Abtak Media Google News

ગૌશાળામાં ત્રણ વાછરડીનું મારણ કર્યા બાદ ફરી ગૌશાળામાં આવતા વન વિભાગે દીપડાને ઠાર કર્યો

છેલ્લા સાતમાસથી ધારી, વિસાવદર તથા બગસરાનાક અન્ય સ્થળોએ એક દીપડાનો આતંક વધી ગયો હતો. જેણે છેલ્લા સાતેક માસમાં ચારથી પાંચ માણસોને ઈજા કરેલી અને બગસરા તાલુકાનાં મુંજીયાસર, હળિયાદ, સાપર, નાના મોટા ઝાંઝરીયા, સમઢીયાળા, સુડાવડ,લુંધીયા, ભાડેર, ભટ્ટવાવડી વગેરે ગામોમાં ચારેક માણસોના મૃત્યુ નિપજાવેલા હતા. તથા ઘણા બધા પાલતું પશુઓને ઈજા કરેલ હતી. આ માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગની ટીમ કાર્યરત હતી.

પરંતુ તેનો ત્રાસ વધતા અંદાજે ૧૫૦ થી વધારે વનવિભાગના ક્ષેત્રીય કર્મચારી/ અધિકારીઓ આ દીપડાને પકડવા માટેની કામગીરીમાં રોકાયેલા હતા તથા ૨૫ જેટલા પિંજરાના છટકા પણ ગોઠવેલા હતા. જે પિંજરાઓમાં દીપડો સપડાયો ન હો. બુધવારે વહેલી સવારે બગસરાની બાજુમાં આવેલ ગૌશાળાના ત્રણ વાછરડાને મારી ખાવાના સમાચાર મળતા તે સ્થળની આજુબાજુનાં ૫૦૦ મીટર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવેલ હતો. અને દીપડો બહાર નીકળે તેની રાહ જોઈ તેને ઝબ્બે કરવાની કામગીરી હાથ ધરી હતી.સાંજે ૭ કલાકે દીપડો નીલગીરીના વાવેતરમાંથી ફરીથી ગૌશાળા તરફ મારણ ખાવાના ઈરાદે જતો હતો. તે વખતે તેને સર્વે પ્રથમ ટ્રાન્કવીલાઈઝીંગ ગનથી બેભાન કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ તેમાં સફળતા ન મળતા દીપડો ઉશ્કેરાઈ હાજર ટીમ પર હુમલો કરવાનો આવેલ તેમાં સફળતા ન મળતા દીપડો ઉશ્કેરાઈ હાજર ટીમ પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા તેને ગૌશાળામાં બંદૂકથી ઠાર મારેલ છે. છેલ્લા પાંચ દિવસથી વનવિભાગના ક્ષેત્રીય કર્મચારીઓ, પોલીસ વિભાગ, કલેકટર અને રેવન્યુના કર્મચારીઓનાં પ્રયાસ તથા ગ્રામજનો અને સ્થાનિક સરપંચોના સહયોગથી આ ઓપરેશન સફળ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.