Abtak Media Google News

પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક દ્વારા ઓનલાઈન મહત્તમ લોન અરજીઓ સ્વીકારાતા મહાનગરપાલિકાએ તેઓની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા

આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા કોવિડ-૧થી અસરગ્રસ્ત શહેરી ફેરિયા ઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરિયા ઓને વર્કિંગ કેપિટલ લોન આપવા પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નીધિ સ્કીમ ફોર સ્પેશીયલ માઈક્રો ક્રેડીટ ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજકોટ શહેરના તથા શહેરમાં બહારથી ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી કરવા આવનાર અને ૨૪ માર્ચ-૨૦૨૦ પહેલા ફેરીની પ્રવૃત્તિ કરતા તમામ શેરી ફેરિયાઓને આ યોજના અંતર્ગત લાભ પ્રદાન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન મીટિંગ હોલ ખાતે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનાં અધ્યક્ષ સ્થાને તા.૨૨/૦૭/૨૦૨૦ના રોજ શહેરની ૨૪ બેન્કોના પ્રતિનિધિઓની મીટીંગ યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં એસ.બી.આઈ લીડ બેંક, કાલુપુર કોમર્શિયલ બેંક, પંજાબ નેશનલ બેંક, સી.ડ.બી. બેંક, ઇક્વીટાસ સ્મોલ બેંક, એચ.ડી.એફ.સી. બેંક, બંધન બેંક, સીટી યુનિયન બેંક, આઈ.સી. આઈ.સી.આઈ. બેંક, ફાઈનાન્સર સ્મોલ ફાઈનાન્સ બેંક, એક્સિક બેંક, આંધ્રા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, કર્નાટકા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા, સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક, ડી.સી.બી. બેંક, કેનેરા બેંક, જના સ્મોલ ફાઈનાન્સ બેંક, યુનિયન બેંક તથા ઇન્ડુસ ઈન્ડ બેંકના મેનેજર હાજર રહેલ.

આ મીટીંગમાં પીએમ સ્વનીધિ યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરો લોન અરજી કરવા અંગે તથા લોન મંજુર કરવા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી તથા પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક દ્વારા ઓનલાઈન મહતમ લોન અરજીઓ સ્વીકારેલ છે. જે બદલ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે તેઓની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવેલ છે. આવી જ રીતે અન્ય બેંકો પણ આ યોજનામાં ભાગીદાર બની મહતમ શહેરી ફેરિયા ઓ આત્મનિર્ભર બને તે દિશામાં હકારાત્મક બની કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ યોજના હેઠળ શહેરી ફ્રીયાઓને બેંક દ્વારા રૂા. ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમા પ્રતિ માસ રૂા, ૯૪૬/-નો લોન હપ્તો ૧૨ માસ ભરવાનો રહેશે અને બેંકને કોઇપણ પ્રકારની સિક્યુરીટી આપવાની રહેતી નથી. તેમજ સમયસર કે વહેલા લોન ભરપાય કરવાથી ૭% વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફત ત્રીમાસીક જમા કરવામાં આવશે. મુદત પહેલા લોન ભરપાય કરી શકાશે અને ડીઝીટલ પેમેન્ટ કરવાથી લાભાર્થીને ૧,૨૦૦/- કેશબેક મળવા પાત્ર થશે. હાલ રાજકોટ શહેરના તમામ હોકર્સ ઝોન ખાતે પ્રોજેક્ટ શાખાના તથા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનાં સમાજ સંગઠકો તથા સીએલસી કો-ઓર્ડીનેટરો દ્વારા સ્થળ પર જ લોન ફોર્મ ભરવા અંગેની કામગીરી હાલ ચાલુ છે. જેથી તમામ શહેરી ફેરિયા ઓને આધારકાર્ડ, વોટર આઇડી, બેંક પાસબુકની કોપી તથા શહેરી ફેરિયા  આઇકાર્ડ તેમની સાથે રાખવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.