Abtak Media Google News

ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ધરણા સમેટ્યા

હળવદ તાલુકાના માનગઢ ગામે કથીત જમીન વિવાદ મામલે છેલ્લા ત્રણ દિવસથી ગામના ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતા પરંતુ ખેડૂતોની રજૂઆત તંત્રએ ન સાંભળતા આખરે ખેડૂત દ્વારા નાયબ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ધરણા સમેટ્યા હતા મીડિયાની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ન્યાય મેળવવા ગાંધીનગર કુચ કરીશું

તાલુકાના ગઢ ગામે રાજ્યના પૂર્વ મંત્રી જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સહિતનાઓ પર ખોટી રીતે જમીનના દસ્તાવેજ કરી લીધાના આક્ષેપ સાથે ન્યાય મેળવવા ખેડૂતો મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર ઉતર્યા હતા પરંતુ આ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોનું સાંભળવા  તંત્રને ટાઈમ જ ન મળી હોય તેમ ત્રણ દિવસમાં એક પણ વાર તંત્ર દ્વારા ખેડૂતોને સમજાવા કે  માંગ સંતોષવા  આવ્યા ન હોવાનુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે

ત્યારે ખેડૂતો દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ધરણા સમેટી લઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ ન્યાય ન મળતા આવે ગાંધીનગર પૂચ કરીશું અને ન્યાય મેળવીને જંપીશું

ચોમાસું પાક નિષ્ફળ ગયો હવે રવી પાક પણ ભલે નિષ્ફળ જાય ન્યાય મેળવી ને જ જંપીશુ:સંતોષ ભાઈ પટેલ

અમે છેલ્લા ત્રણ દિવસથી મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છીએ કોઈ અધિકારી કે કોઈ નેતાઓ અમારી પાસે આવ્યું નથી જેથી હવે અમે ન્યાય મેળવવા ગાંધીનગર જવાના છીએ સાથે સાથે મીડિયા નો પણ આભાર માન્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે અમે ખેડૂતો ન્યાય મેળવવા ગાંધીનગર જઈશું ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને હવે રવિ પાક  પણ ભલે નિષ્ફળ જાય અમે અમારો હક મેળવીને જંપીશું

ગ્રામજનો સાથે મળી ગાંધીનગર સુધી લડાઇ લડીશું:જેન્તીભાઈ

માનગઢની કથીત જમીન વિવાદ મામલે ખેડૂત જેન્તીભાઇએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા રજૂઆતો ન સંભળાતા હવે ગામલોકો સાથે મળી રણનીતિ ઘડી ન્યાય મેળવવા ગાંધીનગર પ્રયાણ કરીશું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.