Abtak Media Google News

આવતી કાલે રાત્રે સૂર વંદના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા આયોજન

આવતીકાલે શનિવારે રાત્રે અરવિંદભાઈ મણીયાર હોલ ‘જયુબે બાગ ખાતે જૂના હિન્દી ફિલ્મીગીતો કરાઓકે ટ્રેકનો આધારીત મ્યઝીકલ નાઈટનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

સમગ્ર આયોજન સૂર વંદના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા કરાયુ છે જેમાં ફિલ્મીગીતો રમઝટ બોલાશે. રાજકોટ શહેરના સૂરવંદના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા જૂના અને હિન્દી ફિલ્મીગીતોનું આયોજન સૂરવંદના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા જયેશ વ્યાસ અને તેમની ટીમના નેજા હેઠળ રાજકોટનાં અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે (જયુબેલીબાગ)માં તા.૧.૫ શનિવારે રાત્રે ૮.૪૫ વાગ્યે રાખવામાં આવેલ છે.

જેમાં શહેરનાં વડીલો મિત્રો અને જૂના ગીતો નવા ગીતોના રસીકોને પધારવા અનુરોધ કરવામાં આવેલ છે. બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે રાખવામાં આવેલ છે. તેમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જયેશભાઈ વ્યાસ, પ્રમુખ, ધનંજયભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સુશક્ષલ રાવલ, હિતેશ ભટ્ટ, હેતલબેન ઠાકર, માયાબેન મણીયાર, જયશ્રીબેન કૃતિકાબેને જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં ધૂમર ધૂમર, દૂરીયા નજદીકીયા બનગઈ, આજ સે પહેલે , વો જબ યાદ આયે, ઓ મેરી મહેબુબા, જાનેજા ઢૂંઢતા ફીર રહા, ઈન આંખો કી મસ્તી કે…વગેરે ગીતો ધૂમ મચાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.