આપણે જાણીએ બે વર્ષ સુધીના બાળકને કેવું ભોજન આપવું જોઈએ :

શું ખવડાવવું જોઇએ ?

ઘરમાં જે વસ્તુઓ બને છે તે તમારા બાળકને પણ આપો. તેના આહારમાં દૂધ, ઇંડા, ચિકન, માછલી, વટાણા, દાળ, બદામ, ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

> આ ઉંમરે બાળકને નાસ્તા તરીકે ચોકલેટ, ચિપ્સ વગેરેને ફાસ્ટફૂડ જગ્યાએ તાજા ફળો અથવા તો ઘરે બનાવેલું હેલ્થી ફસ્ટફૂડ બનાવીને આપો.

બાળકને દિવસ દરમિયાન કેટલી વાર ખવડાવવું :

એક વર્ષના બાળકને દિવસમાં ત્રણથી ચાર વખત એક બાઉલ ભરીને ખવડાવવું જોઇએ.નાસ્તો દિવસમાં બે વાર આપવો જ જોઈએ.
જો કોઈ માતા બાળકને ફીડિંગ કરાવતી નથી તો એ બાળકને વધુ ખોરાકની જરૂર પડી શકે છે

> જ્યારે તમારું બાળક ચાલવાનું શરૂ કરે છે, ત્યારે તેનો આહાર બદલો. ત્રણથી ચાર વાર ખવડાવવાને બદલે, તેને દિવસમાં ચારથી પાંચ વખત ખવડાવો . દૂધની બનેલી વસ્તુઓ બાળક માટે ખૂબ જ જરૂરી છે તેથી દૂધની બનેલી વસ્તુઓ દિવસમાં બે વાર આપવી જ જોઈએ.

બાળકને શું ન ખવડાવવું જોઇએ :

બાળકોન સોફ્ટડ્રિંક્સ, જંક ફૂડ, કૂકીઝ, કેક, સોડા, કેન્ડી જેવી જંક ફૂડ, કૂકીઝ, કેક, સોડા, જેવી વસ્તુઓ આપવાની ટાળો .આ બધી વસ્તુઓ બાળકોના વિકાસ માટે હાનિકારક છે. તેમાં ખાંડ, મીઠું, ચરબી અને કેમિકલ વધુ માત્રામાં હોય છે જે બાળકના પેટ માટે નુકસાનકારક બની શકે છે. આ બધાને બદલે પૌષ્ટિક આહારને મહત્વ આપો.

Loading...