Abtak Media Google News

લાખો હિંદુ શ્રઘ્ધાળુઓની આસ્થાનો માર્ગ મોકળો કરાશે ચીન વિદેશ મંત્રાલયના પ્રવકતા જેંગ શુઆંગે આપ્યા સંકેત

ચાઇનાએ ડોકલામ મુદ્દે ભારતીય સાથે સહમતિ માટેના ગઇકાલે સંકેત આપ્યા હતા. માટે હવે હિન્દુઓ માટેની પવિત્ર યાત્રાસ્થળ માનસરોવરની યાત્રા સરળ બનશે. મુસ્લિમો માટે મકકા-મદિનાનું જેટલું મહત્વ છે તેના કરતા પણ વિશેષ મહત્વ હિન્દુઓ માટે માનસરોવર યાત્રા માટે રહેલું છે. ત્યારે આ યાત્રા માટેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવતા લાખો શ્રઘ્ધાળુઓ માટે સાર સમાચાર કહી શકાય.

આ અંગે પ્રાપ્ત માહિતી  મુજબ ચીને ગઇકાલે કેટલાક પ્રશ્ર્નો પર તેનું વલણ નરમ બનાવવાના સંકેત સમાન ભારત સાથે સંધી કરવા તૈયાર થયું છે. જેમાં બ્રહ્મપુત્રા નદી પર યાત્રિકોના જથ્થા, માનસરોવર યાત્રિકોની અવર જવર સહીતના પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે. જેનો નિકાલ છેલ્લા દસ મહિનાઓમાં થયો નથી.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ નવી દિલ્હી ખાતે યાત્રિકોના પ્રશ્ર્નો પર ચર્ચા કરવા તૈયાર છે. તેમજ ઉમેર્યુ હતું કે નાથુ-લા વિસ્તારથી તિબેટમાં આવેલ માનસરોવર તળાવ સુધીના ભારતીય મુલાકાતીઓ માટે પ્રવેશ બાબતે વિચારવા માટે સમયની જરૂર હતી બેઇજીંગ માંથી માનસરોવર યાત્રિકો માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અને ડોકલામ બાદ સિકકમ બોર્ડર પાસે પણ યાત્રિકોએ અટકાવવામાં આવ્યા હતા. જેના પગલે બ્રહ્મપુત્રા નદી પર પણ યાત્રિઓના જથ્થાઓને રોકવામાં આવ્યા હતા. કારણ કે આ બાબત ની પ્રક્રિયા માટે નીતી ઘડવામાં આવી રહી તી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા જેંગ સુઆંગે જણાવ્યું હતું કે તેનો અર્થ એ નથી કે બેઇજીંગ આ સમયગાળામાં પ્રવેશ કરતા રોકે નહીં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયગાળા બાદ અમે ભારતીય સીમા પર નદી પર જથ્થો મોકલવા સહકાર આપી રહ્યા છીએ. પરંતુ ચીનની સીમા પર આ બાબત શકય બને તે માટે ખાસ સ્ટેશનોના નિર્માણ અને સમારકામ કરવામાં આવશે.

નજીકના ભવિષ્યમાં યાત્રિકો માટે યાત્રા સરળ બનશે પરંતુ તે કયારે શકય બનશે ? તે અંગેની ચોખવટ તેમણે કરી નહતી. તેમજ વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે ભારતને બ્રહ્મપુત્રા નદી પર ચીન બાજુએ જથ્થદ એકત્ર કરવા માટેના સ્ટેશન અંગે જાણકારી હતી.

બેઇજીંગમાંથી ફરીથી અમુક પ્રશ્ર્નો મુદ્દે ચર્ચાની આપલેના સંકેત પ્રાપ્ત થયા છે. જૂનિ સ્થિતિ ફરીથી યથાવત કરવા માટે નવી દિલ્હીમાંથી સુચનો પ્રાપ્ત કર્યા વિના જ ચીને સીમા પર શાંતિ સ્થાપવા પહેલ કરી છે. બન્ને દેશો સિકકીમ બોર્ડર પાસેથી સૈન્ય હટાવવા ૩૦ ઓગષ્ટના રોજ તૈયાર થયા છે. યાત્રામાં વિઘ્ન ન આવે ભારત પુર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી રુપે હવામાનની આગાહીઓને ઘ્યાને લેશે માનસરોવરના તિબેટ જનારા યાત્રિકો માટે ગેંજ એ જણાવ્યું હતું કે સંપર્ક ચાલુ રાખવો જેથી બન્ને દેશો વચ્ચે ખુલ્લી ચર્ચા શકય બને જે પણ એક સંકેત ગણાવી શકાય.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ભારત-ચીન સીમા પર પ્રથમ વખત નિર્વિદને યાત્રા  કરવામાં માટે યાત્રાળુઓના દ્વાર ખુલી જશે જે તે સમયે ભારતીય સૈન્યએ યાત્રિકો માટે ગેરકાયદેસર સીમા પાર કરી હતી. ત્યારે ચીન હવે ભારતીય યાત્રિકોને જ‚રી મદદ કરવા તૈયારી બતાવી છે. અને આ માટે બન્ને દેશના નેતાઓ વચ્ચે કરાર થયા છે. તેમજ ભારત-ચીનના પશ્ર્ચીમી સીમા વિસ્તાર બન્ને બાજુથી ખુલી જશે ચીન હવે ભારતીય યાત્રાળુઓ માટે માર્ગ મોકળો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.