વોટ્સએપની વિગતો ફેસબુકમાં શેર કરવી ફરજીયાત: આટલા નિયમો નહિં માનો તો તમારું એકાઉન્ટ થઈ જશે ડીલીટ

વોટસએપે જારી કરી નવી પ્રાઈવસી પોલીસી; ફેસબૂક- ઈન્સ્ટા સાથે ડેટા શેરીંગને મંજૂરી નહીં આપો તો એકાઉન્ટ થઈ જશે ડીલીટ

કંપની યુઝર્સનાં ડેટાને બિઝનેશ હેતુથી ઉપયોગમાં લેશે; ૮મી ફેબ્રુઆરી સુધીમાં પ્રાઈવસી પોલીસીનો સ્વીકાર કરવા વોટસએપની જાહેરાત

મેસેજીંગ એપ વોટસએપે નવી પ્રાઈવેસી પોલીસી ઘડી કાઢી છે. જે મુજબ યુઝર્સે વોટ્સએપની વિગતો ફેસબુક સાથે શેર કરવી ફરજીયાત બની છે. જો યુઝર્સ પોતાના ડેટા શેરીંગને મંજૂરી નહિ આપે તો વોટ્સએપ તમારૂ એકાઉન્ટ બંધ કરી દેશે.

નવી પ્રાઈવેશી પોલીસીમાં એ પણ જણાવાયું છે કે, વોટસએપ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે કઈ રીતે કામ કરે છે. અને કંપનીમાં ઈન્ટ્રીગ્રેશન ઓફર આપે છે. વોટસએપની આ નવી પોલીસીનું ફરજીયાત પણે પાલન કરવું જ પડશે. અને તેને ૮મી ફેબ્રૂઆરી સુધીમાં સ્વિકારવું પડશે. અન્યથા કંપની તમારૂ એકાઉન્ટ ડીલીટ કરી નાખશે. વોટસએપની થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સમાં ફેસબુકની સળસીડાયરી કંપનીઓનું પણ નામ સામેલ થયું છે. વોટસએપે તેની બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે ઘણા બિઝનેશ મેન પોતાના ગ્રાહકો અને તેમની સાથે કોમ્યુનિકેશન કરવા વોટ્સએપ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અને અમે એવા વ્યવસાયીઓ સાથે કામ કરીએ છીએ જેઓ વોટ્સએપ પર કોમ્યુનિકેશનને વધુ સુદ્દઢ બનાવવા ફેસબુક અથવા અન્ય થર્ડ પાર્ટીનો ઉપયોગ કરતા હોય આ માટે ગ્રાહકોને ડેટાની લેવડ-દેવડ, સેલ ગેજેટ ઈન્ફો, આઈપી ડીલને ડેટા શેરીંગની મંજૂરી આપવ પડશે.

જોકે, વોટ્સએપની આ નવી પોલીસીને લઈ બબાલ પણ મચી ગઈ છે. ઘણા યુઝર્સે વિરોધ પણ કર્યો છે. કારણ કે આનાથી ગ્રાહકોની ડેટા પ્રાઈવેસી જળવાશે નહિ ડેટા સુરક્ષાને લઈ પ્રશ્ર્નો ઉભા થશે. વોટસએપ યુઝર્સનાં ડેટા બિઝનેશ માટે વાપરશે એ પણ ફરજીયાત પણે જો કોઈ ગ્રાહકને આનાથી તકલીફ છે. તો તેઓએ એકાઉન્ટ ડીલીટ કરવાનું રહેશે.

Loading...