Abtak Media Google News

ગુજરાતના શિક્ષણમંત્રી અને સિનિયર કેબિનેટ મિનિસ્ટર, ભાજપના વરિષ્ટ નેતા  ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી ૨૦૨૦ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ઇ છે. રાજકોટના ઠાકોર સાહેબ, ભાજપ અગ્રણી અને  ભુપેન્દ્રસિંહ ચુડાસમા સો પારીવારિક સંબંધ ધરાવતા  માંધાતાસિંહજી જાડેજાએ એમને હ્રદયપુર્વક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ માત્ર એક વ્યક્તિનું જ સન્માન ની પરંતુ વ્યક્તિમાં પડેલી કાર્યદક્ષતા, નિષ્ઠા, કર્મઠતાનું સન્માન છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું જાહેર જીવન ૫૧ વર્ષ કરતાં પણ વધારે સમયનું છે. અને આ સમયગાળા દરમિયાન એમણે સતત લોકોના કામ કર્યાં છે. એક સામાન્ય કાર્યકર્તાી લઇ આજે તેઓ વિધાનસભામાં અગ્ર હરોળના મંત્રી, ધારાસભ્ય છે. પાર્ટીમાં અને લોકોમાં સમાન આદર પામે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને શિરોમાન્ય ગણીને તેઓ હંમેશા સકારાત્મક રીતે વર્ત્યા છે.

રાજકીય પ્રવાહ બદલાયા હોય, પરિવર્તન યાં હોય પરંતુ  ભુપેન્દ્રસિંહ હંમેશા પાર્ટીના શિસ્તબધ્ધ સૈનિક બનીને રહ્યા છે અને પક્ષનું હિત એમના હૈયૈ વસ્યું છે.

માંધાતાસિંહે ઉમેર્યું કે મારા પિતાજી મનોહરસિંહ જાડેજાના સમયી અમારા સંબંધો છે.  ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકારણ-જાહેરજીવનમાં આવતા નવીપેઢીના લોકો માટે, યુવાનો માટે પ્રેરણા ોત છે. કેવી રીતે વર્તવું. કેમ અન્યોને પણ આગળ વધારવાવામાં મદદ કરવી તે એમની પાસેી શિખવા જેવું છે.

ક્ષત્રીય સમાજના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે એમણે પ્રયાસ કર્યા છે. પ્રજાના ખરા પ્રતિનિધી તરીકે તેમણે કરેલાં કામની આ યોગ્ય કદરી આપણે રાજીપો અનુભવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.