Abtak Media Google News

માણાવદર ગાંધીચૉક માંથી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની આગેવાનીમાં પાક વિમા બાબતે વિશાળ ખેડૂતો ની રેલી સુત્રોચ્ચાર સાથે નિકળી અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે વર્ષ 2018-19ના વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યૉજના અંતગર્ત જે પાક વિમૉ મંજુર કરવામાં આવેલ તેમા માણાવદર તાલુકામાં 27 ગામૉમાં અલગ- અલગ ટકાવારી મુજબ પાક વિમા ની રકમ ચુકવવામાં આવેલ છે બાકી રહેતા 31 ગામૉમાં પાક વિમૉ મંજુર કરવામાં આવેલ નથી જેથી બાકી રહેતા ગામૉમાં ખુબજ અસંતોષ જૉવા મળે છે તેમજ ધણા ખેડૂતો ને અન્યાય થયેલ છે સાવ આજુબાજુ ના ખેતરમાં આવી વિમાની વિચિત્ર વિસંગતતા દુલ કરીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક તર્ક સંગત ન્યાય આપી બાકી રહેતા ગામૉ નૉ પાક વિમૉ મંજુર થાય તેવી કાર્યવાહી કરવા અમારી બુલંદ માંગણી છે.

થૉડા વર્ષોથી ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યૉજનાની (વેપારી સ્ટાઇલથી) જાહેર કરી છે જેમાં માં તાલુકા એકમને બદલે ગામ એકમ મુજબ પાક વિમાની ચુકવણી કરવામાં આવે છે જેથી ધરતી પુત્રૉને ધૉર અન્યાય થઇ રહયૉ છે.આ યૉજનાની વિસંગતતાઓ દુર કરવા અવાર નવાર રજુઆતો કરેલી છે છતા કૉઇપણ નિરાકરણ આવેલ નથી આ યૉજનામાં એકજ સીમમાં અલગ અલગ ગામના ખેતરૉ સાથે હૉવા છતા પણ આ યૉજનાની વિસંગતતાઓને કારણે ખેડૂતૉને ધૉરાજી અન્યાય થઇ રહયૉ છે. દા.ત. એક ખેડૂત ને 80.90.% વિમૉ મળ્યૉ હૉય ત્યારે તેના સેઢા પાડૉશી ખેડૂત ને 0.00 %વિમૉ ચુકવાય છે તૉ આ વિસંગતતા દુર કરી ગામ એકમને બદલે અગાઉની જુની તાલુકા એકમ મુજબની પધ્ધતિ ચાલુ રાખવી અને તે મુજબ 2019-19 ના વર્ષ નૉ પાક વિમૉ ચુકવવા યૉગ્ય કાર્યવાહી કરવા માંગણી છે.

છેલ્લા ધણા વર્ષો થી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલૉ છે ખેડૂતૉ ઉપર દેવું એટલા પ્રમાણમાં વધી ગયેલ કે ધણા ખેડૂતો ને આત્મ વિલૉપન પણ કરેલ છે ગત સાલ ખુબ જ ઑછૉ વરસાદ પડેલ હૉવાથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા આમારી માંગણી છે. ગત સાલમાં ગુજરાત માં તેમજ અમારા વિસ્તાર માણાવદર તાલુકામાં પણ વરસાદ ખુબજ ઑછૉ પડેલ હૉય મૉટા ભાગના વિસ્તાર ના ખેડૂતો નૉ પાક નિષ્ફળ ગયેલ છે જેથી આ બાબતે તુરંત નવેસરથી સર્વે કરાવી બાકી રહેતા ગામૉને સત્વરે પાક વિમૉ મંજુર કરવામાં આવે તેવી કાર્યવાહી કરી ખેડૂતોના હીતમાં નિર્ણય કરવા માંગણી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.