Abtak Media Google News

માણાવદરનાં ખેડૂતોએ સરકારી હોસ્પિટલ પાસે થી વિશાળ રેલી કાઢી પાક વિમા મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે માણાવદરમાં દર વર્ષ દરેક  ખેડૂતો વિમા કંપની ને પાક વિમાનું પ્રિમિયમ ભરે છે આ હકીકત હોવા છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી પાક વિમા ની કોઇ રકમ મળેલ નથી વિમાની રકમ મંજુર થવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અને ક્રોપ કટીંગ માં પણ પક્ષપાત રાખવામાં આવે છે.જે ગામના ખેડૂતોએ વહીવટ કરેલ છે.

તે ગામના વિમા મંજુર થયેલ છે.અને તેના પૈસા આવી ગયા છે .માણાવદર ની સીમને જીલાણા,કોઠારીયા, નાનડીયા , દગડ, બુરી,  વિગેરે ગામોની સીમ અડે છે તે ગામની સીમના વિમા મંજુર થયેલ છે તો માણાવદર ના કેમ નથી થયેલ આમ માણાવદર પણ અછતમાં આવતું હોય અને વરસાદ ઑછો હોય છતાપણ માણાવદર ના ખેડૂતો ને વિમો નથી મળેલ

આ આવેદનપત્ર વધુમાં જણાવ્યું કે વિમા કંપની એ ખાનગી કંપની છે અને તેની તમામ કામગીરી ખાનગી કંપની ને સોંપાયેલ છે તેથી તેઑ પોતાનુ હીત વિચારી પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને અન્યાય કરે છે.અગાઉ તાલુકાને એક ગણવામાં આવતો હતો તેને બદલે હાલના સમયમાં અલગ-અલગ ગામ વાઇઝ  એક ગણી વિમા ની રકમ ચુકવવામાં આવે છે. માટે તાલુકા ને એકમ ગણવા અને તે મુજબ સર્વે તથા ક્રોપ કટીંગ કરવા અમારી માંગ છે.

વિમાની રકમ અમોને મળે તે માટે અમારી બુલંદ માંગણી છે અને આ બાબતે યોગ્ય તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહી આવેતો ના છુટકે તમામ ખેડૂતો તથા તેના ધર પરિવાર સાથે આપની કચેરી ની સામે અઠવાડિયા બાદ ધેરાવનો કાર્યક્રમ તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તમામ ને ફરજ પડશે જેની  નોંધ લેશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.