Abtak Media Google News

ટોપ ૫૦૦૦માં એલન રાજકોટના કુલ ૭ વિદ્યાર્થીઓ: શ્રેષ્ઠ પરિણામ આપવું એ એલન ઈન્સ્ટિટયુટનું ધ્યેય

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા મેડિકલ પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા ૨૦૨૦નું પરિણામ જાહેર થયું છે. ત્યારે પરિણામમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં પ્રથમ સ્થાન અને ઓલ ઈન્ડિયા દસમો રેન્ક પ્રાપ્ત કરનાર માનીત માત્રાવડિયાએ રાજકોટનું નામ રોશન કર્યું છે. માનીત ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસની સાથો સાથ એલન રાજકોટ ખાતે પણ અભ્યાસ કરતો હતો. તેમની સિદ્ધીને ધ્યાને લઈ રાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટનું નામ રોશન થયું છે. ગુજરાતમાં નીટના પરિણામોના ઈતિહાસમાં પ્રથમ વખત એલન રાજકોટના વિદ્યાર્થી માનીત માત્રાવડિયાએ ૭૨૦ ગુણમાંથી ૭૧૦ ગુણ મેળવી કિર્તીમાન સ્થાપિત કર્યું છે. એવી જ રીતે એલન ખાતે અભ્યાસ કરતા મંત્ર ત્રાબડીયાએ પણ જેઈઈ એડવાન્સમાં ૧૩૦મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે પરંતુ જો તેની યોગ્ય દિશામાં તૈયારી કરવામાં આવે તો જ તેને નિર્ધારીત સફળતા પ્રાપ્ત થતી હોય છે. વ્યક્તિગત તૈયારીઓ તથા પોતાની જીજ્ઞાસા વૃત્તિના આધાર પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મેડિકલ ક્ષેત્રમાં આગળ વધશે કે કેમ ? ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવા નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ તથા જેઈઈની પરીક્ષા લેવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે જે અભ્યાસ પર માઠી અસર જોવા મળી છે તે મુદ્દાને ધ્યાને ન લેતા અને પોતાની અથાક મહેનતના પગલે માનીત માત્રાવડિયાએ ૭૨૦ ગુણમાંથી ૭૧૦ ગુણ પ્રાપ્ત કરી દેશમાં પોતાનું તથા પોતાની શાળા અને જે કોચિંગ સંસ્થામાં અભ્યાસ કરતા હતા તેનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓમાં ઋચી કેળવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું એ જ ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ્સનો હેતુ: મહેન્દ્રભાઈ ગજેરા

88 1

ક્રિષ્ના ગ્રુફ ઓફ સ્કૂલ્સના સંસ્થાપક મહેન્દ્રભાઈ ગજેરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦ની નીટ પરીક્ષામાં જે પરીણામ આવ્યું છે અને તેમાં પણ જ્યારે ક્રિષ્ના ઈન્ટરનેશનલના માનીત માત્રાવડિયાએ જે સફળતા પ્રાપ્ત કરી છે તે  ખરા અર્થમાં સરાહનીય છે. તેમના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં પણ રાજ્ય સ્તર ઉપર ક્રિષ્ના ઈન્ટરનેશનલના વિદ્યાર્થીએ શાળાનું નામ રોશન કર્યું હતું. સંસ્થાપક મહેન્દ્રભાઈ ગજેરાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ્સનો હેતુ એ છે કે, વિદ્યાર્થીઓમાં ઋચી કેળવી અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપવું, સાથો સાથ તેઓએ વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું કે, જયારે કારકિર્દી બનાવવાની વાત આવતી હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાને ત્યજીને સારા સ્વાસ્થ્યની સાથે અને યોગ પ્રાણાયામ અને સ્પોર્ટસ પ્રવૃતિને ધ્યાને લઈ અભ્યાસ કરવો જોઈએ જેથી તેઓએ ખુબ સારો ફાયદો અભ્યાસમાં પહોંચી શકે અને તેઓ તેમના લક્ષ્યને સાધી શકે. તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓના નાનામાં નાના પ્રશ્ર્નોને નિવારવા માટે તત્પર રહેતા હોય છે. જેથી તેઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યા ઉદ્ભવીત ન થાય અને તેઓ તેમના નિર્ધારીત લક્ષ્યને સિદ્ધ કરી શકે.

