Abtak Media Google News

મંદિર નિર્માણ કાર્યમાં કાબેલ વહિવટી અધિકારીઓ ધર્મધુરંધરોને ખાસ સ્થાન અપાયું

કેન્દ્રની નરેન્દ્રમોદી સરકારદ્વારા અયોધ્યામાં રામમંદિર નિર્માણની ભાજપ માટે મહત્વકાક્ષી યોજનાને જેમ બને તેમ જલ્દીથી પ્રારંભ કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ઉપર લેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના ર્પૂવ મુખ્યસચિવ અને સહાયક તરીકે ખુબજ સારી કામગીરી કરનાર નિપેન્દ્રમિશ્રાને અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.જેનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. કે ભારત વર્ષ માટેના આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સાથે પ્રત્યક્ષ હતો.પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્રમોદી સિધાજ સંકળાયેલા રહેશે.ઉત્તરપ્રદેશના આઈએસએસ કડેરના નિપેન્દ્રમિશ્રાએ નિવૃત થવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે નરેન્દ્રમોદીની પ્રથમ ટર્મની સરકારમાં વડાપ્રધાન સાથે નિકરતાથી તેમના સહાયક તરીકે કામગીરી કરી હતી. તેમને નવા રચવામાં આવેલા રામજન્મભુુમિ તીર્થક્ષેત્રની પ્રથમ મિટીંગમાંજ તેમને ટ્રસ્ટના ચેરમેન બનાવવાનું નકકી થયું હતું. આ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિશ્ર્વાસુ અધિકારીઓને સામેલ કરી અયોધ્યામાં નિશ્ર્વિત સમયયાદીમાં સુંદર અને ભવ્યમંદિર બનાવવાનું લક્ષ્ય સિદ્ધ થઈ જાય આમંદિરનિર્માણના કાર્યમાં ગુણવત્તા યુકત બાંધકામ અંગે ભવ્યતા દિપી ઉઠે તેવા મંદિર નિર્માણના નરેન્દ્રમોદીના સપાનાનું મંદિર નિર્માણ આડે કોઈ અવરોધ ન  આવે તે માટે મોદી પોતાના વિશ્ર્વાસુ અને કાર્યહત અધિકારી ઓને ટ્રસ્ટ માં સામેલ કરવાનું અભિગમ ધરાવે છે આ ટ્રસ્ટમા ધર્મક્ષેત્રના બાહોશ પ્રતિનિધિઓને પણ ખાસ પસંદ કરીને જગ્યા આપવામાં આવી રહી છે.

અયોધ્યામાં રામમંદિર નિર્માણના પ્રારંભિક આદોલનમાં  મહંત નિત્ય ગોપાલદાસએ મંદિર નિર્માણની ચળવળ શરૂકરી હતી અને વિશ્વ હિન્દુ પરિષદમાં ચપતરાયને પણ જવાબદારી સોંપવામાં આવી હતી આ બન્નેને રામમંદિર રસમાં અનુક્રમે પ્રમુખ અને મુખ્ય સહિત તરીકે સામેલ કરવામાં આવ્યા છે.દાસને અયોધ્યામાં સરકારને સહાયરૂપ થવા માટે અને સ્વામીગોંવિદ દેવગિરી પુનાવાળાને પણ ટ્રસ્ટના પરમગીરી તરીકે નિમણુંક આપવામાં આવી છે.આ ટ્રસ્ટની પ્રથમ મિટિંગ સુપ્રિમકોર્ટના ધારાશાસ્ત્રી ડેપરશન કે જેઓએ અયોધ્યાની વિવાદિત ભુમિ હિન્દુઓને અપાવવામાટે સુપ્રિમ કોર્ટમાં ખુબજ મહત્વની કામગીરી કરી હતી તેમના ધરે યોજાઈ હતી આ બેઠકમાં મંદિર નિર્માણના કાર્યનું મુર્હુત કયારે કરવું તેના જયોતિષી ઓના મતપણ લેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.