Abtak Media Google News

ગુજરાત સરકારના પારદર્શિ વહીવટે ધણી અગવડોને સગવડોમાં રૂપાંતરિત કરી છે તો અધિકારીઓના કારણે ધણી સગવડો અગવડોમાં રૂપાંતરિત થતી દેખાય છે.તેમા પરિવહન ક્ષેત્રે- વારંવાર એસ.ટી.બસો ચાલું- બંધ કરી દેવાતા પ્રજામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. એસ.ટી. પ્રશ્ર્નને વાંચા આપવા આજરોજ પોતાના મત ક્ષેત્રની  મુલાકાતે આવેલ પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક સમક્ષ પ્રેસ ઓફ માણાવદર ના હિતેષ પંડ્યા  અને જીજ્ઞેશ પટેલ  તરફથી આવેદનરૂપે બાંટવા- અમદાવાદ ની સવાર ના ચાર વાગે ઉપડતી એસ.ટી.બસ અચાનક જ બે વર્ષ થી બંધ કરી દેવાતા તેને ફરી ચાલું કરવા માગણી કરવામાં આવી છે.

જૂનાગઢ ડિવિઝને કયા કારણોસર આ રૂટ પર ચાલતી બસ બંધ કરી છે તે જ સમજાતું નથી બસ ને પુરતો ટ્રાફિક પણ મળતો હતો છતા તેને બંધ કરી દેવાતા લોકોને અમદાવાદ તરફ જવામાં ભારે પરેશાની વહન કરવી પડે છે.

આવેદન અપાયું ત્યારે સાંસદે તરત જ જૂનાગઢ ડિવિઝન સાથે વાત કરી આ રૂટ તાકીદથી ચાલું કરી દેવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.