‘કાલ પર કંઈ ન છોડવું અને દરેક શંકાનું ત્વરીત નિવારણ લાવવું’ એ જ સફળતાની ચાવી: માનીત માત્રાવડિયા

નીટની પરીક્ષામાં રાષ્ટ્રીય ફલક પર ઓલ ઈન્ડિયા ૧૦મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવનાર માનીત માત્રાવડિયા કે જેઓ ક્રિષ્ના ઈન્ટરનેશનલમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાળામાં તથા ખાનગી સંસ્થા એલનમાં અભ્યાસ કરાવતા શિક્ષકોનું માર્ગદર્શન તેમની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ ‘અબતક’ સાથે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના માટે સકસેસ મંત્ર એ જ છે કે, ‘કાલ પર કંઈ ન છોડવું અને દરેક ડાઉટનું ત્વરીત નિવારણ લાવવું’ આ ચાવીની મદદથી તેઓને નીટમાં ધારી સફળતા પ્રાપ્ત થયેલી છે. વધુમાં માનીતે જણાવ્યું હતું કે, તેઓએ નીટના ભૂતપૂર્વ પરીક્ષાઓના પેપરો અને દરેક પરીક્ષાનું વિશલેષણ કરી ઉદ્ભવીત થતી ભૂલોનું નિવારણ કરવામાં આવતું હતું. જેમાં શાળાના શિક્ષકો અને એલન સંસ્થાના શિક્ષકો પણ મદદ‚પ થતા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ આયોજનબદ્ધ મહેનત કરતા હતા અને જ્યાં કોઈ વિષય ન સમજાય ત્યાં તેઓ તુર્ત જ શિક્ષકોને પૂછી લેતા હતા. તેઓ દરરોજનું હોમવર્ક પણ વિશેષ‚પથી કરી ઉદ્ભવીત થયેલા ડાઉટનું ત્વરીત નિવારણ શિક્ષકો પાસેથી પ્રાપ્ત કરતા હતા. અંતમાં તેમના જણાવ્યા મુજબ એમબીબીએસ થવાનું સ્વપ્ન હાલ તેઓએ જોયું છે. ત્યારબાદ ક્યાં ક્ષેત્રમાં માસ્ટરી કરવી અને હજુ સુધી નિર્ધારીત કર્યું નથી.

એલન ઈન્સ્ટિટયુટનું ધ્યેય શ્રેષ્ઠ પરિણામ આપવાનો જ રહ્યું છે: રજનીશ શ્રીવાસ્તવ

89

એલન ઈન્સ્ટિટયુટના રાજકોટ સેન્ટર હેડ રજનીશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એલનને ૨૦૨૦ની નીટ પરીક્ષામાં જે પરીણામ મળ્યું છે તેનો સાચો શ્રેય વિદ્યાર્થીઓની મહેનતને જાય છે. એલન હર હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપવાનો જ લક્ષ્યાંક રાખ્યો છે અને વિદ્યાર્થીઓને ઉદ્ભવીત થતાં પ્રશ્ર્નોનું નિવારણ અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે દિશામાં સંસ્થા કામ કરી રહી છે. રજનીશ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ નીટમાં એલન રાજકોટના વિદ્યાર્થીઓએ ખુબજ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ એલન રાજકોટના ૩ વિદ્યાર્થીઓએ ટોપ-૨૦૦૦માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. જેમાં દક્ષ કોચર ઓલ ઈન્ડિયા ૧૯૦૩મો રેન્ક પ્રાપ્ત કર્યો છે જ્યારે ટોપ ૫૦૦૦નીવાત કરવામાં આવે તો એલન રાજકોટના કુલ ૭ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંતમાં તેમના જણાવ્યા મુજબ માનીતે જે એલન ઈન્સ્ટિટયુટનું નામ રોશન કર્યું છે તેમાં તેમની મહેનત સૌથી મહત્વપૂર્ણ સાબીત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.