Abtak Media Google News

માળિયા તાલુકાના નાના દહીસરા ગામ નજીક રૂ.૭૨૦૦ની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બાઈક પર જતાં યુવાનને પોલીસે પકડી પડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના નાના દહીસરા ગામે માળિયા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતા મોટર સાઈકલ જીજે ૦૩ એફએમ ૯૮૧૫ શંકાસ્પદ જણાતા તેને રોકી મોટર સાઈકલ ચાલક રહીમ સુમરા રહે-નાના દહીસરા વાળા ની પુછપરછ અને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ.૧૫૦૦, બીયર નંગ-૧૯ કીમત રૂ.૫૭૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.

જેથી દારૂ બિયરનો રૂ. ૭૨૦૦ની કિમતનો જથ્થો અને મોટર સાઈકલ કીમત રૂ.૨૫૦૦ એમ કુલ મળી રૂ.૩૨૨૦૦નો મુદામાલ કબ્જે લઈને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.