Abtak Media Google News

દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા હેન્ડ સેનેટાઈઝર રાખવા જેવી સુચનાઓ અપાઈ

કોરોના વાયરસ અન્વયે સરકાર વખતો-વખતની સુચના અનુસંધાને રાજુલા તાલુકાના વેપારી મંડળ પ્રમુખ તથા પ્રતિનિધિ સાથે મામલતદાર કચેરી રાજુલા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલ સંક્રમણને ધ્યાને લઈ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણથી બચવા જરૂરી પગલા લેવામાં આવે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે જેમાં રાજુલા તાલુકાની તમામ દુકાનો, ધંધાદારી એકમો તેમજ બિઝનેસ સંબંધિત સેન્ટરોના વેપારીઓ તથા ગ્રાહકો દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને હેન્ડ સેનેટાઈઝર જેવી સુવિધા રાખવા સુચના આપવામાં આવેલ તથા ખરીદી માટે આવતા ગ્રાહકો આરોગ્ય સેતુ એપ્લીકેશન ફરજીયાત ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે તે અંગે પણ તમામ વેપારીઓને ખાત્રી કરતા જણાવેલ છે.

આગામી દિવસોમાં વધતા જતા કોરોના વાયરસ સંક્રમણને અટકાવી શકાય તે માટે સરકાર વખતો-વખતની સુચનાઓ, શરતો અને નિયમોનો સખ્તપણે પાલન કરવા જણાવવામાં આવેલ અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા અત્રેથી ફરજ પડશે જેની તમામ વેપારી મંડળ અને જાહેર જનતાએ નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.